Home » NRG » Africa » Two youths in Nadiad attack in Kenya, robbing a man, and injuring one

નડિયાદના બે યુવક પર કેન્યામાં લૂંટના ઇરાદે હુમલો, એકને ગંભીર ઇજા

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 06:05 PM

નડિયાદના કેરીઆવી અને પલાણાનો યુવક સ્ટોર બંધ કરી ઘરે જતાં હતાં તે સમયે સ્થાનિક શખ્સોએ હુમલો કર્યો

  • Two youths in Nadiad attack in Kenya, robbing a man, and injuring one

    નડિયાદ: નડિયાદના કેરીઆવી અને વસોના પલાણાના યુવક પર આફ્રિકામાં લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવકોની પાસે રહેલા ટિફિનમાં પૈસા હશે. તેમ માની
    હુમલો કર્યો હતો. આ ઘટનાના સામાચાર કેરીઆવી તથા પલાણા સહિત ઇન્ડિયામાં અન્ય સ્થળે તેમના સ્વજનોને મળતા તેઓ ચિંતાતુર બન્યા હતા અને બંન્ને ગામોમાં વસતા આ યુવકના પરિવારજનોને મળવા સ્વજનો દોડી આવ્યા હતા.


    નડિયાદ નજીક આવેલા કેરીઆવીના વતની જિજ્ઞેશભાઇ સંજયભાઇ પટેલ (ઉ. 26) તથા વસોના પલાણાના વતની રાજેશભાઇ મુકેશભાઇ પટેલ હાલ રોજગાર અર્થે આફ્રિકામાં છે. આફ્રિકાવેલા સુપરમાર્કેટમાં આવેલા સ્ટોરમાં આ બંન્ને યુવકો કામ કરે છે. ગઇરાત્રે 7.30ના સુમારે આ બંન્ને યુવકો સ્ટોર પર નોકરી પતાવ્યા બાદ પોતાના ઘેર ગયા હતા, ત્યારે તેમના ઘર નજીક કેટલાક ઇસમો લૂંટ કરવાના ઇરાદે ઘસી આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આફ્રિકામાં કેન્યા પાસે આવેલા મીંગોરી ટાઉનમા બનેલી આ ઘટનામાં સદનસીબે બન્ને યુવકો બચી ગયા હતા. પણ ઇજા પહોંચી હતી. જેમાં જિજ્ઞેશભાઇને માથાના ભાગે તથા રાજેશભાઇને ખભા પર ઇજા પહોંચી હતી. જેઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા.

    અમને ફોન દ્વારા હુમલાની જાણ થઇ : ભોગ બનનાર યુવકના પિતા


    મારા દીકરા પર હુમલો થયાની ઘટનાની જાણ અમને ફોન દ્વારા થઇ હતી. મારા દીકરાની સાથે તેની પત્ની અને એક દીકરી રહે છે. તેઓ નોકરી કરવા ગયા હતા. જ્યાં સુપરમાર્કેટમાં આવેલ સ્ટોરમાં જિજ્ઞેશ અને પલાણાનો છોકરો નોકરી કરે છે. સંજયભાઇ પટેલ, કેરીઆવી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ