Home » NRG » Middle East » કાર્પેટ પર એક સમયે 40,000 લોકો પ્રાર્થના કરી શકે છે | Indian Businessman In UAE Builds Mosque Worth Rs 2.4 Cr

UAEમાં ભારતીયે 2.4 કરોડના ખર્ચે બનાવી મસ્જિદ, રમજાનમાં આપી ભેંટ

Divyabhaskar.com | Updated - May 16, 2018, 07:10 PM

મસ્જિદમાં લગાવેલા ઝૂમર જર્મનીથી આવ્યા છે, જેમાં લાખોની માત્રામાં ક્રિસ્ટલનો ઉપયોગ થયો છે

 • કાર્પેટ પર એક સમયે 40,000 લોકો પ્રાર્થના કરી શકે છે | Indian Businessman In UAE Builds Mosque Worth Rs 2.4 Cr
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  Awqaf અધિકારીઓને એ જાણીને આશ્ચર્ય થયું કે, ચેરિયન એક ખ્રિસ્તી છે અને મસ્જિદ બનાવવા ઇચ્છે છે.

  એનઆરજી ડેસ્કઃ 2003માં ભારતથી એક ભારતીય બિઝનેસમેન થોડાં પૈસા લઇને UAE પહોંચ્યો હતો અને 15 વર્ષ બાદ તેની પાસે એટલાં પૈસા છે કે તેણે સમાજ માટે કંઇક કરવાનો નિર્ણય લીધો. ખ્રિસ્તી ધર્મને માનનાર ચેરિયન હાલ ગલ્ફ ન્યૂઝ હેડલાઇમાં ચમકી રહ્યા છે. હકીકતમાં, તેઓએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યુ છે. આ બિઝનેસમેને સેંકડો મજૂરોને રમજાનના પ્રસંગે મસ્જિદ ગિફ્ટમાં આપી છે. તેઓએ મુસ્લિમ શ્રમિકો માટે મસ્જિદનું નિર્માણ કર્યુ, જેઓ વર્કર હાઉસિંગમાં રહેતા હતા. મસ્જિદનું નિર્માણ અલ હેલ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇસ્ટ વિલે રિયલ એસ્ટેટ પરિસરમાં 1.3 મિલિયન દિરહમ એટલે કે, 2.4 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.

  કેરળ બિઝનેસમેને બનાવી મસ્જિદ


  - કેરળના નાના ગામડાં કાયમકુલમમાં રહેતા ચેરિયને થોડાં સમય પહેલાં કેટલાંક વર્કર્સને ટેક્સી લઇને નજીકની મસ્જિદમાં જતા જોયા હતા, ત્યારબાદ જ તેઓએ એક મસ્જિદ તૈયાર કરવાનો નિર્ણય કર્યો.
  - હકીકતમાં કેટલાંક મજૂરો 20 દિરહમ એટલે કે 369 રૂપિયા ખર્ચ કરીને ફુજૈરાહ સિટી અથવા બીજાં ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જુમાની નમાજ કરવા જતા હતા.
  - ગલ્ફ ન્યૂઝ અનુસાર, ચેરિયને જ મજૂરો માટે એક મસ્જિદનું નિર્માણ કરાવવાનો નિર્ણય કર્યો. જેનાથી મજૂરોને ખુશી મળશે.

  સંપુર્ણ રીતે તૈયાર છે મસ્જિદ


  - ચેરિયનના જણાવ્યા અનુસાર, મસ્જિદ હવે સંપુર્ણ રીતે તૈયાર થઇ છે. ફુજૈરાહમાં Awqafની મદદથી તૈયાર કરવામાં આવેલી મસ્જિદ ખુલવા માટે પણ તૈયાર છે.
  - Awqaf અધિકારીઓને એ જાણીને આશ્ચર્ય થયું કે, ચેરિયન એક ખ્રિસ્તી છે અને મસ્જિદ બનાવવા ઇચ્છે છે. તેઓએ પોતાની સંપુર્ણ મદદનું આશ્ચાસન આપ્યું અને ફ્રી વીજળી-પાણી આપવાનો પણ વાયદો કર્યો.
  - જો કે, ચેરિયને કોઇની પણ મદદ નથી લીધી.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કોઇની પણ મદદ લેવાનો કર્યો ઇન્કાર...

 • કાર્પેટ પર એક સમયે 40,000 લોકો પ્રાર્થના કરી શકે છે | Indian Businessman In UAE Builds Mosque Worth Rs 2.4 Cr
  મરિયમ, ઉમ ઇસાને વિશ્વની ત્રીજી સૌથી મોટી મસ્જિદ તરીકે ઓળખ મળી છે. 2017માં બનીને તૈયાર થયેલી આ મસ્જિદ અંદાજિત 12 હેક્ટર એટલે કે 30 એકરના એરિયામાં બનેલી છે.

  જાતે જ કરાવ્યું મસ્જિદનું નિર્માણ 


  - ચેરિયનના જણાવ્યા અનુસાર, જ્યારે મસ્જિદની ચર્ચા શરૂ થઇ તો અનેક લોકોએ ડોનેશન અને કૅશ ઓફર કર્યા. આ સિવાય કેટલાંક લોકો કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી ચીજો આપવા માટે પણ આગળ આવ્યા. 
  - પરંતુ તેઓએ વિનમ્રતાથી તમામ ઓફરનો ઇન્કાર કરી દીધો. હકીકતમાં, ચેરિયન પોતાના ખર્ચે જ મસ્જિદનું નિર્માણ કરાવવા ઇચ્છતા હતા. 


  યીશુની માં મેરીના નામે મસ્જિદ 


  - ચેરિયને મસ્જિદને મરિયન, ઉમ ઇસા (જીજસની માતા, મેરી) નામ આપ્યું. જો કે, 2017 પહેલાં અબુ ધાબીની આ મસ્જિદનું નામ શેખ જાયદ મસ્જિદ હતું.
  - પોતાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોનારા ચેરિયને આનો શ્રેય પત્ની એલ્સીને આપ્યો. ચેરિયનના જણાવ્યા અનુસાર, આવા સમયે જ્યાં લોકો ધર્મ, જાતિના નામે એકબીજાંના ગળા કાપે છે, ત્યાં આ પ્રકારનું કાર્ય માનવતામાં અમારો વિશ્વાસ હતો. 
  - અમને વિશ્વાસ હતો કે, કેટલાંક લોકો આજે પણ પ્રેમ, શાંતિ અને સદભાવ ઇચ્છે છે અને બધાની ઉપર માનવતાને જુએ છે. 


  વિશ્વની ત્રીજી સૌથી મોટી મસ્જિદ 


  - મરિયમ, ઉમ ઇસાને વિશ્વની ત્રીજી સૌથી મોટી મસ્જિદ તરીકે ઓળખ મળી છે. 2017માં બનીને તૈયાર થયેલી આ મસ્જિદ અંદાજિત 12 હેક્ટર એટલે કે 30 એકરના એરિયામાં બનેલી છે. 
  - તેને ઇટલીની કંપની ઇપ્રેગિલોએ તૈયાર કરી છે. આ મસ્જિદમાં હાથ વણાટથી તૈયાર કરવામાં આવેલી સૌથી મોટી કાર્પેટ (જાજમ) છે. કાર્પેટનું વણાટકામ ઇરાનમાં થયું છે. 
  - કાર્પેટ પર એક સમયે 40,000 લોકો પ્રાર્થના કરી શકે છે. મસ્જિદમાં લગાવેલા ઝૂમર જર્મનીથી આવ્યા છે, જેમાં લાખોની માત્રામાં ક્રિસ્ટલનો ઉપયોગ થયો છે. ભગવાનમાં ભગવાન અથવા અલ્લાહના 99 નામ કિબિલા પર લખ્યા છે.  

   

   

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ