'પહેલીવાર લગ્નની પ્રપોઝલ કેમ ઠુકરાવી? હવે સહન કર!' NRI સાથે સંબંધનો કરુણ અંજામ

divyabhaskar.com

Apr 10, 2018, 04:16 PM IST
પતિએ કહ્યું, મને તારામાં કોઇ રસ રહ્યો નથી. તેં મને લગ્ન માટે નકાર્યો તેથી તને પાઠ ભણાવવા મેં લગ્ન કર્યા હતા. (ફાઇલ)
પતિએ કહ્યું, મને તારામાં કોઇ રસ રહ્યો નથી. તેં મને લગ્ન માટે નકાર્યો તેથી તને પાઠ ભણાવવા મેં લગ્ન કર્યા હતા. (ફાઇલ)
કુનિયાના સસરા-નણંદે માંગણી કરી હતી, કે દહેજ પેટે દર વર્ષે એક લાખ રૂપિયા અને કિંમતી ચીજવસ્તુઓ આપવી પડશે. (ફાઇલ)
કુનિયાના સસરા-નણંદે માંગણી કરી હતી, કે દહેજ પેટે દર વર્ષે એક લાખ રૂપિયા અને કિંમતી ચીજવસ્તુઓ આપવી પડશે. (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી તેની મિત્ર સાથે દેહરાદૂન ફરવા ગઇ હતી. જ્યાં તેની મુલાકાત મુંબઇના એક યુવાન સાથે થઇ હતી. આ યુવક હાલ અમેરિકામાં સ્થાયી થયો છે. પહેલીવાર જ્યારે યુવકે અમદાવાદની યુવતીને લગ્ન માટે પ્રપોઝ કરી ત્યારે યુવતીએ ના કહી હતી. યુવતીનો જવાબ સાંભળી યુવકે તેના માતાપિતાને યુવતીના ઘરે મોકલી સમજાવી લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના થોડાં દિવસોમાં જ પતિની પોલ ખૂલી ગઇ અને કંપાવી દેનારી હકીકત યુવતીની સામે આવી.

શું છે ઘટનાની વિગત?


- કુનિકા પટેલ (26) નામની યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે તેની મિત્ર સાથે દેહરાદૂનમાં 2016માં ફરવા ગઇ હતી.
- જ્યાં સાત દિવસના રોકાણ દરમિયાન તેની ઓળખાણ સંજય પટેલ (મુંબઇ) સાથે થઇ હતી.
- તે સમયે સંજય પટેલે કુનિકાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી, જે માટે કુનિકાએ ના પાડી હતી.
- આ વાતના એક મહિના પછી સંજયે તેના માતાપિતાને અમદાવાદ કુનિકાના ઘરે મોકલી પોતે એનઆરઆઇ છે અને તેને અમેરિકા લઇ જઇ સારી રીતે રાખશે, દહેજ કે કોઇ વસ્તુની અપેક્ષા નથી તેમ કહી ફરીથી લગ્ન માટે માંગુ મોકલાવ્યું.
- સારો પરિવાર જોઇ કુનિકાએ લગ્ન માટે હા પાડી હતી. ત્યારબાદ બંનેના લગ્ન થયા હતા.
- લગ્નના થોડાં દિવસોમાં જ સંજય અમેરિકા જતો રહ્યો હતો. આ દરમિયાન મુંબઇમાં સંજયના માતાપિતા સાથે રહેતી કુનિકા પાસે દહેજની માંગણી કરી હતી.
- કુનિકાએ તેના પતિને આ અંગે જાણ કરી તો પતિએ કહ્યું, તેઓ સાચુ કહે છે. મને તારામાં કોઇ રસ રહ્યો નથી. તેં મને લગ્ન માટે નકાર્યો તેથી તને પાઠ ભણાવવા મેં લગ્ન કર્યા હતા.
- આ ઘટના બાદ સંજય અને તેના પરિવાર દ્વારા છૂટછેડા માટે દબાણ કરતું હતું.

દહેજ પેટે માંગ્યા 1 લાખ રૂપિયા


- કુનિયાના સસરા-નણંદે માંગણી કરી હતી, કે દહેજ પેટે દર વર્ષે એક લાખ રૂપિયા અને કિંમતી ચીજવસ્તુઓ આપવી પડશે.
- આ ઉપરાંત તેણે અમેરિકા જવાની વાત કરી તો તેને કહ્યું, તારે અમેરિકા જવાની શું જરૂર છે? સંજય જ્યારે આવે ત્યારે તારે તેની સાથે રહેવાનું.
- કુનિકાએ પોતાની ફરિયાદમાં શારિરીક-માનસિક ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો છે.

X
પતિએ કહ્યું, મને તારામાં કોઇ રસ રહ્યો નથી. તેં મને લગ્ન માટે નકાર્યો તેથી તને પાઠ ભણાવવા મેં લગ્ન કર્યા હતા. (ફાઇલ)પતિએ કહ્યું, મને તારામાં કોઇ રસ રહ્યો નથી. તેં મને લગ્ન માટે નકાર્યો તેથી તને પાઠ ભણાવવા મેં લગ્ન કર્યા હતા. (ફાઇલ)
કુનિયાના સસરા-નણંદે માંગણી કરી હતી, કે દહેજ પેટે દર વર્ષે એક લાખ રૂપિયા અને કિંમતી ચીજવસ્તુઓ આપવી પડશે. (ફાઇલ)કુનિયાના સસરા-નણંદે માંગણી કરી હતી, કે દહેજ પેટે દર વર્ષે એક લાખ રૂપિયા અને કિંમતી ચીજવસ્તુઓ આપવી પડશે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી