નવસારી: વિરાવળના બે યુવાનો સહિત ગુજરાતના 19 યુવાનો ગલ્ફ દેશ ઓમાનમાં શરણાર્થીની જિંદગી જીવી રહ્યા કરવા ગયેલા યુવાનો અને કંપનીના માલિક વચ્ચે કોઈ બાબતે માથાકૂટ ઉભી થતા યુવાનો માલિકની જોહૂકમી સામે તાબે ન થતા હાલ ગુરૂદ્વારામાં શરણાર્થી તરીકે રહે છે.
નવસારી સહિત ગુજરાતના 19 યુવાનો નોકરી માટે ઓમાન પહોંચ્યા હતા. ઓમાનની કંપનીમાં તેઓ ત્રણ પહેલા જ નોકરીએ લાગ્યાના સમયગાળામાં જ કંપનીના માલિકે યુવાનો સાથે બેહૂદુ વર્તન શરૂ કર્યું હતું, જેનો આ યુવાનોએ વિરોધ કર્યો હતો. જેને લઈ વાત વણસી હતી. આ બાબત નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને વિરાવળ ગામના વતની પિયુષભાઈ પટેલના ધ્યાન ઉપર આવતા તપાસ કરી હતી.
આ બાબતે તેમણે જણાવ્યું હતું કે વિરાવળ બે અને ગડતનો એક યુવાન ઓમાન નોકરી માટે ગયા હતા. ગામના જેનિશ અને જયવંત પટેલ સહિત કુલ 19યુવાનો હાલ ઓમાનમાં ફસાયા છે. ઓમાનમાં કંપનીના માલિક સાથે માથાકૂટ ઉભી થઈ હતી અને તેના કારણે એક યુવાને સ્થાનિક પોલીસ મથકમાં માલિક વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જેને લઈ મામલો બિચક્યો હતો.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરાયું
ઓમાનમાં ફસાયેલા ભારતીય યુવાનોને પરત વતન લાવવાના તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે દેશના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે.