Divya Bhaskar

Home » NRG » Middle East » મને મારી ટિપ્પણી પર પસ્તાવોઃ અતુલ | Michelin-star chef Atul Kochhar of the Rang Mahal restaurant

દુબઇઃ ઇસ્લામ વિરોધી ટિપ્પણી બદલ ભારતીય મૂળના સેલિબ્રિટી શૅફની હકાલપટ્ટી

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 11:51 AM

​અતુલે રવિવારે પ્રિયંકા ચોપરા અને તેના શોમાં દર્શાવવામાં આવેલા હિંદુ આતંકવાદના મુદ્દાની ટીકા કરી હતી

 • મને મારી ટિપ્પણી પર પસ્તાવોઃ અતુલ | Michelin-star chef Atul Kochhar of the Rang Mahal restaurant
  અતુલ કોચરના વિવાદિત ટ્વીટ બાદ કેટલાંક લોકોએ મેરિયટ હોટલનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. (ફાઇલ)

  - અતુલ કોચર ભારતીય મૂળના બ્રિટિશ શૅફ અને ટીવી કલાકાર છે.
  - તેઓએ માસ્ટરશૅફ બીબીસીના કાર્યક્રમોમાં ઘણીવાર ગેસ્ટ જજ તરીકે હાજરી આપી છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વના જાણીતા શૅફ અતુલ કોચરને ઇસ્લામ વિરોધ ટ્વીટ કરવા બદલ દુબઇની મેરિયટ હોટલમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. હકીકતમાં થોડાં દિવસ પહેલાં અતુલે પ્રિયંકા ચોપરા અને તેની સીરિયલ ક્વોન્ટિકોમાં દેખાડવામાં આવેલા હિંદુ આતંકવાદના મુદ્દે ગુસ્સો વ્યક્ત કરીને ટ્વીટ કરી હતી. જેમાં તેઓએ પ્રિયંકાની ટીકા કરી હતી, સાથે જ ઇસ્લામ ધર્મ અંગે પણ ટિપ્પણી કરી હતી. જો કે, વિવાદ વધી રહ્યો છે તેવું લાગતા અતુલે પોતાની ટ્વીટ ડિલીટ પણ કરી દીધી હતી. જો કે, ટ્વીટર યુઝર્સે તેઓની ટ્વીટ વિરૂદ્ધ હોટલ એડમિનિસ્ટ્રેશનને ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમના વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.


  અતુલે શું ટ્વીટ કરી હતી?


  - રવિવારે કરેલા ટ્વીટમાં અતુલે લખ્યું હતું - મને એ જોઇને દુઃખ થઇ રહ્યું છે કે, તમે (પ્રિયંકા ચોપરાએ) હિન્દુઓની ભાવનાઓનું સન્માન ના કર્યુ, જેઓ 2000 વર્ષથી વધારે સમયથી ઇસ્લામના આતંકનો શિકાર થતાં આવ્યા છે.


  ટ્વીટર પર થઇ આલોચના


  - 48 વર્ષના અતુલ મેરિયટ માર્કિસ હોટલમાં પ્રસિદ્ધ રંગ મહેલ રેસ્ટોરાંમાં ચીફ હતા. તેમના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેનો જોરશોરથી વિરોધ શરૂ થઇ ગયો.
  - કેટલાંક લોકોએ આ ટ્વીટના વિરોધમાં રેસ્ટોરાં અને હોટલમાં પોતાનું બુકિંગ રદ કરાવી દીધું હતું. સાથે જ કેટલાંક લોકોએ અતુલને કાઢી નહીં મુકે ત્યાં સુધી રેસ્ટોરાં નહીં જવાની વાત પણ કહી હતી.

  મને મારી ટિપ્પણી પર પસ્તાવોઃ અતુલ


  - સોશિયલ મીડિયા પર ટિકા બાદ અતુલે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. સાથે તેઓએ માફી માગતી ટ્વીટ પણ પોસ્ટ કરી હતી, જેમાં તેઓએ લખ્યું મારાં જૂના ટ્વીટ માટે કોઇ તર્ક ના આપી શકાય. હું મારી ભૂલનો સ્વીકાર કર્યુ છું કે, ઇસ્લામનો જન્મ અંદાજિત 1400 વર્ષ પહેલાં થયો અને આ માટે હું માફી માંગુ છું. હું ઇસ્લામોફોબિક નથી, મને મારી ટિપ્પણી પર પસ્તાવો છે.

  મેરિયટ હોટલે જાહેર કર્યુ સ્ટેટમેન્ટ


  - દુબઇની ગલ્ફ ન્યૂઝ વેબસાઇટે હોટલનું નિવેદન જાહેર કરીને અતુલને કાઢી મુક્યો હોવાની પુષ્ટી કરી. મેરિયટના જનરલ મેનેજર બિલ કેફરે તેમાં લખ્યું કે અતુલની હાલની ટિપ્પણી બાદ અમે તેમની સાથે રંગ મહેલ રેસ્ટોરાં ચલાવવાના કરારને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. હવે અતુલનું નામ રેસ્ટોરાં સાથે નહીં જોડાય.


  કોણ છે શૅફ અતુલ કોચર


  - અતુલ કોચર ભારતના જમશેદપુરમાં જન્મેલા છે, તેઓ બ્રિટનના લોકપ્રિય શૅફ, ટીવી કલાકાર અને રેસ્ટોરાંના માલિક છે.
  - અતુલ માત્ર બીજાં એવા ભારતીય શૅફ છે જેઓને તેમની લંડન સ્થિત બનારસ રેસ્ટોરાં માટે 2007માં મિશેલિન સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  - તેઓ બીબીસીના સેટરડે કિચન અને કુકિંગ પ્રોગ્રામ માસ્ટરશૅફમાં ઘણીવાર ગેસ્ટ જજ તરીકે હાજરી આપી ચૂક્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending