તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉદીમાં સિક્યુરિટી ઓપરેશન દરમિયાન અકસ્માતે ગોળી વાગતાં એક ભારતીયનું મોત, 3 ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજી ડેસ્ક : સાઉદી અરેબિયાના અવામિયામાં એક સિક્યુરિટી ઓપરેશનમાં થયેલા શૂટઆઉટ દરમિયાન અકસ્માતે ગોળીઓ વાગતાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું તથા અન્ય 3 ભારતીયો ઘાયલ થયા હતા. ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને આ માઠા સમાચાર આપ્યા હતા.

રિયાધ ખાતેના ભારતીય દૂતાવાસ પાસેથી મળેલી માહિતી ટાંકીને સુષમાએ જણાવ્યું હતું કે સાઉદીના પૂર્વીય પ્રાંત અવામિયામાં ગત બુધવારે એક સિક્યુરિટી ઓપરેશન દરમિયાન ગોળી વાગતાં ઉત્તરપ્રદેશના બહરાઇચના યુવક મોહમ્મદ અવેશ ખાનનું મોત થયું હતું તથા અન્ય 3 ભારતીયો ઘાયલ થયા હતા.

સુષમાએ ઉમેર્યું હતું કે ભારતીય દૂતાવાસ અવેશના પરિવારના સંપર્કમાં છે જ્યારે ઇજાગ્રસ્ત ભારતીયોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. સુષમાએ અવેશનો મૃતદેહ બને તેટલો જલદી બહરાઇચ પહોંચે તે માટેના સઘન પ્રયાસો હાથ ધરવા રિયાધ ખાતેના ભારતીય દૂતાવાસને તાકીદ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...