Home » NRG » Middle East » UAE-based Indian-origin tycoons pledge Rs 125 mn for flood-hit Kerala

કેરળ પૂર પીડિતોને ભારતીય મૂળના અબજપતિઓએ 12 કરોડ રૂપિયાથી વધુની મદદ કરી

Divyabhaskar.com | Updated - Aug 20, 2018, 06:05 PM

કેરળમાં 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અંદાજિત 200 લોકોનાં જીવ ગયા છે

  • UAE-based Indian-origin tycoons pledge Rs 125 mn for flood-hit Kerala
    સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય મૂળના અબજોપતિ ઉદ્યોગપતિઓએ કેરળમાં પૂર પીડિતાની સહાયતા માટે 12.5 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી

    એનઆરજી ડેસ્કઃ સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય મૂળના અબજોપતિ ઉદ્યોગપતિઓએ કેરળમાં પૂર પીડિતોની સહાયતા માટે 12.5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મીડિયામાં આ સમાચાર અંગે જાણકારી આપવામાં આવી છે. કેરળમાં 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અંદાજિત 200 લોકોનાં જીવ ગયા છે. 3.14 લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે.


    કેરળ પૂર પીડિતો પર કરી અભદ્ર કોમેન્ટ, ઓમાનમાં ગઈ ભારતીયની નોકરી


    - લુલુ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેરળમાં જન્મેલા બિઝનેસમેન યૂસુફ અલી એમએએ કેરળ માટે પાંચ કરોડ રૂપિયાની મદદથી જાહેરાત કરી છે.
    - વળી, ફાતિમા હેલ્થકેર ગ્રૂપના ચેરમેન કેપી હુસૈને પાંચ કરોડ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, આ પાંચ કરોડ રૂપિયામાંથી ેક કરોડ રૂપિયા સીધા મુખ્યમંત્રી રાહત કોષમાં જશે, જ્યારે બાકીની રકમ ચિકિત્સા રાહત સહાયતા માટે આપવામાં આવશે.
    - યુએઇની અન્ય ઉદ્યોગપતિઓએ પણ કેરળ પુર પીડિતોની મદદ કરવાની ઘોષણા કરી છે. ભારતમાં જન્મેલા અબજોપતિ ઉદ્યોગપતિ તથા યૂનિમની અને યુએઇ એક્સચેન્જના ચેરમેન બી આર શેટ્ટીએ આ માટે બે કરોડ રૂપિયા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

    - એસ્ટમ ડીએમ હેલ્થકેરના સંસ્થાપક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આઝાદ મોપેને પાંચ કરોડ રૂપિયાની મદદ માટે આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રૂપે કહ્યું કે, તેઓ 300 કાર્યકાર્તાઓની રાહત સહાયતા ટીમ બનાવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ