લાંચના ગુનામાં દોષિત બે ભારતીય એક્ઝિક્યૂટિવને 15 વર્ષની જેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓમાનની મલ્ટિનેશનલ એન્જિનિયરિંગ કંપની ગલ્ફાર એન્જિનિયરિંગના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પી. મોહમ્મદ અલી અને કંપનીના એક મેનેજરને લાંચના પાંચ કેસોમાં દોષિત સાબિત થતાં રવિવારે મસ્કત પ્રાઇમીર કોર્ટે બે ભારતીયો તથા અન્ય ત્રણ વ્યક્તિઓને 15 વર્ષોની જેલની સજા અને ભારે દંડ લગાવવામાં આવ્યો છે.

ગલ્ફારના પૂર્વ એમડીને 1.774 મિલિયન ઓમાની રિયાલ ( અંદાજે 28.24 કરોડ)નો અને ભારતીય મેનેજરને 5.34 લાખ ઓમાની રિયાલ (અંદાજે 8.50 કરોડ)નો દંડ ફટકાર્યો છે.

સજા કાપ્યા બાદ ને દંડ ભર્યા બાદ બંને ભારતીયોને પાછા મોકલવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે.
મોહમ્મદ અલી અને અન્ય ભારતીય મેનેજરે પેટ્રોલિયમ ડેવલપમેન્ટ ઓમાનના અધિકારીઓને લાંચ આપી હતી.

(તસવીરમાં ગલ્ફાર એન્જિનિયરિંગના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પી. મોહમ્મદ અલી)