• Home
  • NRG
  • Gujarat
  • Bhikaji Cama, the Brave Lady to First Hoist Indias Flag on Foreign Soil

111 વર્ષ પહેલા આ ગુજરાતણે વિદેશની ધરતીમાં લહેરાવ્યો હતો ભારતનો પ્રથમ ધ્વજ

તેમના માતાપિતા સોરાબજી ફાર્મજી પટેલ અને જૈજીબાઇ સોરાબજી પટેલ મુંબઇના જાણીતા પરિવારમાંથી એક હતા

divyabhaskar.com | Updated - Aug 13, 2018, 06:57 PM
(ડાબે) ભીકાજી કામા (જમણે) 1907માં જ
(ડાબે) ભીકાજી કામા (જમણે) 1907માં જ

એનઆરજી ડેસ્કઃ ભીકાજી રુસ્તમ કામાની આજે 82મી પુણ્યતિથિ છે. તેઓનું નિધન 13 ઓગસ્ટ, 1936ના રોજ થયું હતું. તેઓને 'મેડમ કામા' તરીકે પણ ઓળખવામાં આવે છે. કામાનું નામ ક્રાંતિકારી આંદોલનમાં વિશેષ ઉલ્લેખ છે. તેઓએ વિદેશમાં રહીને પણ ભારતીય ક્રાંતિકારીઓની ભરપૂર મદદ કરી હતી. તેઓના લેખ અને ભાષણ ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા.


ગુજરાતી મૂળના ફ્રાન્સિસ નાગરિક હતા કામા


- ભીકાજી રુસ્તમ કામા મૂળ ગુજરાતી પરિવારમાંથી હતા અને ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતા હતા. તેઓએ લંડન, જર્મની તથા અમેરિકાનું ભ્રમણ કરીને ભારતની સ્વતંત્રતાના પક્ષમાં માહોલ બનાવ્યો.
- તેઓએ જર્મનીના સ્ટટગાર્ટ નગરમાં 22 ઓગસ્ટ 1907માં ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોંગ્રેસમાં ઝંડો લહેરાવ્યો હતો. આ માટે તેઓને આજે પણ યાદ કરવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે, જ્યારે મેડમ કામાએ જે ધ્વજ લહેરાવ્યો હતો તે એવો નહતો જેવો આજે છે.


મુંબઇમાં વસતા ગુજરાતી પરિવારમાં થયો જન્મ


- ભીકાજી રુસ્તમ કામાનું સાચું નામ ભીકાજી સોરાબ પટેલ હતું. મુંબઇમાં 24 સપ્ટેમ્બર 1961ના રોજ તેઓનો ગુજરાતી પારસી પરિવારમાં જન્મ થયો હતો.
- તેમના માતાપિતા સોરાબજી ફાર્મજી પટેલ અને જૈજીબાઇ સોરાબજી પટેલ મુંબઇમાં જાણીતા વેપારી હતા. પિતા સોરાબજીએ કાયદાનો અભ્યાસ કર્યો હતો અને જાણીતા ઉદ્યોગપતિ હતા.
- મેડમ કામાએ ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ તેઓના લગ્ન રુસ્તમ કે.આર. કામાની સાથે થયા. આ બંને વકીલ હોવા ઉપરાંત સામાજિક કાર્યકર્તા હતા. જો કે, બંનેના વિચારો તદ્દન અલગ હતા.

રાષ્ટ્ર અને દેશભાવનાના વિચારોથી પ્રભાવિત હતા


- રુસ્તમ કામા પોતાની સંસ્કૃતિને મહાન સમજતા હતા, પરંતુ મેડમ કામા પોતાના રાષ્ટ્રોના વિચારોથી પ્રભાવિત હતા. તેઓને ભરોસો હતો કે, બ્રિટિશ લોકો ભારત સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
- તેથી તેઓ ભારતની સ્વતંત્રતા માટે સદાય ચિંતિત રહેતા હતા. તેઓએ શ્રેષ્ઠ સમાજ સેવક દાદાભાઇ નૌરોજીના ત્યાં સેક્રેટરી તરીકે કામ કર્યુ હતું.
- મેડમ કામાએ યુરોપમાં યુવકોને એકઠાં કરીને સ્વતંત્રતા મેળવવા માટે તેઓનું માર્ગદર્શન કર્યુ અને બ્રિટિશ શાસન અંગે જાણકારી આપી.
- ભીકાજીએ લંડનમાં પુસ્તક પ્રકાશનનું કામ શરૂ કરી દીધું. તેઓએ દેશભક્તિ પર આધારિત પુસ્તકોનું પ્રકાશન કર્યુ.
- વીર સાવરકરનું '1857 ચા સ્વાતંત્ર્ય લઢા' (1957નો સ્વાતંત્રય સંગ્રામ) પુસ્તક પ્રકાશિત કરવા માટે તેઓને સહાય કરી. એટલું જ નહીં, તેઓએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે ક્રાંતિક્રારીઓને આર્થિક સહાયતા સાથે જ અન્ય પ્રકારે સહાયતા પણ કરી.


જ્યારે લહેરાવ્યો ભારતનો પહેલો ધ્વજ


- વર્ષ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડ નામના સ્થળે આતંરરાષ્ટ્રીય સામ્યવાદી પરિષદ પૂર્ણ થઇ. આ પરિષદ માટે અનેક દેશોના હજારો પ્રતિનિધિ આવ્યા હતા.
- આ પરિષદમાં મેડમ ભીકાજી કામાએ સાડી પહેરીને ભારતીય ધ્વજ હાથમાં લઇને લોકોને ભારત અંગે જાણકારી આપી.
- મેડમ ભીકાજી કામાએ ભારતનો પ્રથમ ધ્વજ લહેરાવ્યો, તેમાં ગ્રીન, કેસરી અને લાલ રંગના પટ્ટા હતા. લાલ રંગ અહીં શક્તિનું પ્રતિક છે. કેસરિયો વિજય તથા ગ્રીન રંગ સાહસ અને ઉત્સાહનું પ્રતિક છે.

ડિઝાઇન અને એજ્યુકેશન જોઇ લોકો આશ્ચર્યમાં


- આ પ્રકારે 8 કમળના ફૂલ ભારતના 8 રાજ્યોના પ્રતિક હતા. વંદે માતરમ્ દેવનગરી અક્ષરોમાં ઝંડાના મધ્યમાં લખ્યું હતું.
- આ ધ્વજ વીર સાવરકરે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને બનાવ્યો હતો. ધ્વજ લહેરાવ્યા બાદ મેડમ કામાએ શાનદાર ભાષણ પણ આપ્યું હતું.
- તેઓએકહ્યું કે, આ સંસારના કોમરેડ્સ, જુઓ આ ભારતનો ધ્વજ છે. આ જ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સલામ કરો.
- 13 ઓગસ્ટ 1926ના રોજ લથડતાં સ્વાસ્થ્યના કારણે તેઓનું નિધન થયું.

X
(ડાબે) ભીકાજી કામા (જમણે) 1907માં જ(ડાબે) ભીકાજી કામા (જમણે) 1907માં જ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App