તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીયો 'ડેન્જર ઝોન'માંથી સ્વદેશ પરત ફરે: વિદેશ મંત્રીએ કરી અપીલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજી ડેસ્ક: શુક્રવારે યમનના એડનમાં આવેલા વૃદ્ધાશ્રમ પર થયેલા હુમલા અંગે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરી ચિંતા વ્યક્ત કરી છે. સુષમા સ્વરાજે ડેન્જર ઝોનમાંથી વહેલી તકે સ્વદેશ પરત ફરવા ભારતીયોને અપીલ કરી છે.
શું કહ્યું સુષમા સ્વરાજે ?
- છેલ્લા ઘણા સમયથી અારબ દેશોમાં સ્થિતિ તણાવભરી છે.
- યમનના એડનમાં થયેલા હુમલા અંગે વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી.
- વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જણાવ્યુ કે તેઓએ એડનમાં વસતા ભારતીયોને હુમલા અંગે ચેતવ્યા હતા.
- ડેન્જર ઝોનમાં વસતા ભારતીયોને સ્વદેશ પરત ફરવા સુષમા સ્વરાજે અપીલ કરી છે.

4 ભારતીય નર્સોના મોત
યમનના એડન શહેરમાં આવેલા વૃદ્ધાશ્રમ પર શુક્રવારે સવારે આતંકી હુમલો થયો હતો, જેમાં 16 લોકોનાં મોતના નીપજ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, જે 16 લોકોના મોત થયા છે તેમાં ચાર ભારતીય નર્સોનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોએ વૃદ્ધોના હાથ બાંધી તેના પર ફાયરિંગ કર્યું હતુ. આતંકવાદીઓએ ગાર્ડ્સને પોતાની મમ્મીને મળવા આવ્યા હોવાનું કહી વૃદ્ધાશ્રમની અંદર પ્રવેશ કર્યો હતો. હુમલા પાછળ ISનો હાથ હોવાની અધિકારીઓને આશંકા છે. આતંકી હુમલામાં ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલ તથા ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ હેલ્થ સેન્ટરમાં ખસેડાયા હતા.

અેડનમાં સ્થિતિ કથળી
- પ્રેસિડેન્ટ અબેદરબ્બો મંસૂર હાદીએ અેડનને યમનની અસ્થાયી રાજધાની જાહેર કરી છે.
- રાજધાની સના પર સપ્ટેમ્બર 2014માં હાઉતી વિદ્રોહીઓએ કબજો કરી લીધો છે.
- સાઉદી અરેબિયા સરકારની મદદથી અહીંની સરકાર આતંકીઓ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે.
- અેડનમાં અવારનવાર આતંકીઓ હુમલાઓ કરી રહ્યાં છે.
- સોમવારે શેખ ઓથમેનમાં આત્મઘાતી કાર બ્લાસ્ટમાં ચાર સૈનિકોના મોત થયા હતા.
- જુલાઈમાં સરકારના કબજા પહેલા અેડન પર વિદ્રોહીઓનું રાજ હતું.
અન્ય ટ્વીટ જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...