મોસ્ટ અવેઇટિંગ રામ-લીલામાં ભણસાલીએ કરેલા ચેન્જિસ અંગે જાણી લો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 15 નવેમ્બરે રિલીઝ થનારી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામલીલા' પોતાની રિલીઝ પૂર્વે જ ઘણી રામાયણો સર્જી હતી. પહેલા આ ફિલ્મના સર્જકો પર ક્રેડિટચોરીના આક્ષેપો લાગ્યા તો બીજી તરફ ક્ષત્રિય સમાજે જ્ઞાતીના અપમાનના મુદ્દે ફિલ્મ સામે વિરોધનું રણશીંગુ ફૂંકી દીધું. રાજકોટ સહિત ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા. ક્યાંક તોડફોડ પણ થઈ. આવા વિરોધ વંટોળ વચ્ચે સર્જકોએ ક્ષત્રિયોની માગણી સ્વીકારી લેવાની જાહેરાત કરી અને વિરોધ સમ્યો. પણ ફિલ્મમાંથી વાંધાજનક શબ્દો અને દ્રશ્યો ન હટાવાયા હોવાની રાવ સાથે ફરી એક વાર વિરોધ જાગ્યો. કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા સહિતનાઓએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને આ મુદ્દે દાદ માંગી.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ભટ્ટાચાર્ય અને જે.બી. પારડીવાલની બેંચ સમક્ષ થયેલી સુનાવણીમાં રામલીલા ફિલ્મની ટીમના સભ્યોએ ફિલ્મ, ટ્રેલર અને ફિલ્મની વેબસાઈટ પરથી વાંધાજનક શબ્દો હટાવી લેવાની તૈયારી દર્શાવતા જાહેર હિતની અરજીનો નીકાલ થયો હતો. આ સંદર્ભે સંજય લીલા ભણસાલીએ વિક્રમસિંહ જાડેજાને પત્ર પાઠવીને ફિલ્મમાંથી જાડેજા અને રબારી નામોલ્લેખ હટાવીને તેમા બે કાલ્પનીક નામો સમાવ્યા હોવાની જાણ કરી હતી.
આગળ વાંચો: 'રામલીલા' ફિલ્મમાં ભણસાલીએ જાડેજા અને રબારીની જગ્યાએ કયા કાલ્પનીક શબ્દો વાપરવાની જાહેરાત કરી?