Home » NRG » Middle East » PM Narendra Modi to inaugurate Abu Dhabi first Hindu temple

અબુ ધાબીમાં આ જગ્યાએ બંધાશે સ્વામિનારાયણ મંદિર, ફોટા થયા વાયરલ

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 06:12 PM

BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્ધારા નિર્માણ થનાર આ આ મંદીરનું ઉદ્ધાટન દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે

 • PM Narendra Modi to inaugurate Abu Dhabi first Hindu temple
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  અબુ ધાબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)ની મુલાકાતે જઇ રહ્યા છે ત્યારે મુસ્લિમ દેશની આ રાજધાની અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદીર બનેશે. આ મંદિરનું નિર્માણ BAPS સ્વામીનારાયણ સંસ્થા કરશે. જેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે BAPS સંસ્થાએ હજુ સુધી આ ફોટોના અસલી હોવા અંગે કન્ફર્મેશન આપ્યું નથી.

  વડાપ્રધાન મોદી કરશે ભૂમિપૂજન


  BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્ધારા નિર્માણ થનાર આ આ મંદીરનું ઉદ્ધાટન દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. ભારતના વડાપ્રધાન 11 ફેબ્રુઆરીએ યુએઈની મુલાકાતે જશે ત્યારે આ મહત્ત્વનું ધાર્મિક કાર્ય પણ પાર પાડશે. આ વિશે અબુ ધાબી કન્સલ્ટ જનરલ ઓફ ઇન્ડિયાએ ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધ્યો છે. આ મંદિરનું નિર્માણકાર્ય અને સંચાલન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થશે. આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો પૂ.ઈશ્વરચરણદાસજી, પૂ.બ્રહ્મવિહારીદાસજી સહિત સંતો પણ ત્યાં પહોંચશે.

 • PM Narendra Modi to inaugurate Abu Dhabi first Hindu temple
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુએઈ સરકાર દ્વારા ૨૫,૦૦૦ સ્ક્વેરફીટનો પ્લોટ મંદિરના નિર્માણ માટે ફાળવવામાં આવ્યો છે અને તેની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈની પ્રથમ મુલાકાત ઓગસ્ટ-૨૦૧૫માં થઈ ત્યારે પ્રાપ્ત થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દુબઈ ખાતે આ ખાતમુહૂર્તનું જીવંત પ્રસારણ પણ જોવા મળશે. દુબઈ ઓપેરા ખાતે ૧૧ ફેબ્રુઆરીએ વિવિધ ક્ષેત્રના બધા જ નિમંત્રિત મહાનુભાવો અબુ ધાબીના ધંટૂટ સ્થિત મંદિરના સ્થળે થઈ રહેલા ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ જોઈ શકશે. 


  આ માટે ભારતીય દૂતાવાસ અને દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ, બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સાથે રહીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવી રહી છે.

 • PM Narendra Modi to inaugurate Abu Dhabi first Hindu temple
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • PM Narendra Modi to inaugurate Abu Dhabi first Hindu temple
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ