• Gujarati News
  • UAE Summer Holidays: Emirates, Etihad, Air Arabia Slash Fares

UAEમાં સમર વેકેશન, એમિરેટ્સ, એતિહાદ અને એર અરેબિયાએ ઘટાડ્યાં ભાડાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(File Photo)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુનાઇટેડ આરબ અમિરાત (UAE)ની શાળાઓમાં એક મહિનાનું ઉનાળું વેકેશન શરૂ થયું ને મુસાફરોને આકર્ષવા માટે ટોચની એરલાઇન્સે ભાડાં લિમિટેડ ટાઇમ પીરિયડ માટે ભાડાં ઘટાડ્યા છે.
એમિરેટ્સે 24 ન્યૂઝના અહેવાલ અનુસાર, એમિરેટ્સ એરલાઇન્સે બિઝનેસ અને ઇકોનોમિ ક્લાસમાં કેટલાંક સિલેક્ટેડ ડેસ્ટિનેશનના ભાડાં ઘટાડ્યા છે. જો કે, સ્કીમનો લાભ લેવા માટે તમારે 4 જૂન, 2015 સુધીમાં ટિકિટ બુક કરવી પડે અને તમારે 14 જુલાઇ સુધીમાં ટ્રિપ કમ્પ્લીટ કરવી પડે.
એમિરેટ્સે એશિયાના જાણીતા ડેસ્ટિનેશન માટે સેલ ઓફર રાખી છે. જેમાં મુંબઇની રિટર્ન ટિકિટ 955 દિરહામ, ચેન્નાઇની રિટર્ન ટિકિટ 1175 દિરહામ, દિલ્હીની રિટર્ન ટિકિટ 1025 દિરહામ રાખવામાં આવી છે.
તે એમિરેટ્સ સિવાય લંડન માટે 2735 દિરહામ, બોસ્ટન માટે 5115 દિરહામ, શિકાગો માટે 5615 દિરહામ અને ટોરોન્ટો માટે 6225 દિરહામની ઓફર લાવ્યું છે.
એતિહાદ એરલાઇન્સ અમુક ડેસ્ટિનેશન માટે લૉ-ફેર સ્કીમ લાવ્યું છે. જે માટે તમારે 24 ડિસેમ્બર, 2015 સુધીમાં ટિકિટ્સ બુક કરાવવાની રહેશે. આ સ્કીમ દરમિયાન તમે 18 જુલાઇથી 24 ડિસેમ્બર, 2015 દરમિયાન ટ્રાવેલ કરવું પડશે. શાળાઓમાં આ સમય દરમિયાન વેકેશન હોય છે, એટલે મોટી સંખ્યામાં પરિવારો આ સમયગાળામાં ટ્રાવેલ કરવાનું પસંદ કરતાં હોય છે.
બજેટ એરલાઇન્સ એર અરેબિયા સમર વેકેશનને ધ્યાનમાં રાખીને યુએઇમાંથી 32 ડેસ્ટિનેશન માટે ખાસ ઘટાડેલા રિટર્ન એર ફેરની સ્કીમ લાવ્યું છે. જેમાં ભાડું 299 દિરહામથી શરૂ થાય છે. આ સ્કીમ માટે મુસાફરોએ 26 મેથી પહેલી જૂન દરમિયાન બુકિંગ કરાવવું પડશે ને 10મી ડિસેમ્બર, 2015 સુધીમાં ટ્રાવેલ કરવું પડશે.