ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Middle East» ફેમિલીએ તેના પતિ સામે હત્યાનો આરોપ લગાવ્યો છે | Indian Woman Dies In Saudi Arabia Her Family Urges Probe

  સાઉદીમાં ભારતીય મહિલાનું મોત, પરિવારે સુષ્મા સ્વરાજ પાસે માંગી મદદ

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 04:45 PM IST

  ફેમિલીનું કહેવું છે કે, તેનો પતિ તેને માર મારતો હતો અને ટોર્ચર કરતો હતો
  • સાઉદીમાં ભારતીય મહિલાનું મોત, પરિવારે સુષ્મા સ્વરાજ પાસે માંગી મદદ
   સાઉદીમાં ભારતીય મહિલાનું મોત, પરિવારે સુષ્મા સ્વરાજ પાસે માંગી મદદ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયામાં રહેતા ભારતીયોની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઇ રહી. સાઉદીમાં રહેતી હૈદરાબાદની એક મહિલાના મોતનો કેસ સામે આવ્યો છે. તહસીન નામની મહિલાની ફેમિલીએ તેના પતિ સામે હત્યાનો આરોપ લગાવ્યો છે. ફેમિલીનું કહેવું છે કે, તેનો પતિ તેને માર મારતો હતો અને ટોર્ચર કરતો હતો. ફેમિલીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે આ મામલે મદદ માંગી છે.

   - એએનઆઇ રિપોર્ટ અનુસાર, મહિલાની બહેન પરવીને કહ્યું કે, તહસીન સુલ્તાનના લગ્ન ચાર વર્ષ પહેલાં મોહમ્મદ ઉમર સાથે થયા હતા, જે સાઉદી અરેબિયામાં કામ કરે છે.
   - લગ્ન બાદ તહસીન તેના સાસુ-સસરાની સાથે ભારતમાં હતી, પરંતુ તેને દહેજ માટે પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. તેને માર મારવામાં આવતો અને ટોર્ચર કરવામાં આવતી હતી.
   - આનાથી પીછો છોડાવવા માટે તહસીન તેના પતિની સાથે સાઉદીમાં રહેવા જતી રહી. પરંતુ તેની પરેશાનીમાં ઘટાડો થયો નહીં. તહસીનને સાઉદીમાં પણ માર મારવામાં આવતો અને અત્યાચાર થતો.
   - આ તમામ વાતો તહસીને તેની બહેનને જણાવી હતી. પરવીને જણાવ્યું કે, તેની બહેને અંતિમ વખત 3 જૂનના રોજ આ અત્યાચાર અંગે જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેનો ફોન લાગ્યો નહીં.
   - પરવીને જણાવ્યું કે, ફોન નહીં લાગતા મેં બહેનના પાડોશીઓને ફોન લગાવ્યો. તેઓએ જણાવ્યું કે, તહસીનનું શંકાસ્પદ રીતે મોત થયું છે.
   - તહસીનની બહેન અને તેની ફેમિલીને શંકા છે કે, તેની હત્યા થઇ છે અને તેની પાછળ તહસીનના પતિ ઉમરનો હાથ છે.

   સુષ્મા સ્વરાજ પાસે માંગી મદદ


   - પરવીને જણાવ્યું કે, તેની ફેમિલીએ ભારતીય એમ્બેસી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ મામલે પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં ઇન્ડિયન એમ્બેસી અને સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી છે.
   - તેઓને સાઉદીમાં મોજૂદ ભારતીય એમ્બેસી પાસેથી જવાબ પણ મળ્યો છે. તેઓએ લખ્યું છે કે, અમે આ મામલે ન્યાય અપાવીશું. અમે મૃતદેહને ભારત મંગાવવા માટે મદદ માંગી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ફેમિલીએ તેના પતિ સામે હત્યાનો આરોપ લગાવ્યો છે | Indian Woman Dies In Saudi Arabia Her Family Urges Probe
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `