Home » NRG » Gujarat » NRI Setu Ratn Award 2017 at JB auditorium of AMA

ગ્લોબલ ગુજરાતી ફેડરેશન અને NRI સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે NRI સેતુરત્ન એવોર્ડ એનાયત કરાયા

Divyabhaskar.com | Updated - Nov 15, 2017, 02:47 PM

સમારંભમાં મોટી સંખ્યામાં NRI મિત્રો, અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રના વ્યક્તિવિેશેષ, સાહિત્યકારો, કળાકારો ઉપસ્થિત રહ્યા

 • NRI Setu Ratn Award 2017 at JB auditorium of AMA
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એનઆરજીડેસ્ક: એએમએના જે.બી.એડિટોરિઅમમાં યોજાયેલા ગ્લોબલ ગુજરાતી ફેડરેશન અને શાહ NRI સર્વિસીસ (અમેરિકા)ના સંયુક્ત ઉપક્રમે NRI સેતુરત્ન એવોર્ડ એનાયત કરાયા હતા. આ સમારંભમાં મુખ્ય મહેમાન પદે સી.કે.પટેલે એવોર્ડીને અભિનંદન આપતા 1960ના દાયકાનાં પોતાનાં સ્મરણો વાગોળ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ વતન સાથેના સંબંધને પ્રેમ અને આદરથી જાળવવો જોઈએ. અતિથિ વિશેષ ડો. બ્રિજેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં એવોર્ડ વિજેતાઓની સફળતાને બિરદાવી હતી.
  ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પ્રવિણ ક. લહેરીએ NRI સેતુરત્ન એવોર્ડ એનાયત સમારંભમાં જણાવ્યું હતું કે, ‘આજે અહીં જે 13 વ્યક્તિ વિશેષ અને સંસ્થા તથા કંપનીઓને NRI સેતુરત્ન એવોર્ડ એનાયત થયા છે તેમણે પરિશ્રમ અને ગુણવત્તા સાથે સફળતા મેળવીને, NRI સમુદાય સાથેનો સંબંધ જીવંત કર્યો છે. આ બધું રાતોરાત થયું નહોતું. તેમણે ખૂબ મહેનત કરી છે. આ ઉપરાંત તેમણે સમાજસેવાની ભાવનાને પણ જીવંત રાખી છે. એવોર્ડ મેળવનાર તમામ વિજેતાઓ સામાજિક દાયિત્વ ભૂલ્યા નથી.’ આવા
  આ સમારંભમાં સર્વ શાહિદ પરવેઝ (એપોલો હોસ્પિટલ), પરાગ દેસાઈ (વાઘબકરી ગ્રુપ), સી.કે. પટેલ (સામાજિક ક્ષેત્ર), જિતેન્દ્રભાઈ અને બિપીનભાઈ ચૌહાણ (જેડ બ્લુ), પ્રફુલ નાયક (આઈના સંસ્થા), જયેન્દ્ર અને હર્ષદ જાટકિયા (જાટકિયા સ્ટુડિયો, ફોટોગ્રાફી ક્ષેત્ર), હેમંત શાહ (NRI પેરેન્ટ્‌સ એસોસિએશન, અમદાવાદ), દિપકભાઈ ચોટાઈ (તલોદ ગૃહ ઉદ્યોગ), શ્રીમતી સ્મિતાબહેન શેઠ (મનપસંદ મેરેજ બ્યુરો), જિતેન્દ્ર અઢિયા (મોટિવેટર સ્પીકર), દિપકભાઈ ઠક્કર (વર્લ્ડ ટ્રેડ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ), ડો. પિયુષ પટેલ (આરોગ્ય) અને ડો. પાર્થ ઓઝા અને સંજય ઓઝા (સંગીત કલા)નો સમાવેશ થતો હતો. દરેક એવોર્ડીને સન્માનપત્ર અપાયું હતું. સન્માનપત્રનું વાચન તુષાર શુક્લ, આર જે ધ્વનિત, અનિલ ચાવડા, હરદ્વાર ગૌસ્વામી, લતા હિરાણી, ડો. મેહુલ દામાણી, ઉન્મેષ દિક્ષિત, સિદ્ધાર્થ ઠક્કર, બિના આચાર્ય, સિમ્પલ ઠક્કર, યોગેશ ઠક્કર, શૈલેષ રાવલ વગેરેએ કર્યું હતું.
  આ પ્રસંગે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન વિશે વાત કરતાં અનિતા તન્નાએ જણાવ્યું હતું કે, પાંચમા વર્ષમાં પ્રવેશેલી આ સંસ્થા NRI સમુદાયને ધ્યાનમાં રાખીને વિવિધ નવા ઉપક્રમો શરૂ કરશે. ખાસ કરીને NRGના દસ્તાવેજીકરણ પર વધારે ધ્યાન અપાશે. તેમણે ઉમેર્યું હતું કે, હવે દર વર્ષે NRI સેતુરત્ન એવોર્ડ વિવિધ શહેરોમાં અપાશે. NRI સર્વિસીસના મહેશભાઈ શાહે પોતાની કંપની દ્વારા NRI સમુદાયને અપાતી સેવાનો ચિતાર આપીને કહ્યું હતું અમને આનંદ છે કે, આવાં કાર્યો કરવાની અમને તક મળે છે. રમેશ તન્નાએ કહ્યું હતું કે, દરિયાપાર વસતા 65 લાખ NRG સમુદાય સાથે વતનનો નાતો અનેક રીતે જીવંત રહેતો હોય છે. કેટલીક વ્યક્તિ વિશેષ અને સંસ્થા વિશેષ તેમાં સેતુ બનવાનું કામ કરે છે. તેમની કામગીરીને આ રીતે બિરદાવવામાં આવી હતી. આ એવોર્ડમાં સ્મૃતિચિહ્ન, સન્માનપત્ર, શાલ, ચરખો, તુલસીનો છોડ તથા પુસ્તક એનાયત કરાયો હતો.
  દરેકે, એવોર્ડીએ સુંદર રીતે પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો હતો. અનિવાર્ય કારણોસર આ સમારંભમાં મહેમાન તરીકે, દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમણે પોતાનો શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો હતો. આ સમારંભમાં મોટી સંખ્યામાં NRI મિત્રો, અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રના વ્યક્તિવિેશેષ, સાહિત્યકારો, કળાકારો ઉપસ્થિત રહ્યા હતા.
 • NRI Setu Ratn Award 2017 at JB auditorium of AMA
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ