• Home
  • NRG
  • Gujarat
  • bullettrain project first lad acquisition by jarman lady savita ben

બુલેટ ટ્રેન/ જર્મનીમાં રહેતાં ગુજરાતી NRI સવિતાબેને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે પૈતૃક 11.94 એકર જમીન આપી

DivyaBhaskar.com

Dec 01, 2018, 03:09 AM IST
bullettrain project first lad acquisition by jarman lady savita ben

*સવિતાબેન લગ્ન થયા પછી 33 વર્ષથી જર્મનીમાં રહે છે, જમીનનો સોદો કરવા ભારત આવ્યાં હતાં

*બુલેટ ટ્રેન માટે જમીન આપવા માટે જર્મનીથી સવિતાબેન વડોદરા આવ્યા હતા.

એનઆરજી ડેસ્કઃ પાદરા તાલુકાના ચાણસદનાં વતની અનેન જર્મનીમાં સ્થાયી થયેલાં વૃદ્ધાએ ખાસ વડોદરા આવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જમીન સુપરત કરી હતી. એક બાજુ જમીન નહીં આપવા અને બુલેટ ટ્રેનનો વિરોધ કરવા જાપાન જવાની કેટલાક ખેડૂતો તૈયારી કરી રહ્યા છે ત્યારે જર્મનીથી ખાસ જમીન આપવા માટે અત્રે આવેલાં સવિતાબહેન પટેલે આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


અમદાવાદ -મુંબઇ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ હેન્ડલ કરી રહેલા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંગે વડોદરા જિલ્લામાં પહેલું વળતર ચાણસદનાં સવિતાબહેનને ચૂકવાયું છે. કુલ 8.44 કરોડની કિંમતની 1.57 હેકટર જમીન માટે આ કાર્યવાહી શરૂ થઇ છે. ચાણસદનાં સવિતાબહેન ધો.10 પાસ છે.

સવિતાબેન પાસે ચાણસદમાં પૈતૃક 71 એકર જમીન છે જેમાંથી તેઓએ 11.94 એકર જમીન આપી

તેઓ 33 વર્ષ અગાઉ જર્મની સ્થાયી થયાં હતાં. તેમના પતિ સરકારી દવાખાનામાંથી નિવૃત્ત થયા હતા. જેમનું તાજેતરમાં નિધન થયું હતું. જર્મનીમાં હોટલ ધરાવતા પુત્ર સાથે તેઓ રહે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા તેમની જમીનનું રૂ. 30234 વળતર ચૂકવવામાં આવ્યું છે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ( NHSRCL)ના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું કે ‘સવિતાબેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપી છે તેઓ ભારત આવ્યાં હતાં, હાલ જર્મની પાછા પહોંચી ગયા છે’

X
bullettrain project first lad acquisition by jarman lady savita ben
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી