યુવતીએ ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી, હવે 30 હજાર કરોડની માલિક

શિવ નાદરની એકમાત્ર સંતાન રોશની કંપનીના તમામ વ્યૂહાત્મક નિર્ણયો જાતે લે છે

divyabhaskar.com | Updated - Aug 18, 2018, 03:17 PM
Roshni is the daughter of Shiv Nadar, the founder of the IT firm

એનઆરજી ડેસ્કઃ મૂળ ચેન્નઇની રોશનીએ આજથી 9 વર્ષ અગાઉ એચસીએલ કોર્પોરેશનમાં સીઇઓનું પદ સંભાળ્યું હતું ત્યારે તેની ઉંમર માત્ર 27 વર્ષ હતી. આ માત્ર સંયોગ નથી કે તેમણે સીઇઓનું પદ સંભાળ્યાનાં 4 વર્ષમાં જ કંપની દેશમાં ચોથા નંબરની આઇટી કંપની બની ગઇ. પ્રોફિટ મામલે એચસીએલે વિપ્રોને પણ પાછળ છોડી દીધી. રોશનીની ધગશ મને મહેનતના કારણે આજે તે કોટક વેલ્થ-હુરુનની સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં બીજાં નંબરે છે.

- એચસીએલ કોર્પોરેશનના સંસ્થાપક શિવ નાદરની એકમાત્ર સંતાન રોશની કંપનીના તમામ વ્યૂહાત્મક નિર્ણયો જાતે લે છે.

- અલબત્ત, તે માત્ર બિઝનેસ સુધી સીમિત નથી, શાસ્ત્રીય સંગીતની સારી જાણકાર છે. રોશની સંગીત શીખી છે.
- હવે સતત સમાચારોમાં રહેતી એક સમયે ન્યૂઝ પ્રોડ્યૂસર રહી ચૂકી છે. ન્યૂઝમાં રહેતી રોશની ક્યારેક ન્યૂઝ પ્રોડ્યુસર પણ રહી છે.
- કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેણે સ્કાય ન્યૂઝ યુકે અને CNN USમાં ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું. તેમની પાસે 30,200 કરોડની સંપત્તિ છે. - રોશનીએ પિતાનું સખાવતનું વિઝન આગળ વધાર્યું શિવ નાદર ફાઉન્ડેશન હેઠળ 'વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડેમી' રોશનીની પહેલનું પરિણામ છે. તેનો હેતુ ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે કે જ્યાં તેઓ લીડર તરીકે વિકસિત થઇ શકે.

જન્મ- 1982
પિતા - શિવ નાદર, માતા - કિરણ નાદર
શિક્ષણ - ગ્રેજ્યુએશન ઇન કમ્યુનિકેશન, માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
પરિવાર - પતિ શિખર મલ્હોત્રા એચસીએલ હેલ્થકેરના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમને બે દીકરા છે - અરમાન (5 વર્ષ) અને જહાન (2 વર્ષ).
કેમ ચર્ચામાં- કોટક વેલ્થ-હુરુનની સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં રોશની બીજા નંબરે છે.

X
Roshni is the daughter of Shiv Nadar, the founder of the IT firm
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App