Home » NRG » Gujarat » The storm stayed in Uganda the next day, Many people of Anand live In Uganda

યુગાન્ડામાં બીજા દિવસે તોફાન અટક્યા, 35 હજાર ચરોતરવાસીઓએ લીધા રાહતના શ્વાસ

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 12:22 PM

આફ્રિકાના યુગાન્ડા શહેરમા હાલ ચરોતરના 35 હજાર વધુ લોકો વસે છે

  • The storm stayed in Uganda the next day, Many people of Anand live In Uganda
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    યુગાન્ડામાં મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા હતા વિરોધ

    આણંદ: આફ્રિકાના યુગાન્ડા શહેરમાં રાષ્ટ્ર પ્રમુખના વિરોદમાં સાંસદ અને તેના સમર્થકો દ્વારા સોમવારે તોફાન ફાટી નીકળ્યા હતા. પરંતુ વિદેશીઓ અને ચરોતરવાસીઓને કોઇ પણ પ્રકારનું નુકશાન થયું નથી. તેમજ ધીમે ધીમે પરિસ્થિતી થાળે પડી રહી છે. જેથી ચિંતાજનક બાબત નથી પરંતુ થોડી સાવચેતી રાખવી પડે છે તેમ સામરખા ગામના વતની હાલ યુગાન્ડામાં રહેતા ચિંતન પટેલે જણાવ્યું હતું.

    યુગાન્ડામાં રાષ્ટ્ર વિરોધમાં લોકોએ શરૂ કર્યા હતા તોફાનો

    આફ્રિકાના યુગાન્ડામાં સાંસદ અને પોપ ગાયક બોબી વાઇન અને તેના સમર્થકો દ્વારા રાષ્ટ્ર વિરોધમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં ફાયરિંગમાં એક વ્યકિતનું મોત નિપજયું છે. પરંતુ ગુજરાતી કે ચરોવાસીઓને કોઇ નુકશાન થયું નથી, પરંતુ 2 કલાકથી વધુ સમય સુધી નોકરી-ધંધાને સ્થળે છુપાઇ રહેવું પડ્યું હતું પરંતુ હાલ વિદેશીઓ પર કોઇ ખતરો નથી, તેમજ હાલમાં તોફાનો શાંત પડી ગયા છે.

    આણંદ નડિયાદના 35 હજારથી વધુ લોકો કરે છે યુગાન્ડામાં વસવાટ


    યુગાન્ડામાં હાલ ચરોતરના 35 હજાર વધુ લોકો વસે છે.તેઓ નોકરી ધંધા સાથે જોતરાયેલા છે. સ્થાનિક રાજકીય તોફાનો હોવાથી તોફાની આ વખતે વિદેશીઓ ટાર્ગેટ બનાવ્યા નથી, તેમ છતાં થોડી સાવચેતી રાખવી પડે છે. યુગાન્ડામાં મુસ્લિમોની વસ્તી વધુ છે. બુધવારે બકરી ઇદ હોવાથી તોફાનો ન ફાટી નીકળે તે માટે પુરતો બંદોબસ્તો ગોઠવી દેવામાં આવ્યો હોવાનું ચિંતન પટેલ જણાવ્યું હતું.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો....

  • The storm stayed in Uganda the next day, Many people of Anand live In Uganda
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વિરોધ કરતા લોકો સામે સેનાને ખડકી દેવામાં આવી

    પાટનગર ક્મ્પાલામાં હવે તમામ ભારતીયો રોિજંદુ જીવન જીવી રહ્યાં છે


     બોબી વાઇનના સમર્થકો દ્વારા રાષ્ટ્રપ્રમુખના કાફલા પર પથ્થરમારો કરવાની ઘટના બની હતી. જેના કારણે સામાન્ય તંગદીલી સર્જાય હતી. પણ કમ્પાલા તેમજ અન્ય શહેરોમાં કોઇ પણ પ્રકારની હીંસાના પડઘા પડ્યાં ન હતા. માત્ર સાવચેતીના ભાગરૂપે સ્ટોર્સ અને મોલ બંધ કરી દેવામાં આવ્યાં હતા. પરંતુ થોડા સમય બાદ એ પણ ખુલ્લા કરી દેવાયા હતા. તમામ ભારતીયો તેમનુ રોજીંદુ જીવન જીવ રહ્યાં છે.- સંજીવ પટેલ, ઇન્ડિયન એસોસીયેશનના વાઇસ ચેરમેન અને પી.આર.ઓ, યુગાન્ડા

  • The storm stayed in Uganda the next day, Many people of Anand live In Uganda
    અત્યારે સ્થિતી કાબુમાં આવતા ચરોતરમાં વસવાટ કરતા લોકોના પરિવારે લીધો રાહતનો શ્વાસ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ