• Home
  • NRG
  • Gujarat
  • ત્રીજી મુલાકાતમાં જાણ થઇ ભાઇ વિશે | Kiran Gustafsson met her brother who was adopted by a local resident

નારીગૃહમાંથી સ્વીડન પહોંચેલી યુવતીને, 32 વર્ષે સુરતમાં મળ્યો સગો ભાઇ

પિતાએ પ્રેગ્નન્સી દરમિયાન જ છોડી સગી માતાને, સ્વીડનના કપલે બહેનને દત્તક લીધી, આખરે 32 વર્ષે ભાઇ સાથે થયું મિલન

divyabhaskar.com | Updated - Jun 14, 2018, 05:07 PM
પાલક સ્વીડિશ માતા પિતા સાથે  કિરણ ગુસ્તાફસન
પાલક સ્વીડિશ માતા પિતા સાથે કિરણ ગુસ્તાફસન

એનઆરજી ડેસ્કઃ કિરણ ગુસ્તાફસન 32 વર્ષ બાદ તેના સગા ભાઇને સુરતમાં મળી હતી. કિરણનો ભાઇ હાલ સુરતમાં બિઝનેસમેન છે અને તેણે પોતાની ઓળખ મીડિયાથી છૂપાવીને રાખી છે. 33 વર્ષીય કિરણ ગુસ્તાફસનનો જન્મ સુરતમાં થયો હતો. તે એક વર્ષની થઇ ત્યારે અહીંના નારીગૃહમાંથી સ્વીડિશ કપલે તેને દત્તક લીધી હતી. કિરણ મોટી થતાં અવાર-નવાર સુરતની મુલાકાત લેતી હતી. ગત મે મહિનામાં સુરત તેના માતાપિતાની શોધમાં આવેલી કિરણને જાણવા મળ્યું કે તેને જોડિયા ભાઇ પણ છે. તેના ભાઇને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારે દત્તક લીધો હતો.

ત્રીજી મુલાકાતમાં જાણ થઇ ભાઇ વિશે


- કિરણ સ્વીડનના માલ્મો સિટીમાં કરિયર કાઉન્સિલર તરીકે કામ કરે છે. કિરણ ગત મે મહિનામાં સુરત તેના માતા-પિતાની ભાળ મેળવવા માટે આવી હતી. આ માટે તેણે નેધરલેન્ડ બેઝ્ડ ઓર્ગેનાઇઝેશન તરફથી પૂણેમાં કામ કરતી અંજલી પવારની મદદ લીધી હતી.
- આ ઓર્ગેનાઇઝેશન ચાઇલ્ડ ટ્રાફિકિંગ વિરૂદ્ધ કામ કરે છે. આ કિરણની ત્રીજી મુલાકાત હતી, આ પહેલાં તે 2000 અને 2005માં સુરત આવી હતી.

પિતાએ પ્રેગ્નન્સી દરમિયાન જ છોડી હતી માતાને
- અંજલી પવારના જણાવ્યા અનુસાર, કિરણની માતા સિંધુ ગોસ્વામીને તેના પતિ પ્રેગ્નન્સી દરમિયાન કોઇ કારણોસર છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ તેણે સિવિલ હોસ્પિટલમાં દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો.
- બે બાળકોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવા માટે સિંધુ સક્ષમ નહીં હોવાના કારણે તેણે કિરણ અને તેના ભાઇને નારીગૃહમાં મુકી દીધા હતા.
- થોડો સમય જતાં નારીગૃહના સભ્યોએ જ તેના બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને દત્તક આપવા સમજાવ્યું. જેથી સિંધુએ તેના દીકરાને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારને દત્તક આપ્યો હતો. તેના એક વર્ષ બાદ સ્વીડનથી આવેલા દંપત્તિએ કિરણને દત્તક લીધી હતી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, સતત ખાલીપો લાગતો, યાદ આવ્યા માતાપિતા...

કિરણ ગુસ્તાફસન
કિરણ ગુસ્તાફસન

સતત ખાલીપો લાગતો, યાદ આવ્યા માતાપિતા 


- કિરણ ગુસ્તાફસને જણાવ્યું કે, મારાં પાલક પિતા બિઝનેસમેન અને પ્રોફેશનલ ફોટોગ્રાફર છે, જ્યારે માતા હાઉસવાઇફ છે. મને દત્તક લીધાના થોડાં વર્ષો બાદ મને હંમેશા કંઇક ખૂટતું હોય તેવું લાગ્યા કરતું. 
- આખરે એક દિવસ મારાં પિતાએ મને જણાવ્યું કે, તેઓએ મને સુરત નારીગૃહમાંથી દત્તક લીધી હતી. મેં તેઓને જણાવ્યું કે, મારે મારી બાયોલોજિકલ માતાને મળવું છે. તેથી જ હું 2000, 2005 અને 2018માં સુરત આવી. 
- 2018માં મને નારીગૃહના રેકોર્ડથી જ જાણ થઇ કે મારે એક ટ્વીન ભાઇ પણ છે. તેઓની પાસે મારી માતા વિશે કોઇ જાણકારી નહતી. તેથી મને એ એડ્રેસ મળ્યું જ્યાં મારી માતા કામ કરતી હતી. 
- સ્ટેટ ગવર્મેન્ટના ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)માંથી મને માતાના અંગૂઠાના નિશાન અને માતાના નામ વિશે જાણકારી મળી. નારીગૃહે જ મને એ પરિવારનું એડ્રેસ આપ્યું જ્યાં મારાં ભાઇને દત્તક આપવામાં આવ્યો હતો. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, પહેલીવાર જ્યારે ભાઇ-બહેન આવ્યા સામે ત્યારે કેવો હતો માહોલ?

સુરત નારીગૃહમાંથી કિરણને તેની માતા સાથેનો આ ફોટોગ્રાફ મળી આવ્યો છે. હાલ તે તેની માતાની શોધ કરી રહી છે.
સુરત નારીગૃહમાંથી કિરણને તેની માતા સાથેનો આ ફોટોગ્રાફ મળી આવ્યો છે. હાલ તે તેની માતાની શોધ કરી રહી છે.

એક શબ્દ ના કહ્યો બસ રડતાં રહ્યા 


- આખરે અંજલી પવાર અને કિરણ બ્રાહ્મણ પરિવારના ત્યાં પહોંચ્યા. અંજલીએ પરિવારને હકીકતથી વાકેફ કર્યા. થોડીવાર બાદ કિરણનો ભાઇ આવ્યો. 
- અંજલીએ કિરણ તરફ ઇશારો કરીને કહ્યું, આ કિરણ છે, તારી બહેન. બંને ભાઇ બહેન ત્યાં જ ઉભા રહી ગયા. પછી એકબીજાંની સાથે વાતો કરવાના બદલે રડતાં રહ્યા. આખરે પરિવાર સાથે થોડો સમય વિતાવ્યા બાદ કિરણનો ભાઇ તેના માટે ચોકલેટ્સ અને આઇસક્રિમ લઇ આવ્યો. 

સ્ટેટ ગવર્મેન્ટના ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)માંથી મને માતાના અંગૂઠાના નિશાન અને માતાના નામ વિશે જાણકારી મળી.
સ્ટેટ ગવર્મેન્ટના ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)માંથી મને માતાના અંગૂઠાના નિશાન અને માતાના નામ વિશે જાણકારી મળી.
X
પાલક સ્વીડિશ માતા પિતા સાથે  કિરણ ગુસ્તાફસનપાલક સ્વીડિશ માતા પિતા સાથે કિરણ ગુસ્તાફસન
કિરણ ગુસ્તાફસનકિરણ ગુસ્તાફસન
સુરત નારીગૃહમાંથી કિરણને તેની માતા સાથેનો આ ફોટોગ્રાફ મળી આવ્યો છે. હાલ તે તેની માતાની શોધ કરી રહી છે.સુરત નારીગૃહમાંથી કિરણને તેની માતા સાથેનો આ ફોટોગ્રાફ મળી આવ્યો છે. હાલ તે તેની માતાની શોધ કરી રહી છે.
સ્ટેટ ગવર્મેન્ટના ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)માંથી મને માતાના અંગૂઠાના નિશાન અને માતાના નામ વિશે જાણકારી મળી.સ્ટેટ ગવર્મેન્ટના ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)માંથી મને માતાના અંગૂઠાના નિશાન અને માતાના નામ વિશે જાણકારી મળી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App