ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» 7.80 lakh has been theft from the house of a woman officer appointed by First Secretary in Russia

  રશિયામાં ફર્સ્ટ સેક્રેટરી નિમાયેલાં મહિલા અધિકારીના ઘરમાંથી 7.80 લાખની ચોરી

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 12:00 PM IST

  તસ્કરો બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદ: ઈન્ડિયન ફોરેન સર્વિસ (આઈએફએસ) માં રશિયા મોસ્કોમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થતા પતિ અને બે સંતાનો સાથે રશિયા ગયેલાં મહિલા અધિકારીના ઘરમાંથી તસ્કરો રૂ.7.80 લાખના દાગીના ચોરી ગયા છે. તસ્કરો બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર ઘૂસ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

   મોસ્કોમાં નિમણૂક થતા પતિ અને બે સંતાનો સાથે ગયાં હતાં

   મેમનગર સરકારી વસાહતની સામે આવેલી તીર્થનગર સોસાયટીના મકાન નંબર- 42 માં વૃંદાબા. એલ. ગોહિલ પતિ તેમજ બે સંતાનો સાથે રહેતાં હતાં. વૃંદાબા અગાઉ અમદાવાદમાં એડિશનલ વિજિલન્સ કમિશનર તરીકે ફરજ બજાવતાં હતાં. પરંતુ તેમની ટ્રાન્સફર ઈન્ડિયન ફોરેન સર્વિસ ડિપાર્ટમેન્ટમાં થતાં તેમને રશિયાના મોસ્કોમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકેનું પોસ્ટિંગ અપાયું હતું.

   જેથી વૃંદાબા પતિ પીયૂષકુમાર રાવલ અને બે બાળકો સાથે 3 માર્ચ 2018 ની રાતે મેમ્કો જવા નીકળ્યા હતા. પીયૂષકુમાર ફેમિલીફ્રેન્ડ શૈલેશકુમાર નાનચંદ શાહને ઘરની દેખરેખની જવાબદારી સોંપીને ગયાં હતાં. 10 માર્ચે શૈલેશકુમારે મકાનની સાફ સફાઇ કરાવી હતી અને બીજા દિવસે તેમના ભત્રીજાની સગાઇ હોવાથી શૈલેશકુમાર વૃંદાબાના ઘરે ગયા ન હતા.

   જ્યારે તા.12 માર્ચે બપોરે 2 વાગ્યે શૈલેશકુમારે વૃંદાબાના ઘરે જઇને જોયું તો બાળકોના બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ પલંગ ઉપર પડી હતી. જ્યારે તિજોરી તેમજ સામાન વેરવિખેર પડ્યો હતો.

   આ અંગે શૈલેશકુમારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

   શું શું ચોરાયું
   તસ્કરો તિજોરીમાંથી રાડો કંપનીની 2 ઘડિયાળ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.7.80 લાખના મત્તાની ચોરી ગયા હતા. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 7.80 lakh has been theft from the house of a woman officer appointed by First Secretary in Russia
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top