• Home
  • NRG
  • Middle East
  • Pakistan refuses to give treatment to Indian passenger even after landing in Lahore

પ્લેનમાં બગડી ભારતીયની તબિયત, લાહોરમાં ફ્લાઇટ ઉતાર્યા બાદ પણ PAK ડોક્ટરોએ ઇલાજનો કર્યો ઇન્કાર

(તસવીરઃ પ્રતિકાત્મક)
(તસવીરઃ પ્રતિકાત્મક)

divyabhaskar.com

Aug 14, 2018, 06:55 PM IST

એનઆરજી ડેસ્કઃ પાકિસ્તાનનો અમાનવીય ચહેરો વધુ એક વખત સામે આવ્યો છે. ભારતથી તુર્કીની હવાઇ યાત્રા દરમિયાન રાજસ્થાનના ભિવાડી શહેરના રહેવાસી વિપિનનું સ્વાસ્થ્ય અચાનક બગડ્યા બાદ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ જોતા પાઇલટે લાહોર એરપોર્ટ પર પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કર્યો. લેન્ડિંગ બાદ પાકિસ્તાને ભારતીય નાગરિકને મેડિકલ સહાયતા આપવાનો ઇનકાર કરી દીધો. આ માટે પાકિસ્તાને વિપિન ભારતીય હોવાનું કારણ આગળ ધર્યુ. હાલ તેનો ઇલાજ ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.


- આ ઘટના 13 ઓગસ્ટની છે. વિપિન ત્રણ કલાક સુધી લાહોરમાં તુર્કી એરલાઇન્સમાં તડપતો રહ્યો. અંતે તુર્કી એરલાઇન્સ ફરીથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા અને તેને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કર્યો. વિપિનની હાલત હજુ પણ ગંભીર છે.
- વિપિનની સાથે મુસાફરી કરી રહેલા પંકજ મહેતાએ આ ઘટનાક્રમની જાણકારી આપતા પીએમ મોદી અને વિદેશ મંત્રીને ટ્વીટ કરી હતી.
- વિપિન એક વીમા કંપનીમાં સેલ્સ મેનેજર છે અને કંપનીની તરફથી 3 દિવસની ટૂર પર તુર્કી જઇ રહ્યો હતો.


રાત્રે 10 વાગ્યે અચાનક લથડી તબિયત


- પંકજ મહેતાના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટ મોડી સાંજે ફ્લાઇટથી ઇસ્તાંબુલ એરપોર્ટથી દિલ્હી માટે તેઓ રવાના થયા હતા.
- રાત્રે અંદાજિત એક વાગ્યે તે બેહોશ થઇ ગયો. ક્રૂ પાસે મદદ માગી અને ત્યાં મોજૂદ એક ભારતીય ડોક્ટરે તેને સંભાળવાની કોશિશ પણ કરી.
- ઇમરજન્સીને જોતાં પાઇલટે 1.30 વાગ્યે પ્લેન લાહોર એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું પરંતુ હોસ્પિટલમાં ભરતી કરાવવાની ડોક્ટર સલાહ છતાં પણ પાકિસ્તાનના ડોક્ટરોએ આનાકાની કરી.
- અંદાજિત 3 કલાક બાદ ફ્લાઇટ દિલ્હી માટે રવાના થઇ ગઇ.

X
(તસવીરઃ પ્રતિકાત્મક)(તસવીરઃ પ્રતિકાત્મક)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી