ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» 3 કરોડની વસતીમાં મલય જાતિના અંદાજિત બે તૃતિયાંશ લોકો | current Attorney General Mohamad Apandi Ali and replacing him with Tommy Thomas

  મલેશિયાઃ 55 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય પહોંચ્યો આ પદે, થયો વિરોધ

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 07:17 PM IST

  અલ્પસંખ્યકની નિયુક્તિ બાદ મલેશિયાના અનેક સંગઠનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે
  • મલેશિયાઃ 55 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય પહોંચ્યો આ પદે, થયો વિરોધ
   મલેશિયાઃ 55 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય પહોંચ્યો આ પદે, થયો વિરોધ

   એનઆરજી ડેસ્કઃ મલેશિયાના રાજાએ દેશના નવા એટર્ની જનરલ તરીકે એક ભારતીય મૂળના વ્યક્તિને નિયુક્ત કર્યા છે. સોમવારે રોયલ પેલેસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુલતાન મોહમ્મદ પંચમે એટર્ની જનરલે મોહમ્મદ અપંદી અલીને હટાવી દીધા છે. તેઓના સ્થાને હવે ભારતીય મૂળના ટોમી થોમસને પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. મલેશિયામાં 55 વર્ષોમાં આવું પહેલીવાર છે કે, કોઇ લઘુમતિ વર્ગના વ્યક્તિને આ પદે નિયુક્ત કરવામાં આવ્યા હોય.


   મલય-મુસ્લિમ વ્યક્તિની નિયુક્તિની ડિમાન્ડ


   - મલેશિયાના મલય જાતિના લોકોનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠનની માંગ હતી કે, દેશના સૌથી મોટાં કાયદા પદને કોઇ મુસ્લિમને આપવામાં આવે, જેથી અધિકારીક ધર્મ તરીકે ઇસ્લામની રક્ષા થઇ શકે.
   - ઉલ્લેખનીય છે કે, મલેશિયાની અંદાજિત 3 કરોડની વસતીમાં મલય જાતિના અંદાજિત બે તૃતિયાંશ લોકો છે.


   ધર્મ અને વર્ગના આધારે ના થવો જોઇએ ભેદભાવ


   - રોયલ પેલેસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સુલતાન તમામ દેશવાસીઓને અપીલ કરે છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે થોમસની નિયુક્તિથી કોઇ પ્રકારના ધાર્મિક અથવા જાતિગત સંઘર્ષ પેદા ના થાય. જો કે, દરેક મલેશિયનની સાથે નિષ્પક્ષ વર્તાવ જરૂરી છે, પછી તે કોઇ પણ ધર્મ અથવા વર્ગનો હોય.

   પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે આગળ કર્યુ નામ


   - મલેશિયાના નવનિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદે હાલમાં જ એટર્ની જનરલ અપંદી અલીને હટાવવા માટે દેશના જાણીતા વકીલ ટોમી થોમસને પદ માટે નામાંકિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
   - જો કે, સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, કેટલાંક સંગઠનોએ મહાતિરને બીજાં નામો પર વિચાર કરવાનું કહ્યું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 3 કરોડની વસતીમાં મલય જાતિના અંદાજિત બે તૃતિયાંશ લોકો | current Attorney General Mohamad Apandi Ali and replacing him with Tommy Thomas
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `