ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» પંચાયત દ્વારા નિયમોનો છડેચોક ભંગ | Panchayat has broken the rules

  પંચાયતને 5 લાખની લાંચ નહીં મળતા, NRIની સેવાર્થે ખોલેલી શાળા તોડી

  divyabhaskar.com | Last Modified - May 15, 2018, 04:27 PM IST

  એનઆરઆઇ દાતા સિરાઝ અણદાણી 2001ના ભૂકંપ સમયે વતનની મુલાકાતે આવ્યા હતા
  • ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી અને સાંસદ સુધી રજૂઆત કરાવા છતાં કોઇ પગલાં ભરાયાં નહોતાં.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી અને સાંસદ સુધી રજૂઆત કરાવા છતાં કોઇ પગલાં ભરાયાં નહોતાં.

   એનઆરજી ડેસ્કઃ ગામડાંમાં કે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ-આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની જવાબદારી ખરેખર તો સરકારને માથે હોય છે. છતાં પણ સામાજીક ઉત્તરદાયિત્વના રૂપાળાં નામે સરકાર આવા પ્રોજેક્ટોમાં ખાનગી કંપનીઓથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓને જોડતી હોય છે. દાતાઓ જ્યારે કોઇ સેવાકીય કાર્ય હાથમાં લે એટલે ભ્રષ્ટ તત્વો તેને પરેશાન કરીને પ્રોજેક્ટ છોડાવી દેતા હોવાનો ચોંકાવનારો કિસ્સો ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે પ્રકાશમાં આવ્યો છે.

   ભૂકંપ બાદ ગામલોકોની માંગણીથી શાળા બનાવી

   - મૂળ વાંઢિયાના અને હાલે ધંધાર્થે લંડન વસતા એનઆરઆઇ દાતા સિરાઝ અણદાણી 2001ના ભૂકંપ સમયે વતનની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગામલોકોની માગણીથી ત્યાં 2008માં શાળા બનાવી હતી.
   - અણદાણી ફાઉન્ડેશન દ્વારા નિર્મિત શાળામાં અભ્યાસ કરતાં 380થી વધુ બાળકો પાસેથી કોઇપણ ફી લેવાતી નહોતી.
   - બાળકોને નિ:શુલ્ક પુસ્તકો, યુનિફોર્મ, બસની સુવિધા, અદ્યતન સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી.

   પંચાયતે માંગી 5 લાખની લાંચ

   - બાળકો બસમાંથી ઉતરીને સીધાં શાળાએ પહોંચી શકે તે માટે શાળાની બાજુમાં બસના પાર્કિંગ માટે જગ્યા ફાળવવા અણદાણી ફાઉન્ડેશને પંચાયત પાસે માગણી મૂકી હતી.
   - પંચાયતે તેમની પાસેથી 5 લાખની લાંચ માગતાં તેમણે ઇન્કાર કર્યો હતો. પરિણામે પંચાયત દ્વારા કિન્નાખોરી રાખી ગ્રામ્ય વિસ્તારોમાં લાગેલાં શાળાના બોર્ડની તોડફોડ, વાહનોને નુકસાન સહિતની ઘટનાઓને અંજામ અપાયો હતો.
   - ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી અને સાંસદ સુધી રજૂઆત કરાવા છતાં કોઇ પગલાં ભરાયાં નહોતાં. પંચાયતે તેમની શાળાના મકાનને ગેરકાયદે દબાણ ગણી તોડી પાડ્યું હતું.
   - આ મુદ્દે ફાઉન્ડેશનને ફટકારાયેલી નોટિસનો કાયદેસર રીતે જવાબ અપાયો હોવા છતાં ડીડીઓ-ટીડીઓની સત્તાથી ઉપરવટ જઇને પંચાયતે આ કામ કર્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

   પંચાયત દ્વારા નિયમોનો છડેચોક ભંગ

   - રાજ્ય પંચાયત એક્ટ મુજબ જ્યારે કોઇપણ દબાણ દૂર કરવાનું થાય ત્યારે ફટકારાયેલી નોટિસની સામે 270મી કલમ હેઠળની નોટિસ મળે ત્યારે દબાણ હટાવી ન શકાય.

   - આ ઉપરાંત કલમ 55-3 મુજબ દબાણ દૂર કરવા પહેલાં સામાન્ય સભા બોલાવવી પડે અને તેમાં લેવાયેલા નિર્ણયની મિનિટ્સ બુકમાં નોંધ લેવી પડે અને તેની કોપી દબાણકર્તાને પહોંચાડવી પડે ત્યારબાદ પગલું ભરી શકાય.

   - અહીં તમામ પ્રક્રિયાઓને નેવે મુકાઇ છે.

  • ગામલોકોની માગણીથી ત્યાં 2008માં શાળા બનાવી હતી. (તસવીરઃ પ્રતિકાત્મક)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામલોકોની માગણીથી ત્યાં 2008માં શાળા બનાવી હતી. (તસવીરઃ પ્રતિકાત્મક)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પંચાયત દ્વારા નિયમોનો છડેચોક ભંગ | Panchayat has broken the rules
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top