Divya Bhaskar

Home » NRG » Gujarat » Pinakin Patel is Energy expert with over 40 years of experience and 30+ patents

અમેરિકાના આ પટેલ પાસે 30 જેટલી પેટન્ટ, નડિયાદના ઉત્તરસંડાના છે વતની

Divyabhaskar.com | Updated - Jan 09, 2018, 09:49 AM

મૂળ નડિયાદના ઉત્તરસંડાના વત્તની અને હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા પિનાકીન પટેલ પાસે 30 જેટલી પેટન્ટ છે.

  • Pinakin Patel is Energy expert with over 40 years of experience and 30+ patents

    એનઆરજી ડેસ્કઃ મૂળ નડિયાદના ઉત્તરસંડાના વત્તની અને હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા પિનાકીન પટેલ પાસે 30 જેટલી પેટન્ટ છે. તેમણે 500 મિલિયન

    ડોલરના પ્રોજેક્ટ એડવાન્સ રિસર્ચમાં કર્યા છે. અને તેમનું સ્ટાર્ટઅપ ટી2એમ ગ્લોબલ અમેરિકામાં 6 જેટલી કંપનીઓને સ્ટાર્ટઅપ સપોર્ટ કરી રહ્યું છે.


    ઉત્તરસંડાથી અમેરિકાની સફર


    પિનાકીન પટેલ નડિયાદ પાસેના ઉત્તરસંડાના વતની છે. તેમના કુટુંબમાં સાત ભાઇ બહેનોમાં તેમનો નંબર સાતમો છે. નડિયાદની સરદાર પટેલ હાઇસ્કૂલમાં અભ્યાસ

    કરીને વડોદરામાં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. પરિવારના સપોર્ટથી તેઓ 1975માં અમેરિકા ગયા અને શિકાગોમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. આજે અમેરિકામાં તેમના 150 જેટલા ફેમિલી મેમ્બર્સ હોટલ, મોટેલ, લિકર સ્ટોર અને ગેસ સ્ટેશન જેવા બિઝનેસમાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending