ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » New Zealand» Kochi man dies in New Zealand road accident

    ન્યૂઝિલેન્ડમાં દારૂ પીને ગાડી ચલાવતા યુવકનું રોડ અકસ્માતમાં મોત

    divyabhaskar.com | Last Modified - Dec 26, 2017, 11:32 AM IST

    ન્યૂઝિલેન્ડમાં રોડ અકસ્માતમાં એક 21 વર્ષના ભારતીયનું મોત નીપજયું છે.
    • અકસ્માતમાં મૃત્યુ પામનાર કેરળનો યુવક બીજુ બોનેય
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અકસ્માતમાં મૃત્યુ પામનાર કેરળનો યુવક બીજુ બોનેય

      હન્મેર સ્પ્રિંગઃ ન્યૂઝિલેન્ડમાં રોડ અકસ્માતમાં એક 21 વર્ષના ભારતીયનું મોત નીપજયું છે. ન્યૂઝિલેન્ડના હન્મેર સ્પ્રિંગ શહેર નજીક રોડ અકસ્માતમાં આ ભારતીય યુવાન મૃત્યુ પામ્યો છે.


      અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનનું નામ બોનેય બીજુ છે. આ યુવક મુળ કેરળના કોચીનો રહેવાસી હતો. પોતાનો 21મો જન્મદિવસ ઉજવીને તે કાર લઇને ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે હન્મેર સ્પ્રિંગ નજીક ડ્રાઇવિંગ દરમ્યાન કન્ટ્રોલ ગુમાવી દેતાં કાર એક ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.


      બોનેય બીજું કોચીના અલુવાનો રહેવાસી હતો. અને છેલ્લા બે વરસથી ન્યૂઝિલેન્ડમાં વર્ક વીઝા પર હતો. બોનેય બીજુ 22 ડિસેમ્બરની રાતે પોતાના મિત્ર સાથે બારમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાર બાદ આ જર્મન મિત્ર સાથે ઘર તરફ રવાના થયો હતો. ત્યારે 2 કિલોમીટરના જ અંતરે હન્મેર સ્પ્રિંગ નજીક કાર પરનો કન્ટ્રોલ ગુમાવી દેતાં કાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં બોનેયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં વેલિંગ્ટનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


      પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ આલ્કોહોલની વધારે માત્રા તેમજ કારની સ્પીડ વધુ હોવાનું માલુમ પડ્યું છે. ભારતીય દૂતાવાસ હાલ મૃતક યુવકની ફેમિલી સાથે સંપર્કમાં છે.

    • ન્યૂઝિલેન્ડમાં હેમ્પ સ્પ્રિંગ નજીક આ અકસ્માત થયો હતો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ન્યૂઝિલેન્ડમાં હેમ્પ સ્પ્રિંગ નજીક આ અકસ્માત થયો હતો

      હન્મેર સ્પ્રિંગઃ ન્યૂઝિલેન્ડમાં રોડ અકસ્માતમાં એક 21 વર્ષના ભારતીયનું મોત નીપજયું છે. ન્યૂઝિલેન્ડના હન્મેર સ્પ્રિંગ શહેર નજીક રોડ અકસ્માતમાં આ ભારતીય યુવાન મૃત્યુ પામ્યો છે.


      અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનનું નામ બોનેય બીજુ છે. આ યુવક મુળ કેરળના કોચીનો રહેવાસી હતો. પોતાનો 21મો જન્મદિવસ ઉજવીને તે કાર લઇને ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે હન્મેર સ્પ્રિંગ નજીક ડ્રાઇવિંગ દરમ્યાન કન્ટ્રોલ ગુમાવી દેતાં કાર એક ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.


      બોનેય બીજું કોચીના અલુવાનો રહેવાસી હતો. અને છેલ્લા બે વરસથી ન્યૂઝિલેન્ડમાં વર્ક વીઝા પર હતો. બોનેય બીજુ 22 ડિસેમ્બરની રાતે પોતાના મિત્ર સાથે બારમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાર બાદ આ જર્મન મિત્ર સાથે ઘર તરફ રવાના થયો હતો. ત્યારે 2 કિલોમીટરના જ અંતરે હન્મેર સ્પ્રિંગ નજીક કાર પરનો કન્ટ્રોલ ગુમાવી દેતાં કાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં બોનેયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં વેલિંગ્ટનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


      પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ આલ્કોહોલની વધારે માત્રા તેમજ કારની સ્પીડ વધુ હોવાનું માલુમ પડ્યું છે. ભારતીય દૂતાવાસ હાલ મૃતક યુવકની ફેમિલી સાથે સંપર્કમાં છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Kochi man dies in New Zealand road accident
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top