તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઇમાં ગુજરાતી પરિવારની કરપણી હત્યા કરનારાને ફાંસીમાંથી મુક્તિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-૨૨ વર્ષથી જેલમાં રાવજીને હવે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા: સીબીઆઇ કોર્ટે ૨૦૧૧માં સજા ફટકારી હતી

દુબઇમાં રહેતા ગુજરાતી પરિવારના પાંચ સભ્યોની હત્યા કરનારા ઘરઘાટી અને નવસારીના ચીખલી ગામના વતની રાવજી પવારની ફાંસીની સજાને ઘટાડી ગુજરાત હાઇકોર્ટે તેને આજીવન કેદમાં તબદીલ કરી છે, સાથે સાથે કોર્ટે એવી જોગવાઇ પણ કરી છે કે, રાવજી જ્યાં સુધી સજામાં છે ત્યાં સુધી પેરોલ કે ફર્લો નહીં મળે. સીબીઆઈ કોર્ટે ઓગષ્ટ 2011માં રાવજીને હત્યા કેસમાં ફાંસીની સજા ફરમાવી હતી. આ કેસમાં રાવજી છેલ્લા ૨૨ વર્ષોથી જેલમાં જ છે.

કેસ શું હતો

દુબઇના અલ કરામા વિસ્તારમાં રહેતા મૂળ ગુજરાતના વતની રમેશભાઇ સાગરના ઘરે રાવજી પવારને ઘરઘાટી તરીકે રાખવામાં આવ્યો હતો. ૪ જાન્યુઆરી ૧૯૯૨ના રાવજીએ રમેશભાઇની 14 વર્ષીય દીકરી જ્યોતિ સાથે બળજબરી કરી તેનો બળાત્કાર કર્યો ત્યાર બાદ તેણે જ્યોતિની હત્યા કરી હતી. પછી ઘરમાં સાગર પરિવારના જે પણ સભ્યો આવતા ગયા તેમની રાવજીએ બેટ વડે માર મારી હત્યા કરી. આમ રાવજીએ એક જ પરીવારના રમેશ સાગર, તેમના માતા મૂડીબહેન,પત્ની રાજોરી,૧૪ વર્ષીય દીકરી જયોતિ અને પુત્ર જયેશનું ખૂન કરીને ફરાર થઇ ગયો હતો. બાદમાં તેના વતને તપાસ કરવામાં આવતા બનાવના ચાર દિવસ બાદ તે પકડાયો હતો.

(તસવીરઃ જમણે સાગર પરિવાર અને ડાબે હત્યારો રાવજી પવાર)
દુબઇમાં ગુજરાતી પરિવારની હત્યા અંગે વિગતવાર જાણવા માટે સ્લાઇડ બદલો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો