• Home
  • NRG
  • Gujarat
  • UK cos offer to partner with SMC to curb Tapi vegetation growth in Tapi

સુરત: તાપી બનશે સ્વચ્છ, યુકે અને સિંગાપોરના એક્સપર્ટ જોડાશે અભિયાનમાં

divyabhaskar.com

Apr 05, 2018, 05:01 PM IST
તાપી નદીના કિનારે સતત વધી રહેલી વનસ્પતિનું કાયમી સોલ્યુશન લાવશે
તાપી નદીના કિનારે સતત વધી રહેલી વનસ્પતિનું કાયમી સોલ્યુશન લાવશે
તાપી નદીને સ્વચ્છ બનાવી તેની આસપાસના સોલિડ વેસ્ટ, વેજિટેબલ વેસ્ટ, ઇ-વેસ્ટને કાયમ માટે દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવશે.
તાપી નદીને સ્વચ્છ બનાવી તેની આસપાસના સોલિડ વેસ્ટ, વેજિટેબલ વેસ્ટ, ઇ-વેસ્ટને કાયમ માટે દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવશે.

એનઆરજી ડેસ્કઃ યુકેની વેસ્ટ મેનેજમેન્ટ કંપની સુરતની તાપી નદીના કિનારે સતત વધી રહેલી વનસ્પતિનું કાયમી સોલ્યુશન લાવશે. સિંગાપોર ખાતે તાપી નદીને સ્વચ્છ કરવાના આ પ્રોજેક્ટની તૈયારીઓ થઇ રહી છે. યુનાઇટેડ કિંગડમ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (UKTI)ના બિઝનેસ ડેલિગેશન ગત માર્ચ મહિનામાં સુરતની બે દિવસની મુલાકાત લીધી હતી. સુરત મ્યુનિસિપાલ કોર્પોરેશન (એસએમસી) અને બીજેપી લીડર્સે સિંગાપોર અને યુકેની વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના ડેલિગેશન સાથે મળીને નદીની મુલાકાત લીધી હતી.


લંડનમાં થશે રિસર્ચ


- યુકેટીઆઇના હેડ રુપી નાદ્રાએ જણાવ્યું કે, અમે આટલી સુંદર નદીની આસપાસ સતત વધી રહેલી શાકભાજી ઉગાડવાની પ્રવૃતિઓ અને વનસ્પતિને જોઇને આશ્ચર્યમાં છીએ.
- અમે નદીના કિનારે ઉગતી લીલ જેવી વનસ્પતિના સેમ્પલ લીધા છે. જેને લંડન લઇ જવામાં આવશે, અહીં અમારાં સાયન્ટિસ્ટ્સ અને વેસ્ટ મેનેજમેન્ટ કર્મચારીઓ તેના ઉપર રિસર્ચ કરી નદીના કિનારાને ખરાબ કરતી આ વનસ્પતિનો કાયમી ઉકેલ લાવશે.

તાપીને સ્વચ્છ બનાવવા શરૂ કર્યુ અભિયાન


- રુપી નાદ્રાએ વધુમાં જણાવ્યું કે, અમે મ્યુનિસિપાલ કોર્પોરેશનને યુકેની કંપની સાથે બિઝનેસ પાર્ટનરશિપ પણ ઓફર કરી છે.
- જે હેઠળ તાપી નદીને સ્વચ્છ બનાવી તેની આસપાસના સોલિડ વેસ્ટ, વેજિટેબલ વેસ્ટ, ઇ-વેસ્ટને કાયમ માટે દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવશે.
- આ ઉપરાંત અમે સિવિક બોડીને વર્લ્ડ-ક્લાસ ટેક્નોલોજી સાથે પાણીમાં ઉગતી વનસ્પતિને દૂર કરવાની ટેક્નિક પણ ઓફર કરી છે.

- યુકેના ઇડન ઇકો સોલ્યુશનના ચીફ એક્ઝિક્યૂટિ લેરી ગ્રાન્ટના જણાવ્યા અનુસાર, તાપી નદીને તાત્કાલિક સ્વચ્છ કરવી અત્યંત જરૂરી છે. નહીં તો આસપાસ થઇ રહેલી શાકભાજીની ખેતીના કારણે નદીનું પાણી વધુને વધુ દૂષિત થતું રહેશે.
- બીજેપી સિટી યુનિટ પ્રેસિડન્ટ નિતિન બાજીવાલાના જણાવ્યું કે, અમે તાપીને સ્વચ્છ બનાવવા યુકેના ડેલિગેશન સાથે ચર્ચા કરી છે. તેઓ અમને કાયમી સોલ્યુશન આપશે જે અંગે અમે ગંભીરતાથી વિચારણા કરીશું.

X
તાપી નદીના કિનારે સતત વધી રહેલી વનસ્પતિનું કાયમી સોલ્યુશન લાવશેતાપી નદીના કિનારે સતત વધી રહેલી વનસ્પતિનું કાયમી સોલ્યુશન લાવશે
તાપી નદીને સ્વચ્છ બનાવી તેની આસપાસના સોલિડ વેસ્ટ, વેજિટેબલ વેસ્ટ, ઇ-વેસ્ટને કાયમ માટે દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવશે.તાપી નદીને સ્વચ્છ બનાવી તેની આસપાસના સોલિડ વેસ્ટ, વેજિટેબલ વેસ્ટ, ઇ-વેસ્ટને કાયમ માટે દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી