ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» Indian wins $2.7mn jackpot in Abu Dhabi

  અબુધાબીમાં ચમક્યું આ ભારતીયનું નસીબ, જીત્યો આટલા કરોડ રૂપિયા

  divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 07:10 PM IST

  અબૂધાબીમાં એક ભારતીય પ્રવાસી સાડા સત્તર કરોડ રૂપિયાથી વધુની લોટરી જીતીને કરોડપતિ બની ગયો છે
  • અબુધાબીમાં ચમક્યું આ ભારતીયનું નસીબ, જીત્યો આટલા કરોડ રૂપિયા
   અબુધાબીમાં ચમક્યું આ ભારતીયનું નસીબ, જીત્યો આટલા કરોડ રૂપિયા

   દુબઇઃ અબૂધાબીમાં એક ભારતીય પ્રવાસી સાડા સત્તર કરોડ રૂપિયાથી વધુની લોટરી જીતીને કરોડપતિ બની ગયો છે. ગલ્ફ ન્યૂઝના સમાચાર અનુસાર, અબુધાબીમાં રહેનારા સુનીલ માપ્પત્તા કૃષ્ણન કુટ્ટી નૈયરે એક કરોડ દિરહામની બીજી સૌથી મોટી લોટરી જીતી છે. જેનું મુલ્ય અંદાજે 17.68 કરોડ રૂપિયા છે. સમાચાર અનુસાર, 500 દિરહામની લોટરી ટિકિટની સાથે તેમાં લોકો ભાગ લે છે. ટિકિટની કિંમતમાં યોગદાન આપનારા એક સાથીએ જણાવ્યું કે કેરળ નિવાસી નૈયર ઇનામની રકમને પોતાના મિત્રોની સાથે વહેંચશે.


   ગત વર્ષે પણ ફેબ્રુઆરીના મહિનામાં લોટરીની એક ટિકિટે દુબઇના એક ભારતીયની કિસ્તમ બદલી નાંખી હતી. સામાન્ય સ્ટોરકિપર આ લોટરી પછી કરોડપતિ બની ગયો. દુબઇ ડ્યૂટી ફ્રીના લકી ડ્રોમાં દસ લાખ ડોલર (અંદાજે 6.70 કરોડ રૂપિયા) ની એક મોટી રકમ મળી હતી.


   આજેશે પદ્દમનાભને દુબઇ ડ્યૂટી ફ્રી મિલેનિયમ મિલીનાયર પ્રમોશનની યાદીમાં સામેલ થઇ ગયો હતો. જ્યારે દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોમાં 235માં તેની ટિકિટ સંખ્યા 1584 ઇનામ માટે પસંદ કરવામાં આવી.

  No Comment
  Add Your Comments
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian wins $2.7mn jackpot in Abu Dhabi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top