Divya Bhaskar

Home » NRG » USA » ભયાવહ કાળરાત્રિએ સુરતી પરિવારની ન સંભળાઈ મોતની ચિત્કાર | US found all four bodies of missing thottappilly Family Of Surat

USમાં ભયાવહ કાળરાત્રિએ સુરતી પરિવારની ન સંભળાઈ મોતની ચિત્કાર

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 04:10 PM

ભયાવહ કાળરાત્રિએ ઘસમસતા પાણીમાં વહી ગઈ ચિત્કાર કરતી ચાર જીંદગી

  • ભયાવહ કાળરાત્રિએ સુરતી પરિવારની ન સંભળાઈ મોતની ચિત્કાર | US found all four bodies of missing thottappilly Family Of Surat
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ભયાવહ કાળરાત્રિએ ઘસમસતા પાણીમાં વહી ગઈ ચિત્કાર કરતી ચાર જીંદગી

    સુરતઃ 12 વર્ષ પહેલાં સુરતથી અમેરિકા સ્થાયી થયેલા દક્ષિણ ભારતીય પરિવારનું અમેરિકામાં ભારે વરસાદી પુરમાં તણાઈ જતાં અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. આ પરિવાર ગત 5મી એપ્રીલના રોજ બાળકોના વેકેશનને લઈને સેન્ટ હોજ જઈ રહ્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે રસ્તામાં ભારે વરસાદી પુરના કારણે કાર તણાઈ ગઈ હતી. આ કારમાંથી પત્ની અને બાળકી બહાર નીકળી બચવાના પ્રયાસ કર્યા હતાં.જો કે, એ ભયાવહ કાળરાત્રિએ પરિવારમાંથી કોઈએ મોતની ચિત્કાર ન સાંભળી અને સમગ્ર પરિવારનું મોત નીપજ્યું હતું.

    પાણીથી બચવા માતા-પુત્રી નીકળ્યાં કાર બહાર

    ઓરેગોન જંગલમાં રાત્રિ દરમિયાન સંદીપ અને તેનું પરિવાર કાર લઈને સેન્ટ હોજ તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં હતાં. અને સંદીપ કાર ચલાવી રહ્યો હતો. પરંતુ રસ્તાઓ ન દેખાતાં અને ભારે વરસાદી પાણીમાં સંદીપની કાર તણાવા લાગી હતી. આ દરમિયાન બચવા માટે પત્ની સૌમ્યા અને દીકરી સાચી કારમાંથી બહાર નીકળ્યાં હતાં. અને બચવા માટે બૂમો પાડવાની સાથે મદદ માટે પુકાર લગાવી રહ્યાં હતાં. પરંતુ એ ભયાવહ કાળરાત્રિએ તેમનો અવાજ સાંભળવા કે મદદ કરવા કોઈ હાજર નહોતું. અને કાર ધસમસતા પાણીમાં તણાઈ ગઈ બીજી તરફ સૌમ્યા અને તેની દીકરી પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો વેકેશન ગાળવા પરિવારે બનાવ્યો હતો દસ દિવસનો પ્રોગ્રામ

  • ભયાવહ કાળરાત્રિએ સુરતી પરિવારની ન સંભળાઈ મોતની ચિત્કાર | US found all four bodies of missing thottappilly Family Of Surat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સુરતી પરિવારની કાર ધસમસતા પાણીમાં જંગલમાં તણાઈ જતાં અરેરાટી

    જંગલમાં નહોતું મોબાઈલ ફોન નેટવર્ક

     

    સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈના દીકરો સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતો હતો.અને વેકેશન દરમિયાન પત્ની સૌમ્યા, દીકરી સાચી અને પુત્ર સિધ્ધાંતની સાથે 10 દિવસનો ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. લોસ એન્જલસથી નીકળતા અગાઉ તેમણે ફોન કરીને સંબંધીઓને કહ્યું હતું કે, તેઓ જે વિસ્તાર સેન્ટ હોજ તરફ જઈ રહ્યાં છે તે જંગલમાં નેટવર્ક આવશે નહીં આવે અને બહાર નીકળીને તેઓ સંપર્ક કરશે. સાથે તેમણે સેન્ટ હોજમાં રહેતા સૌમ્યાના સંબંધીને ત્યાં લંચનો કાર્યક્રમ પણ ફીક્સ કર્યો હતો.

     

    આગળની સ્લાઈડ્સમાં વાંચો લંચમાં ન આવતાં થોટ્ટાપિલ્લઈ પરિવારની શરૂ થઈ તપાસ

  • ભયાવહ કાળરાત્રિએ સુરતી પરિવારની ન સંભળાઈ મોતની ચિત્કાર | US found all four bodies of missing thottappilly Family Of Surat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાણીથી બચવા માતા-પુત્રી નીકળ્યાં કાર બહાર

    લંચની જગ્યાએ ડિનરના સમયે પણ ન આવ્યું પરિવાર

     

    સંદીપે તેની પત્ની સૌમ્યાના સંબંધીને ત્યાં સેન્ટ હોજમાં લંચ ફીક્સ રાખ્યું હતું. પરંતુ તેઓ લંચના સમયે પણ આવ્યા નહોતાં. બીજી તરફ નેટવર્ક પણ મળતું નહોતું કે વાત થઈ શકે. આથી સૌમ્યાના સંબંધીઓ ચિંતીત હતા લંચ બાદ ડીનરના સમયે પણ સંદીપ પરિવાર સાથે ન પહોંચતા સૌમ્યાના સંબંધીઓ વધારે ચિંતિત થયા હતાં. અને તેમણે સૌમ્યાના માતા-પિતાને જાણ કરી હતી. સાથે જ સુરતમાં બાબુભાઈને પણ જાણ કરી હતી. સાથે ભારે વરસાદમાં રસ્તાઓ પણ બંધ હતાં. સંદીપનો નાનો ભાઈ કેનેડાથી અમેરિકા આવી ગયો હતો. જો કે કેલિફોર્નિયાના ઓરેગોનના જંગલોમાં ભારે વરસાદથી તપાસ પણ નહોતી થઈ શકી. 

     

    આગળની સ્લાઈડ્સમાં વાંચો રૂવાડા ખડા કરી દે તેવી રીતે મળ્યા મૃતદેહ

  • ભયાવહ કાળરાત્રિએ સુરતી પરિવારની ન સંભળાઈ મોતની ચિત્કાર | US found all four bodies of missing thottappilly Family Of Surat
    ધસમસતા વરસાદી પાણીમાં વહી ગઈ ચાર જિંદગી

    વરસાદમાં વહી ગયું પરિવાર

     

    ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પણ મદદ માટે ખાતરી દર્શાવાઈ હતી. અમેરિકન સરકાર પણ મદદ માટે અને શોધખોળ માટે પ્રયાસો કરી રહી હતી. આખરે વરસાદ બંધ થયા બાદ વરસાદી પાણી ઓસરતાં સૌ પ્રથમ કારમાંથી બહાર નીકળેલા સૌમ્યા અને દીકરી સાચીની ટોપી, ફ્રોક અને કેમેરો મળ્યો હતો. બીજી તરફ કારના બોનેટના ટુકડાં પણ મળ્યાં હતાં. જેથી થોટ્ટાપિલ્લઈ પરિવાર પર આભ તૂટયું હતું. જો કે, ત્યારબાદ બે દિવસે પિતા પુત્રના કારમાંથી અને માતા-દીકરીના અન્ય જગ્યાએથી મૃતદેહ મળી આવ્યાં હતાં. જેથી એ છેલ્લી કાળરાત્રિ થોટ્ટાપિલ્લઈ પરિવારે કેવી રીતે જંગલમાં મોતની ચિત્કાર સાથે વિતાવી હશે તેની કલ્પના માત્રથી રૂંવાડા સૌ કોઈના ખડાં થઈ જાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending