લંડન અને આફ્રિકાથી આવેલા વિદ્યાર્થીઓએ કચ્છમાં મેડિકલ વાનની ભેટ આપી

રોશની હડિયા નામની એક યુવતી તો એક વર્ષ સુધી વિરાયતનમાં રહેશે

divyabhaskar.com | Updated - Aug 16, 2018, 04:27 PM
આ વિદ્યાર્થીઓએ રૂદ્રાણી પ્રા. શાળાના વિદ્યાર્થીઓને દંત ચિકિત્સા, આરોગ્ય સ્વચ્છતા સહિતના મુદ્દે સમજ આપી હતી.
આ વિદ્યાર્થીઓએ રૂદ્રાણી પ્રા. શાળાના વિદ્યાર્થીઓને દંત ચિકિત્સા, આરોગ્ય સ્વચ્છતા સહિતના મુદ્દે સમજ આપી હતી.

એનઆરજી ડેસ્ક: બ્રિટન અને આફ્રિકાથી કચ્છની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓનો માનવતાપ્રેમ પ્રેરક છે. શ્રીચંદન વિદ્યાપીઠ, લંડન અને આફ્રિકાના 45 વિદ્યાર્થીઓ આજકાલ માંડવી તાલુકાના જખણિયામાં આવેલી વિરાયતન સંસ્થાના શૈક્ષણિક પ્રવાસે આવ્યા છે. તેમણે સંસ્થાને મેડિકલ વાન ઉપરાંત નોંધપાત્ર અનુદાન આપ્યું છે.

- વાન ઉપરાંત તેમણે ચાર લાખ રૃપિયાનાં સંગીતનાં વાદ્યો, રમત-ગમતનાં 2 લાખ રૃપિયાનાં સાધનો આપ્યાં છે.

- આ વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસથી વિરાયતનમાં વિવિધ સેવાઓ આપવાની સાથે જ્ઞાનનું આદાન-પ્રદાન કરી રહ્યા છે.

- તેમણે રૂદ્રાણી પ્રા. શાળાના વિદ્યાર્થીઓને દંત ચિકિત્સા, આરોગ્ય સ્વચ્છતા સહિતના મુદ્દે સમજ આપી હતી.

- લંડન-આફ્રિકાથી આવેલા વિદ્યાર્થીઓએ વિરાયતનની શિક્ષણ સેવાને સમાજના પાયા નિર્માણનું ભગીરથ કાર્ય ગણાવ્યું હતું.

- રોશની હડિયા નામની એક યુવતી તો એક વર્ષ સુધી વિરાયતનમાં રહેશે.

(સૌજન્યઃ રમેશ તન્ના, Facebook)

X
આ વિદ્યાર્થીઓએ રૂદ્રાણી પ્રા. શાળાના વિદ્યાર્થીઓને દંત ચિકિત્સા, આરોગ્ય સ્વચ્છતા સહિતના મુદ્દે સમજ આપી હતી.આ વિદ્યાર્થીઓએ રૂદ્રાણી પ્રા. શાળાના વિદ્યાર્થીઓને દંત ચિકિત્સા, આરોગ્ય સ્વચ્છતા સહિતના મુદ્દે સમજ આપી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App