ગુજરાતનું એવું ગામ જ્યાં મતદાન ન કરનારને 500 રૂપિયા દંડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30મી એપ્રિલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. લોકસભાની ચૂંટણીનાં મતદાનને હવે ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે વધુમાં વધુ મતદાન કરાવવા માટે સરકારી તંત્ર, રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંસ્થાઓ ભરપુર પ્રયાસો ભલે કરતા હોય પણ એક એવું ગામ છે જયાં મત આપવા માટે ગ્રામજનોને રીઝવવા પડતા નથી.વાત કરીએ એવા ગામની જ્યાં બધા જ લોકો વોટ કરે છે અને વોટ ન કરનારને રૂપિયા 500 દંડ ભરવો પડે છે. વાત છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું ગામ રાજ સમઢીયાળાની, જ્યાં કોઈ દિવસ કોઈ ગુનો કે કોઈ ફરિયાદ થતી નથી અને લોકો તેમના ઘરને તાળા પણ મારતા નથી.
આ ગામમાં કૂલ 960 જુના લાયકાત ધરાવતા મતદારો છે જે પોતપોતાની રીતે વોટ આપે છે પરંતુ વોટ તો આપવો જ જોઈએ તેવી સમજ પણ ધરાવે છે. આમ જોવા જઈએ તો આ એક રેકોર્ડ પણ છે જ્યાં બધા જ લોકો વોટ કરતા હોય છે અને 100% મતદાન થાય છે. ગામના લોકો પણ એવું માને છે કે વોટ કરવો તો ફરજીયાત છે અને જો કોઈ કારણસર વોટ ના કરી શકે તો પંચાયતા દ્વારા તેને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે.
જો અગમ્ય કારણસર કોઈ વોટ ના કરી શકે તો તેમણે વોટ ન કરી શકવાનું યોગ્ય કારણ ગામના મોટા લોકો પાસે રજૂ કરવાનું રહે છે.
આગળ ક્લિક કરો અને વાંચો આ ગામમાં ગુટખા ખાવા પર પણ પ્રતિબંધ લદાયેલો છે અને નરેન્દ્ર મોદી દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે