અબુ ધાબીમાં બંધાશે પહેલું હિન્દુ મંદીર, PM મોદી કરશે ભૂમિપૂજન

યુએઈ સરકાર દ્વારા ૨૫,૦૦૦ સ્ક્વેરફીટનો પ્લોટ મંદિરના નિર્માણ માટે ફાળવવામાં આવ્યો છે

divyabhaskar.com | Updated - Jan 29, 2018, 12:57 PM
ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

અબુ ધાબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)ની મુલાકાતે જઇ રહ્યા છે ત્યારે મુસ્લિમ દેશની આ રાજધાની અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદીર બનેશે. આ મંદિરનું નિર્માણ BAPS સ્વામીનારાયણ સંસ્થા કરશે.


વડાપ્રધાન મોદી કરશે ભૂમિપૂજન


BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્ધારા નિર્માણ થનાર આ આ મંદીરનું ઉદ્ધાટન દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. ભારતના વડાપ્રધાન 11 ફેબ્રુઆરીએ યુએઈની મુલાકાતે જશે ત્યારે આ મહત્ત્વનું ધાર્મિક કાર્ય પણ પાર પાડશે. આ વિશે અબુ ધાબી કન્સલ્ટ જનરલ ઓફ ઇન્ડિયાએ ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધ્યો છે. આ મંદિરનું નિર્માણકાર્ય અને સંચાલન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થશે. આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો પૂ.ઈશ્વરચરણદાસજી, પૂ.બ્રહ્મવિહારીદાસજી સહિત સંતો પણ ત્યાં પહોંચશે.


નોંધઃ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે થયો છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

યુએઈ સરકાર દ્વારા ૨૫,૦૦૦ સ્ક્વેરફીટનો પ્લોટ મંદિરના નિર્માણ માટે ફાળવવામાં આવ્યો છે અને તેની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈની પ્રથમ મુલાકાત ઓગસ્ટ-૨૦૧૫માં થઈ ત્યારે પ્રાપ્ત થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દુબઈ ખાતે આ ખાતમુહૂર્તનું જીવંત પ્રસારણ પણ જોવા મળશે. દુબઈ ઓપેરા ખાતે ૧૧ ફેબ્રુઆરીએ વિવિધ ક્ષેત્રના બધા જ નિમંત્રિત મહાનુભાવો અબુ ધાબીના ધંટૂટ સ્થિત મંદિરના સ્થળે થઈ રહેલા ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ જોઈ શકશે. 


આ માટે ભારતીય દૂતાવાસ અને દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ, બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સાથે રહીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવી રહી છે. 

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

નોંધનીય છે કે બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS) એ એક સામાજિક-આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે, જેના દ્વારા અબુ ધાબીમાં સૌપ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય અને સંચાલનકાર્ય થશે.


જ્યારે દુબઈ ખાતેના કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવવામાં આવ્યું કે આ ખાતમુહૂર્ત માટે ૨,૦૦૦ જેટલા વિવિધ ક્ષેત્રના નામાંકિત ભારતીયોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ‘થોડા જ સમયના ગાળામાં ભારતીય વડાપ્રધાન બીજી વખત યુએઈની મુલાકાત લઈ રહ્યાં છે. આ એક સુંદર કોમ્યુનિટી ઈવેન્ટ બની રહેશે. જેમાં બધા જ ક્ષેત્રના નામાંકિત ભારતીયો કે જેમાં વેપાર, સામાજિક ક્ષેત્ર સહિત જુદા-જુદા ક્ષેત્રના અગ્રણીઓ-શ્રેષ્ઠીઓ પધારશે.’.

X
ફાઇલ ફોટોફાઇલ ફોટો
ફાઇલ ફોટોફાઇલ ફોટો
ફાઇલ ફોટોફાઇલ ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App