Divya Bhaskar

Home » NRG » Middle East » Temple school in Pakistan where Muslim woman teaches Hindu student

PAK: મંદિરમાં બનેલી સ્કૂલમાં હિન્દુ બાળકોને અભ્યાસ કરાવે છે મુસ્લિમ ટીચર, સલામના જવાબમાં બાળકો કહે છે જય શ્રી રામ!

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 07:30 PM

1960ના દાયકામાં સિંધના કબાઇલી વિસ્તાર ઘોટડીથી અનેક હિંદુ પરિવાર કરાંચી આવ્યા હતા

  • Temple school in Pakistan where Muslim woman teaches Hindu student
    હિંદુ સમુદાયના નેતા શિવ ધારણીએ જણાવ્યું કે, ચાર વર્ષમાં બે ઘટનાઓ થઇ ચૂકી છે, જ્યારે હિંદુઓના મકાનોને સળગાવી દીધા છે.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અહીંના એક હિંદુ મંદિરમાં સ્કૂલ ચાલે છે, જ્યાં શિક્ષિકા અનુમ આગા બુરખો પહેરીને હિંદુ બાળકોને ભણાવે છે. ક્લાસમાં દાખલ થતાં જ તે સલામ કરે છે. બાળકો તેનો જવાબ જય શ્રી રામ બોલીને આપે છે. મંદિરને પડાવી લેવા માટે ભૂ-માફીયા ઘણીવાર ધમકી આપી ચૂક્યા છે, પરંતુ અનુમ જરા પણ ડરી નહીં અને પોતાની જવાબદારીઓથી પીછેહઠ ના કર્યુ.

    - મંદિરની આસપાસ અસ્ત-વ્યસ્ત ઘરોમાં 80-90 હિંદુ પરિવારો રહે છે. અભ્યાસ બાદ અનુમ બાળકોના ઘરે જઇને વાતચીત કરે છે.
    - અનુમે જણાવ્યું કે, જ્યારે હું લોકોને મંદિરમાં ચાલી રહેલી સ્કૂલ અંગે માહિતી આપું છું તો તેઓને આશ્ચર્ય થાય છે. પરંતુ અમારી પાસે અન્ય કોઇ સ્થળ નથી જ્યાં સ્કૂલ ચલાવી શકાય.
    - બાળકોના ક્લાસ મંદિરના જે હિસ્સામાં લાગે છે, ત્યાં આસપાસમાં જ દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.


    હિંદુ પરિવારોને મળી રહી છે ધમકીઓ


    - હિંદુ સમુદાયના નેતા શિવ ધારણીએ જણાવ્યું કે, ચાર વર્ષમાં બે ઘટનાઓ થઇ ચૂકી છે, જ્યારે હિંદુઓના મકાનોને સળગાવી દીધા છે. તેઓને આ વિસ્તાર છોડવા માટે સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
    - હાલમાં જ એડમિનિસ્ટ્રેશને હિન્દુઓના ઘરોના વીજળી-પાણીનું કનેક્શન પણ કાપી નાખ્યું હતું.
    - 1960ના દાયકામાં સિંધના કબાઇલી વિસ્તાર ઘોટકીથી અનેક હિન્દુ પરિવારો કરાંચી આવ્યા હતા. ત્યારબાદથી અહીં હિન્દુ-મુસ્લિમોની વચ્ચે તણાવ વધી રહ્યો છે. થોડાં સમય પહેલાં પણ અહીં તણાવ થયો હતો.
    - તે સમયે એક મુસ્લિમે આ વિસ્તારમાં મંદિરની જમીન પર મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. એક માનવાધિકાર કાર્યકર્તા આરિફ હબીબ જણાવે છે કે, ભૂ-માફિયા મૌલવીઓને આ વાત માટે ઉશ્કેરણી કરી રહ્યા છે કે, હિન્દુઓનું મુસ્લિમોની પાડોશમાં રહેવું યોગ્ય નથી. હિન્દુઓથી આપણને જોખમ છે.
    - ભૂ-માફિયા ઇચ્છે છે કે, હિંદુ સમુદાય, મંદિરવાળી જગ્યા ખાલી કરી દે. આરીફ જ અનુમને સ્કૂલમાં ભણાવવા માટે લાવ્યા હતા.


    મુસ્લિમ સમુદાય હિન્દુઓને નજીક રહેવા દેવા નથી ઇચ્છતા


    - અનુમ કહે છે કે, મંદિરની પાસે રહેતા મુસ્લિમ નથી ઇચ્છતા કે અહીં હિંદુ રહે. તેઓ તેઓને નીચલા દરજ્જાના સમજે છે.
    - હું સ્કૂલમાં ભણાવવા માટે નથી જઇ રહી કારણ કે, તેઓને પોતાના મૂળ અધિકારો અંગે જાણકારી નથી. તેઓના બાળકોને શિક્ષણની જરૂર છે. આ વિસ્તારના હિંદુ એ વાતથી ખુશ છે કે, તેમના બાળકો અને ખાસ કરીને બાળકીઓને ભણાવવા માટે દૂર નથી જવું પડતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending