Home » NRG » Middle East » dubai tourism operators crores fraud with gujarati tourist for dubai tour

દુબઈમાં ફસાયા છે 1200 જેટલા ગુજરાતીઓ, ટુર્સ કંપની દ્વારા કરોડોની છેતરપિંડી

Divyabhaskar.com | Updated - Nov 01, 2017, 10:54 AM

ટુર્સ કંપનીનો માલિક ટુર ઓપરોટરોનાં કરોડો રૂપિયા લઈને પોર્ટુગલ ફરાર થઈ ગયો

 • dubai tourism operators crores fraud with gujarati tourist for dubai tour
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દુબઈઃ દિવાળીનું વેકેશન માણવા દુબઈ ગયેલા ગુજરાતીઓ સાથે કરોડોની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુબઈની ટુર્સ કંપનીએ ટુરના બહાને હજારો ગુજરાતીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ માટે કંપનીના માલિક સામે દુબઈ ટુરિઝમ તેમજ ભારતની કોન્સ્યુલેટમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
  શું છે સમગ્ર ઘટના?

  - દુબઈની નોર્થ ટુર્સ નામની ડીએમસી કંપનીએ અનેક ટુર્સ ઓપરેટરો પાસેથી પ્રવાસીઓનાં નામે રૂપિયા ઊઘરાવી લીધા હતા અને છેતરપિંડી કરી હતી.
  - જેના કારણે દુબઈમાં 1200 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. જો કે, તેમની વતન લાવવાની વ્યવસ્થા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા કરવામાં આવી રહી છે.
  - આ કેસમાં ટુર્સ કંપનીએ GSTના રૂપિયા બચાવવાની લોભામણી જાહેરાત આપીને પ્રવાસીઓ પાસેથી રોકડા રૂપિયા લઈ લીધા હતા.
  - રોકડે વ્યવહાર કર્યો હોવાના કારણે પ્રવાસીઓ પાસે ફરિયાદ કરવા માટે કોઈ પુરાવો પણ નથી.
  ટુર્સનો માલિક કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો

  - પ્રાપ્ત વિગતો અનુસાર, નોર્થ ટુર્સનો માલિક ટુર ઓપરોટરોનાં કરોડો રૂપિયા લઈને પોર્ટુગલ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
  - જેથી દિવાળીનું વેકેશન માણવા દુબઈ ગયેલા હજારો ગુજરાતીઓની દિવાળી બગડી છે.
  - આ ઉપરાંત નોર્થ ટુર્સની અમદાવાદ સ્થિત સ્થિત ઓફિસે પણ તાળા લાગી ગયા છે, જેના કારણે ઓપરેટર્સની હાલત કફોડી બની છે.
  શા માટે ફસાયા છે ગુજરાતીઓ?

  - એક જાણીતી ટ્રાવેલ્સ કંપનીએ જ તેના 90 પ્રવાસીઓ પાસેથી અંદાજે 21 હજાર ડોલર(અંદાજે 14 લાખ રૂપિયા) નોર્થ ટુર્સ કંપનીમાં જમા કરાવ્યા હતા.
  - આ રીતે ગુજરાતની 15 જેટલી કંપનીનાં અંદાજે 1200 પ્રવાસીઓનાં કરોડો રૃપિયા નોર્થ ટુર્સ કંપનીમાં જમા કરાવાયા હતા.
  - બીજી બાજુ ગુજરાતીઓ દુબઈ પહોંચ્યા બાદ હોટેલોમાં બિલ ન ચુકવાતા હજારો ફસાયા છે.
  - કારણકે બિલ ન ચુકવતા હોટેલ મેનેજમેન્ટે પ્રવાસીઓને બહાર જવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.
  આગળની વાંચો, ઘટનાની વધુ વિગતો...
 • dubai tourism operators crores fraud with gujarati tourist for dubai tour
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શું કહે છે એજન્ટ?

  એક એજન્ટે જણાવ્યું કે, નોર્થ ટુર કંપનીએ તેના વાયદા પ્રમાણે પ્રવાસીઓને કોઈ પ્રકારની સુવિધા પુરી પાડી નથી. દુબઈના જોવા લાયક સ્થળો જેવા કે, બુર્જ ખલિફા, ફરારી વર્ડ, દુબઈના સાઈડ સિન્સ, અબુધાબીની ટુર, મોસ્કના પેકેજ સાથે આપેલુ હતું. અહીથી પૈસા લીધા બાદ ત્યાં પૈસા ખાઈ ગ્યા અને કોઈ પણ પ્રકારની સગવડ આપી નહીં. હોટલમાં પણ ચેઈ ઈન થઈ ગયા બાદ જ્યારે ચેક આઉટ આવ્યું ત્યારે પૈસા માંગે છે અને કહે છે કે, અમને કોઈ પણ પ્રકારના પૈસા મળ્યા નથી. સામાન્ય રીતે 5-6 દિવસની ટુર હોય છે, ઘણા પ્રવાસીઓને કેટલીક વસ્તુઓ જોવાની રહી ગઈ હશે. અમને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર તરફથી મેસેજ મળ્યો છે કે તેઓ પ્રવાસીઓને ભારત લાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. 
 • dubai tourism operators crores fraud with gujarati tourist for dubai tour
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • dubai tourism operators crores fraud with gujarati tourist for dubai tour
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ