UAE: નોકરી માટે દુબઇ જવાનો પ્લાન હોય તો જાણી લો તમારાં અધિકાર

જો તમે દુબઇ જઇ રહ્યા છો અથવા કોઇ ફર્મમાં જોબ કરો છો તો તમારાં માટે આ અધિકારો જાણવા અત્યંત જરૂરી છે. (ફાઇલ)
જો તમે દુબઇ જઇ રહ્યા છો અથવા કોઇ ફર્મમાં જોબ કરો છો તો તમારાં માટે આ અધિકારો જાણવા અત્યંત જરૂરી છે. (ફાઇલ)

divyabhaskar.com

Aug 13, 2018, 05:54 PM IST

એનઆરજી ડેસ્કઃ ભારતમાંથી દર વર્ષે લાખો લોકો દુબઇ અથવા યુએઇમાં જોબ માટે જાય છે. ઘણીવાર એવા રિપોર્ટ્સ આવે છે કે, અહીં તેઓની સેલેરીમાં ઘટાડો કર્યો અથવા કંપની અનેક મહિનાઓ સુધી સેલેરી આપ્યા વગર જ કામ કરાવી રહી છે. ઘણીવાર તો જે-તે વ્યક્તિના દસ્તાવેજ સુદ્ધાં છીનવી લીધા હોવાના સમાચારો સામે આવે છે. સામાન્ય ધારણા એવી બની ગઇ છે કે, દુબઇમાં તો ખાસ ધ્યાન રાખીને જોબ કરો નહીં તો તમારી સાથે કંઇ પણ થઇ શકે છે. જો કે, એવું નથી. અહીંની સરકાર પોતાના ત્યાં કામ કરતા વિદેશી નાગરિકોને કેટલાંક અધિકારો પણ આપે છે. જો તમે યુએઇની કોઇ પણ ફર્મમાં કામ કરી રહ્યા છો તો કંપની તમારો સેલેરી તમારી ઇચ્છા વિરૂદ્ધ ઘટાડી નથી શકતી.

કેનેડામાં કેવું છે ગુજરાતીઓનું જીવન? કાઠિયાવાડી યુવાનનો વીડિયો થયો વાઇરલ


વિદેશી પ્રોફેશનલ્સને મળે છે આટલા અધિકાર


- દુબઇના ન્યૂઝપેપર ખલીઝ ટાઇમ્સમાં અનેક દેશોમાં કામ કરતી લૉ ફર્મ Ashish Mehta & Associates તરફથી લખેલા એક આર્ટિકલ અનુસાર, યુએઇનો લેબલ લૉ પોતાને ત્યાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને અનેક પ્રકારના અધિકાર આપે છે.
- જો તમે દુબઇ જઇ રહ્યા છો અથવા કોઇ ફર્મમાં જોબ કરો છો તો તમારાં માટે આ અધિકારો જાણવા અત્યંત જરૂરી છે.
- જો તમારી કંપની તમારી કોઇ પ્રકારે છેતરપિંડી કરે છે, તો તમારી પાસે યુએઇના કાયદા અનુસાર, ન્યાય મેળવવાનો અધિકાર છે.

જાણો, તમારાં અધિકારો અંગે...


H-1Bની રાહ જોતાં ભારતીયો કેનેડા તરફ વળ્યા, વિઝા અપ્રૂવલમાં 200% વધારો


1) સેલેરી ઘટાડી ના શકે કંપની


- દુબઇમાં કામ કરતી કોઇ પણ કંપની સ્પષ્ટ રીતે પોતાના કર્મચારીના સેલેરીમાં ઘટાડો ના કરી શકે. આવું કરવા માટે કંપનીએ તમારી મંજૂરી લેવી પડશે.


2) તમારી પોઝિશન ઘટાડવાનો પણ અધિકાર નથી


- UAEના કાયદા અનુસાર, અહીં કામ કરતી કોઇ પણ ફર્મની પાસે પોતાના કર્મચારીની ડેઝિગ્નેશન ઘટાડવાનો અધિકાર નથી. આવું થાય તો તમે કંપની વિરૂદ્ધ લેબર કોર્ટ જઇ શકો છો.
- કંપનીને આવું કરવું હોય તો તમારી મંજૂરી લેવી જરૂરી છે.


UAEએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફાર, 28 લાખ ભારતીયોને થશે ફાયદો


3) માત્ર આટલાં કામ માટે કાપી શકે છે પગાર


- જો તમે દુબઇની કોઇ કંપનીમાં કામ કરો છો તો તેઓ પૈસામાં કપાત અમુક નિયમો હેઠળ કરી શકે છે. જો કે, આ કપાત પીએફ જેવી સોશિયલ વેલફેર સ્કિમ માટે જ હોઇ શકે છે.
- કોઇ પણ કંપની માત્ર એવી સ્કિમ્સના નામે જ પૈસા કાપી શકે, જેને ત્યાંની સરકારે અપ્રૂવ કરી છે. બાકી કોઇ સ્કિમના નામે પૈસા કાપવામાં આવે તો તમે લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકો છો.

માત્ર 45 દિવસમાં જ મળી જશે કેનેડાના સ્ટુડન્ટ વિઝા, આટલા ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર


યુએઇનો કાયદો આપે છે આટલા અધિકાર


- રિપોર્ટ અનુસાર, રોજગાર સાથે જોડાયેલા યુએઇના 1980ના કાયદાના આર્ટિકલ 60 સાથે જોડાયેલા નિયમ નંબર 8 અનુસાર, કોઇ પણ કર્મચારીના વેતનમાંથી કપાક અમુક વિશેષ પરિસ્થિતિઓમાં જ થઇ શકે છે.
- જે અનુસાર, જો તમને એમ્પ્લોયરે નક્કી કરેલી રકમથી વધુ સેલેરી આપી દીધી હોય અથવા સોશિયલ સિક્યોરિટી ફંડમાં પૈસા જમા કરાવવાના છે એવા સંજોગોમાં જ પગારમાં ઘટાડો કરી શકાય છે.


(નોંધઃ કામકાજ સાથે જોડાયેલા આ કાયદાઓ માત્ર યુએઇમાં જ લાગુ થાય છે. સાઉદી અરેબિયા અથવા અન્ય દેશોમાં બીજાં કાયદાઓ લાગૂ થાય છે.)

X
જો તમે દુબઇ જઇ રહ્યા છો અથવા કોઇ ફર્મમાં જોબ કરો છો તો તમારાં માટે આ અધિકારો જાણવા અત્યંત જરૂરી છે. (ફાઇલ)જો તમે દુબઇ જઇ રહ્યા છો અથવા કોઇ ફર્મમાં જોબ કરો છો તો તમારાં માટે આ અધિકારો જાણવા અત્યંત જરૂરી છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી