ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» મને લાગ્યું કે મારા મિત્રો ભેગા મળીને મારી સાથે મજાક કરી રહ્યા છે | I thought it was some friend pulling my leg

  દુબઇમાં ભારતીય ડ્રાઇવરની કિસ્મત ખૂલી, 21 કરોડની લોટરી લાગી

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 03:01 PM IST

  જૉન વર્ગિસ અત્યાર સુધી સાદો ફોન વાપરતો હતો, હવે સ્માર્ટફોન ખરીદશે
  • જૉનનું કહેવું છે કે તે લોટરીના પૈસામાંથી સૌપ્રથમ એક સ્માર્ટફોન ખરીદવા ઇચ્છે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જૉનનું કહેવું છે કે તે લોટરીના પૈસામાંથી સૌપ્રથમ એક સ્માર્ટફોન ખરીદવા ઇચ્છે છે. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ દુબઇમાં ડ્રાઇવર તરીકે કામ કરતો એક ભારતીય અચાનક કરોડપતિ બની જતાં ખુશખુશાલ થઇ ગયો છે. તેનું નામ જૉન વર્ગિસ છે. તે મૂળ કેરળનો વતની છે. તેને 1.20 કરોડ દિરહામ (અંદાજે 21 કરોડ રૂપિયા)ની લોટરી લાગી છે. તે 2016માં દુબઇ ગયો હતો અને ત્યારથી ત્યાં એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર છે.

   મને લાગ્યું કે, મિત્રો એપ્રિલ ફૂલ બનાવે છેઃ જૉન

   - લોટરી જીત્યા બાદ જૉન ખૂબ ખુશ છે. તેણે જણાવ્યું કે, 'મને વિશ્વાસ જ નહોતો થતો કે હું આટલું મોટું ઇનામ જીતી ગયો છું.

   - એપ્રિલ ફૂલ તાજેતરમાં જ ગયો છે. મને લાગ્યું કે મારા મિત્રો ભેગા મળીને મારી સાથે મજાક કરી રહ્યા છે. મારા પર આવેલો ફોન મને બોગસ લાગ્યો.'

   - તેને પાકા પુરાવા મળ્યા પછી પણ તેણે કેરળમાં તેના પરિવારને કંઇ જણાવ્યું નહોતું.

   હવે ખરીદશે સ્માર્ટફોન

   - જૉનનું કહેવું છે કે તે લોટરીના પૈસામાંથી સૌપ્રથમ એક સ્માર્ટફોન ખરીદવા ઇચ્છે છે, કેમ કે હાલ તે સાદો ફોન વાપરી રહ્યો છે. બાકીના પૈસાનું બે સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરશે.

   - જૉને એમ પણ કહ્યું કે તેના મિત્રોને પણ ભૂલશે નહીં અને થોડા-થોડા પૈસા તેમને પણ આપશે તથા થોડા પૈસામાંથી જરૂરિયાતમંદોને મદદ પણ કરશે.

   - ઉલ્લેખનીય છે કે દુબઇમાં ભારતીયોને લોટરી લાગવી એ જાણે સામાન્ય વાત થઇ ગઇ છે. અગાઉ પણ કેરળનો એક યુવક લોટરી જીતી ચૂક્યો છે.

   - ગયા વર્ષે ઓક્ટોબરમાં જે 10 લોકોને લોટરી લાગી હતી તેમાંથી 8 ભારતીય હતા. તે લોટરીમાં દરેક વિજેતાને 1.78 કરોડ રૂપિયા મળ્યા હતા.

  • દુબઇમાં ભારતીયોને લોટરી લાગવી એ જાણે સામાન્ય વાત થઇ ગઇ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુબઇમાં ભારતીયોને લોટરી લાગવી એ જાણે સામાન્ય વાત થઇ ગઇ છે. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ દુબઇમાં ડ્રાઇવર તરીકે કામ કરતો એક ભારતીય અચાનક કરોડપતિ બની જતાં ખુશખુશાલ થઇ ગયો છે. તેનું નામ જૉન વર્ગિસ છે. તે મૂળ કેરળનો વતની છે. તેને 1.20 કરોડ દિરહામ (અંદાજે 21 કરોડ રૂપિયા)ની લોટરી લાગી છે. તે 2016માં દુબઇ ગયો હતો અને ત્યારથી ત્યાં એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર છે.

   મને લાગ્યું કે, મિત્રો એપ્રિલ ફૂલ બનાવે છેઃ જૉન

   - લોટરી જીત્યા બાદ જૉન ખૂબ ખુશ છે. તેણે જણાવ્યું કે, 'મને વિશ્વાસ જ નહોતો થતો કે હું આટલું મોટું ઇનામ જીતી ગયો છું.

   - એપ્રિલ ફૂલ તાજેતરમાં જ ગયો છે. મને લાગ્યું કે મારા મિત્રો ભેગા મળીને મારી સાથે મજાક કરી રહ્યા છે. મારા પર આવેલો ફોન મને બોગસ લાગ્યો.'

   - તેને પાકા પુરાવા મળ્યા પછી પણ તેણે કેરળમાં તેના પરિવારને કંઇ જણાવ્યું નહોતું.

   હવે ખરીદશે સ્માર્ટફોન

   - જૉનનું કહેવું છે કે તે લોટરીના પૈસામાંથી સૌપ્રથમ એક સ્માર્ટફોન ખરીદવા ઇચ્છે છે, કેમ કે હાલ તે સાદો ફોન વાપરી રહ્યો છે. બાકીના પૈસાનું બે સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરશે.

   - જૉને એમ પણ કહ્યું કે તેના મિત્રોને પણ ભૂલશે નહીં અને થોડા-થોડા પૈસા તેમને પણ આપશે તથા થોડા પૈસામાંથી જરૂરિયાતમંદોને મદદ પણ કરશે.

   - ઉલ્લેખનીય છે કે દુબઇમાં ભારતીયોને લોટરી લાગવી એ જાણે સામાન્ય વાત થઇ ગઇ છે. અગાઉ પણ કેરળનો એક યુવક લોટરી જીતી ચૂક્યો છે.

   - ગયા વર્ષે ઓક્ટોબરમાં જે 10 લોકોને લોટરી લાગી હતી તેમાંથી 8 ભારતીય હતા. તે લોટરીમાં દરેક વિજેતાને 1.78 કરોડ રૂપિયા મળ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મને લાગ્યું કે મારા મિત્રો ભેગા મળીને મારી સાથે મજાક કરી રહ્યા છે | I thought it was some friend pulling my leg
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `