હોલિવૂડમાં ગુજરાતીઓનો ડંકો વગાડશે 'ધ અમેરિકન ગાંધી'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી ફિલ્મ ધ ગૂડ રોડને ઓસ્કારમાં મોકલવામાં આવી છે. ત્યાં જ ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલી રહી છે અને રાખમાંથી ઢોલીવૂડ ફરી બેઠું થવાનું સ્વપ્ન સેવી રહ્યું છે. ત્યાં જ એક વધુ એક ગુજરાતી માટે ગૌરવ લેવાનું મન થાય તેમ છે. એક ગુજ્જુ બંદો આંતરરાષ્ટ્રીય કક્ષાની હોલીવૂડ ફિલ્મ તૈયાર કરી રહ્યો છે.
દેશી હીરોઈન અને વિદેશી હીરો ધરાવતી હોલીવુડ ફિલ્મ 'ધ અમેરિકન ગાંધી'નો પ્રોમો હાલ ફેસબુકથી લઈને યુ ટ્યુબ-ટ્વિટર પર ધમાલ મચાવી રહ્યો છે. ત્યારે કોઈ ગુજરાતી ડિરેક્ટર દ્વારા હોલીવુડ ફિલ્મ બનાવવાનો કદાચ આ પ્રથમ બનાવ હશે., અને આ સાથે જ ગ્લોબલ ગુજરાતીઓ હોલીવુડમાં ડંકો વગાડશે.
હરિશ ઘાડિયા, હિંમતભાઈ વંશ અને જોશેફ મુંગરાએ અમેરિકન ટેલિવિઝન સ્ટાર જેમ્સ પેટ્રીક સ્ટુઅર્ટ અને ગુજરાતી હીરોઈન પરી પટેલને લઈને ધ અમેરિકન ગાંધી નામની ફિલ્મનું નિર્માણ કર્યું છે. જેમાં ગાંધી વિચારને બખૂબી વણી લઈને ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થઈ ભારતના ગામડા સુધી પહોંચે છે. જેમાં સંબંધોથી લઈને ગાંધી વિચારની આંધી કેવી રીતે માણસની જિંદગી પરિવર્તીત કરી દે છે તેનો ઉત્તમ સંદેશ આ ફિલ્મ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે.
આગળ વાંચો હોલીવૂડ ફિલ્મ ધ અમેરિકન ગાંધી ફિલ્મની રસપ્રદ વાતો....