Home » NRG » Middle East » 1947 બાદ અહીં વસતા હિન્દુ આ મંદિરની દેખરેખ કરતા હતા | Pak Punjab Govt Releases Rs 20 Million To Renovate Krishna Temple

PAK: 121 વર્ષ જૂના એકમાત્ર હિન્દુ મંદિરનો થશે જિર્ણોદ્ધાર, સરકારે આપ્યું 2 કરોડનું ફંડ

Divyabhaskar.com | Updated - May 20, 2018, 07:47 PM

1897માં સદ્દરમાં કાંચી મલ અને ઉજાગર મલ રામ પાંચાલે આ મંદિરનું નિર્માણ કર્યુ હતું. વિભાજન બાદ તે રાવલપિંડીમાં આવ્યું.

 • 1947 બાદ અહીં વસતા હિન્દુ આ મંદિરની દેખરેખ કરતા હતા | Pak Punjab Govt Releases Rs 20 Million To Renovate Krishna Temple
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  1947 બાદ અહીં વસતા હિન્દુ આ મંદિરની દેખરેખ કરતા હતા. પરંતુ 1970માં તેને ઇટીપીબીના નિયંત્રણમાં આપી દેવામાં આવ્યું. (ફાઇલ)


  એનઆરજી ડેસ્કઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંત સરકારે રાવલપિંડીના કૃષ્ણામંદિરના જીર્ણોદ્ધાર માટે 2 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ રકમ મંદિરમાં પૂજા પાઠ અને હિન્દુ તહેવારો માટે તેને અનુરૂપ બનાવવા માટે જાહેર કરવામાં આવી છે.

  2 શહેરોમાં એકમાત્ર મંદિર


  - કૃષ્ણ મંદિર રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં એકમાત્ર મંદિર છે, જ્યાં નિયમિત પૂજા થાય છે. અહીં સવારે અને સાંજે બંને સમયે નિયમિત પૂજા થાય છે. તેમાં 6થી 7 લોકો સામેલ થાય છે.


  ટૂંક સમયમાં શરૂ થશે નિર્માણ કાર્ય


  - ડોનના જણાવ્યા અનુસાર, શરણાર્થી ટ્રસ્ટ સંપત્તિ બોર્ડ (ઇટીપીબી)ના ડેપ્યુટી મેનેજર મોહમ્મદ આસિફે જણાવ્યું કે, સરકારે પંજાબ એસેમ્બલીના સભ્યોની માંગણી પર 2 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.
  - તેઓએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આ કામ શરૂ થઇ જશે. જેના માટે ટીમ નિરિક્ષણ પણ કરી ચૂકી છે. કેવા પ્રકારે કામ થવાનું છે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. જે સ્થળે નવું નિર્માણ કાર્ય થશે, તેને બંધ રાખવામાં આવશે. જેવું મંદિરમાં કામ પૂર્ણ થઇ જશે, અહીં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવશે.


  1897માં થયું હતું નિર્માણ


  - 1897માં સદ્દમાં કાંચી મલ અને ઉજાગર મલ રામ પાંચાલે આ મંદિરનું નિર્માણ કર્યુ હતું. ભાગલા બાદ તે રાવલપિંડીનું એકમાત્ર મંદિર બની રહ્યું.
  - 1947 બાદ અહીં વસતા હિન્દુઓ આ મંદિરની દેખરેખ કરતા હતા. પરંતુ 1970માં તેને ઇટીપીબીના નિયંત્રણમાં આપી દેવામાં આવ્યું. 1980 સુધી ઇસ્લામાબાદમાં રહેતા ભારતીય રાજદૂત અહીં પૂજા કરવા આવતા હતા.
  - વળી, અહીં રહેતા લોકોનું કહેવું છે કે, આ મંદિરનું ક્ષેત્ર પણ વધવું જોઇએ.

 • 1947 બાદ અહીં વસતા હિન્દુ આ મંદિરની દેખરેખ કરતા હતા | Pak Punjab Govt Releases Rs 20 Million To Renovate Krishna Temple
  કૃષ્ણ મંદિર રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં એકમાત્ર મંદિર છે. જ્યાં નિયમિત પૂજા થાય છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ