ત્રણ વર્ષથી અમેરિકા ગયા નથી, તો હવે ગ્રીનકાર્ડ રિવાઇવ કરાવવા શું કરવું?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસવીરો પ્રતીકાત્મક)

સવાલ: અમે ચારેય ફેમિલી મેમ્બર્સને ચાર વર્ષ પહેલાં યુ.એસ.નાં ગ્રીનકાર્ડ મળેલા તે દ્વારા એક વાર અમેરિકા જઇ પાછા ઇન્ડિયા આવી ગયેલા અને ત્રણ વર્ષથી અમેરિકા ગયા નથી અને હવે તે ગ્રીનકાર્ડ રિવાઇવ અર્થાત ચાલુ કરવું છે, તો શું કરી શકાય?
ગિરીશ પટેલ, વડોદરા
જવાબ: તમારા ગ્રીનકાર્ડ રિન્યૂ અથવા ચાલુ થઇ શકવાની શક્યતા નથી કારણ ત્રણ વર્ષ જેવો ઘણો લાંબો સમય થઇ ગયેલ છે, જો થોડોક સમય થયો હોય અને ડે ટુ ડેની ડીલે અર્થાત રોજરોજની ડીલે તેમજ એવા ગંભીર સંજોગો કે બનાવ બન્યા હોય અથવા કોઇ કુદરતી આફત વગેરે અનેક કારણો હોય તો એપ્લાય કરાય. પરંતુ ગ્રીનકાર્ડ રિન્યૂ કરી આપશે તેવું કહી શકાય નહીં. ત્યારે ગ્રીનકાર્ડ સરન્ડર કરી 10 વર્ષના વિઝા માટે એપ્લાય કરી શકાય તે માટે મને મળી શકો છો.

સવાલ: હું બી.કોમ. કરી એક મેડિકલ કંપનીમાં પર્ચેઝ એક્ઝિક્યૂટિવ તરીકે જોબ કરું છું. મારા એક ફ્રેન્ડનું ફેમિલી અમેરિકામાં રહે છે અને ત્યાં તેમનો પોતાનો મોલ છે તેણે મને ઓફર આપી છે કે હું અમેરિકા જઇ તેમનો જે મોલ છે તે ટેકન ઓફ કરું અર્થાત લઇ લઉં, તો મારે અમેરિકા જવું હોય, તો ત્યાં સહેલાઇથી કેવી રીતે જઇ શકું?
વિજય સુથાર,અમદાવાદ
જવાબ: તમારા કવોલિફિકેશન અને અનુભવ પ્રમાણે અમેરિકા કાયમ જવા કાયદેસર માર્ગ ઉપલબ્ધ છે અને તે છે ઇબી-5 વિઝા જેમાં અમેરિકાએ નીમેલા રિજિયોનલ સેન્ટરમાં પાંચ લાખ ડોલર ઇન્વેસ્ટ કરવાથી તમને તથા તમારી વાઇફને અને 21 વર્ષની અંદર બાળકોને તમામને ગ્રીનકાર્ડ મલી શકે છે અને તે રોકાણ કર્યા પછી તમે અમેરિકાના 50 સ્ટેટ્સમાંથી કોઇપણ સ્ટેટમાં કે તેના સિટીમાં કાયદેસર રહી કોઇપણ બીજો ધંધો કે નોકરી કરી શકો છો અને બાળકોને કોઇપણ સ્કૂલમાં કે કોલેજમાં સ્ટડી કરાવી શકો છો. અંગે વધુ માહિતીની જરૂર હોય તો તારીખ 11-7-2015ના રોજ શનિવારના દિવસે અમેરિકાથી રિજિયોનલ સેન્ટરના માલિકોએ અને ત્યાં લોયરનો એક સેમિનાર અમદાવાદમાં અટીરા પાસે આવેલ આઇ.એમ.એ. (IMA)ના હોલમાં રાખેલ છે જેમાં તમે સવાલો પૂછી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

ઇમિગ્રેશનને લગતી અન્ય પ્રશ્નોત્તરી વાંચવા માટે સ્લાઇડ બદલતા રહો
અન્ય સમાચારો પણ છે...