યુગાન્ડામાં હિંસાથી ગુજરાતીઓ ચિંતિત, પોલીસ ફાયરિંગમાં એકનું મોત

Ugandan violence once again, One killed in police firing

Divyabhaskar.com

Aug 21, 2018, 01:49 AM IST

કમ્પાલા: યુગાન્ડામાં ફરી એકવાર હિંસા ભડકી ઊઠી છે. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. એકનું મોત થયું છે અને 5 ઘવાયા છે. અહીંના સાંસદ અને પોપ ગાયક બોબી વાઈન અને તેના સમર્થકો દ્વારા રાષ્ટ્રપ્રમુખનો વિરોધ હિંસક બન્યો છે. પોલીસ પ્રવક્તા એમીલિયન કાયમાએ જણાવ્યું કે મંગળવારે એક પોલીસ કર્મીએ મિતિયાનામાં મિની બસ પર ફાયરિંગ કરતાં 6 લોકો ઘવાયા હતા તેમાંથી 1નું મોત થઈ ગયું હતું.‘અમે ગોળીબાર કરનાર પોલીસમેનને શોધી રહ્યા છીએ. તેનું કૃત્ય ખૂબ જ બેજવાબદારીભર્યું છે.

કમ્પાલાથી ભાસ્કર લાઈવ : યુગાન્ડામાં લાખ ગુજરાતી

કમ્પાલાથી ઉદયભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે અહીં વસતાં ગુજરાતી સુરક્ષિત છે પણ તંગદિલી ઘણી છે. શહેરની તમામ દુકાનો-મોલ બંધ થઈ ગયા છે. લોકો ઘરે પહોંચી ગયા છે. થોડા સમય સુધી લોકોએ પોતાના નોકરી કે ધંધાના સ્થળે છુપાઈ રહેવું પડ્યું હતું. અહીં લગભગ એક લાખ જેટલા ગુજરાતી વસે છે. પરિસ્થિતિ હવે અંકુશમાં છે પણ સાવચેતી રાખવી પડશે.

X
Ugandan violence once again, One killed in police firing
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી