Home » NRG » Gujarat » આ પ્રકારના લગ્નને કાયદેસર કે ગેરકાયદેસર ના ગણી શકાય | Indias first and only matrimonial service for gays and lesbians

ગુજરાતી યુવતીએ ખોલ્યો યુનિક મેરેજ બ્યુરો, 24 દેશોમાંથી કપલે કર્યો છે સંપર્ક

Divyabhaskar.com | Updated - May 18, 2018, 07:24 PM

મૂળ ગુજરાતી ઉર્વીએ ભારતમાં પહેલીવાર અરેન્જ્ડ ગે મેરેજ (એજીએમ) બ્યુરોની શરૂઆત કરી છે

 • આ પ્રકારના લગ્નને કાયદેસર કે ગેરકાયદેસર ના ગણી શકાય | Indias first and only matrimonial service for gays and lesbians
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉર્વી શાહ (ફાઇલ)

  એનઆરજી ડેસ્કઃ 24 વર્ષીય ગુજરાતી યુવતી ઉર્વી શાહે ભારતમાં એક અનોખું મેરેજ બ્યુરો શરૂ કર્યુ છે. ઉર્વી શાહ સંસ્કૃતિ અને પ્રેમના સમન્વયમાં માને છે અને તેના આ જ વિચારોએ તેના સપનાંને પુરાં કરવામાં મદદ કરી છે. અત્યાર સુધી ઉર્વીએ 26થી વધુ અનોખા લગ્ન કરાવ્યા છે. ઉર્વીના પિતા એક ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. મૂળ ગુજરાતી ઉર્વીએ ભારતમાં પહેલીવાર અરેન્જ્ડ ગે મેરેજ (એજીએમ) બ્યુરોની શરૂઆત કરી છે. સામાન્ય રીતે ઇન્ડિયન અરેન્જ મેરેજના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ બ્યુરોની શરૂઆત કરવામાં આવી છે. જે ગે કે લેસ્બિયન કપલ ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કરવા ઇચ્છતા હોય તેઓના માટે એજીએમ વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે.

  377 ધારાનું શું?


  - ડ્રામેનિયન, રાજ-યુગ વિભાગની આઇપીસી 377 અનુસાર, સેમ-સેક્સને 'અપ્રાકૃતિક' ગણવામાં આવે છે. તેથી જ આ બ્યુરોને કાયદાકીય ગણવું કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે.
  - 24 ઓગસ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટ નવ-જજની બેચ દ્વારા એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. જે અનુસાર દરેક વ્યક્તિના 'રાઇટ ટુ પ્રાઇવસી'ને જાળવી રાખવા એ મૂળભૂત હક છે.
  - આ ચૂકાદા બાદ ધારા 377ની બંધારણીય માન્યતાઓને લગતી ચર્ચાને ફરી શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે હોમોસેક્સુઆલિટીના અપરાધિકરણમુક્તિના નિર્ણય અંગે કોઇ ચૂકાદો નથી આપ્યો. ત્યારબાદથી એવી માન્યતા બંધાઇ ગઇ છે સેમ સેક્સ મેરેજ કરવા ઇચ્છતાં લોકો માટે હાલ પુરતો કો કાયદો નથી.


  એજીએમ કાયદાકીય વ્યવસ્થા સાથે જ ચાલે છે


  - આ વિવાદ અંગે ઉર્વી શાહે કહ્યું કે, ધારા 377માં એવું લખેલું છે કે, 'અપ્રાકૃતિક સેક્સ' ગુનો છે, તેથી જ જો હોમોસેક્સ્યુઅલ કપલ શારિરીક સંબંધો બાંધતા પકડાઇ જાય તો તેઓની ધરપકડ થઇ શકે છે. પરંતુ હોમોસેક્સુઅલ મેરેજને લઇને ભારતમાં હાલ પુરતો કોઇ કાયદો નથી. તો ટેક્નિકલ રીતે, આ પ્રકારના લગ્નને કાયદેસર કે ગેરકાયદેસર ના ગણી શકાય. તેથી જ કપલ હિન્દુ, ક્રિશ્ચિયન સેરેમની કે તેઓ જે કોમ્યુનિટીમાંથી આવતા હોય તે અનુસાર લગ્ન કરી શકે છે. હા, તેઓના આ લગ્ન માટે મેરેજ સર્ટિફિકેટ કે હક નથી મળતા.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શા માટે આવ્યો ગે મેરેજ બ્યુરો ખોલવાનો વિચાર...

 • આ પ્રકારના લગ્નને કાયદેસર કે ગેરકાયદેસર ના ગણી શકાય | Indias first and only matrimonial service for gays and lesbians
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉર્વીની મદદ યુએસમાં વસતા એનઆરઆઇ બેનહુર સેમસને કરી હતી. (ફાઇલ)

  પ્રેમના કારણે શરૂ થયો બ્યુરો 


  - અરેન્જ્ડ ગે મેરેજ બ્યુરોની શરૂઆત જાન્યુઆરી 2016માં થઇ હતી. આ માટે ઉર્વીની મદદ યુએસમાં વસતા એનઆરઆઇ બેનહુર સેમસને કરી હતી. આજે એજીએમના 1,550 ક્લાયન્ટ્સ છે. 
  - નવેમ્બર 2017 સુધી આ બ્યુરોએ હિન્દુ વિધિથી 26 કપલના લગ્ન કરાવી આપ્યા છે. 39 જેટલાં કપલ જેઓ એજન્સી થ્રુ મળ્યા હોય તેઓ લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા જ્યારે બીજાં કપલ ડેટ કરતાં હતા. 
  - આ અલગ કોન્સેપ્ટના લગ્ન માટે કેટલાંક ક્લાયન્ટ્સ ડર પણ અનુભવે છે. જેમ કે, એક ક્લાયન્ટે તેના કોઇ પણ ડોક્યુમેન્ટ્સ એજીએમની વેબસાઇટ સાથે શૅર કરવાની ના પાડી દીધી હતી. કારણ કે તે તેની ઓળખ છૂપાવવા ઇચ્છતી હતી. 

 • આ પ્રકારના લગ્નને કાયદેસર કે ગેરકાયદેસર ના ગણી શકાય | Indias first and only matrimonial service for gays and lesbians
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  24 દેશોના કપલ્સે પણ તેઓનો કોન્ટેક્ટ કર્યો છે. (ફાઇલ)

  વિદેશી કપલે પણ ઉઠાવ્યો લાભ 


  - ઉર્વી શાહના કસ્ટમર સી. સ્ટીવને આ વેબસાઇટ અંગે પોતાના અનુભવ શૅર કર્યા હતા. સ્ટીવને પોતાના એક્સપિરિયન્સમાં જણાવ્યું કે, આ પોર્ટલ દ્વારા જ તેને તેનો લાઇફ પાર્ટનર મળ્યો છે. 
  - સ્ટીવને કહ્યું કે, અમે અમારાં પ્રોફાઇલ એક્સચેન્જ કર્યા, ઇન્ટરેસ્ટ મેચ થયા, ફિલિંગ એક્સપ્રેસ કરી અને આજે લગ્ન કરીને અમે સુધી છીએ. 
  - એજીએમના રિપોર્ટ અનુસાર, 75 ટકા કસ્ટમર્સ ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં જેવા કે દિલ્હી, મુંબઇ અને બેંગ્લોરથી છે. આ સિવાય 24 દેશોના કપલ્સે પણ તેઓનો કોન્ટેક્ટ કર્યો છે. 

 • આ પ્રકારના લગ્નને કાયદેસર કે ગેરકાયદેસર ના ગણી શકાય | Indias first and only matrimonial service for gays and lesbians
  ગે મેરેજ બ્યુરોની શરૂઆત એટલી સરળ નહતી (ફાઇલ)

  પરિવારને ધમકીઓ મળી 


  - ઉર્વી શાહ માટે ગે મેરેજ બ્યુરોની શરૂઆત એટલી સરળ નહતી. ઉર્વીએ જણાવ્યું કે, આ મેરેજ બ્યુરોની શરૂઆત બાદ કેટલાંક લોકોએ મારાં પરિવારના સભ્યોને ફોન પર ધમકીઓ પણ આપી છે. 
  - એટલું જ નહીં, આ ધમકીઓ આપનારમાં કેટલાંક તો મારાં ક્લાયન્ટ્સના પરિવારના સભ્યો જ સામેલ હતા. 
  - કેટલાંક સ્ટ્રેઇટ લોકો પણ હતા, કેટલાંક હોમોસેક્સુઅલ કોમ્યુનિટીના લોકોએ પણ ધમકીઓ આપી છે. કારણ કે, મેં તેઓને એનરોલ નહોતાં કર્યા. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ