દુબઇના બગડેલા સર્વરે બગાડી ગુજ્જુઓની દિવાળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તહેવારની ઊજવણી વિદેશમાં કરવાનું આયોજન મહિનાઓ અગાઉ થઈ જતું હોય છે. શહેરીજનો ટુર ઓપરેટર્સે મારફતે ટિકિટ્સ અને હોટલ બુકિંગ કરાવી લેતાં હોવાથી છેલ્લી ઘડીએ પ્રવાસની મજા ન બગડે. દુબઈમાં દિવાળી કરવાનું મન બનાવી ચૂકેલાં સંખ્યાબંધ શહેરીજનોએ ટુર ઓપરેટર્સને ૩૫થી 40 હજાર રૂપિયા પણ ચૂકવી દિધા હતાં. વિઝા માટેની કાર્યવાહીમાં શરૂ કરી હતી, દિવાળીનાં સમયગાળા દરમિયાન જ યુનાઈટેડ અરબ અમિરાત અને ખાસ કરીને દુબઈ ખાતે સર્વર ક્રેશ થતા એક સપ્તાહ સુધી વિઝાની કમ્પ્યૂટરાઈઝ કામગીરી થઈ શકી ન હતી.
એટલું જ નહીં, શુક્રવારે દુબઈમાં સાપ્તાહિક રજા અને શનિવારે નવા વર્ષની શરૂઆત હોવાના કારણે સર્વર રિપેરિંગની કામગીરી પણ થઈ શકી નહીં. જેના કારણે ત્યાંના પ્રશાસનને આ કામગીરી કમ્પ્યૂટર સિસ્ટમ વિના કરવાની ફરજ પડી હતી. જેના પગલે મોટી સંખ્યામાં લોકોને વિઝા મળી શક્યા નથી. જેને કારણે વિઝા વિના રઝળી પડેલાં લોકોને પૈસા ખર્ચા બાદ પણ દિવાળીમાં ઘરે જ રહેવું પડ્યું હતું. જો કે, કેટલાં ટુર ઓપરેટર્સ તેમનાં ગ્રાહકોને વધારાના ખર્ચ વિના અન્ય કોઈ સમયે દુબઈ મોકલવાની વ્યવસ્થા કરી આપવાનું વચન આપ્યું છે.
ગુજરાતીઓ કેવી રીતે રઝળી પડ્યા તે અંગે વધુ વાંચવા માટે સ્લાઇડ બદલતા રહો