Home » NRG » Gujarat » One NRI wife calls home for help every 8 hours

પહેલા શારીરિક ટોર્ચર, પછી છોડી દેવી, NRI પતિઓ વર્તાવે છે આવો ત્રાસ

Divyabhaskar.com | Updated - Feb 05, 2018, 05:35 PM

દર 8 કલાકમાં ઓછામાં ઓછી 1 મહિલા પોતાના NRI પતિથી તંગ આવીને ભારત ફોન કરે છે

 • One NRI wife calls home for help every 8 hours
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્ક : દર 8 કલાકમાં ઓછામાં ઓછી 1 મહિલા પોતાના NRI પતિથી તંગ આવીને ભારત ફોન કરે છે, જેથી તેને ઘરે પાછી બોલાવી શકાય. મહિલાઓ શારીરિક ટોર્ચર, ખરાબ વ્યવહારથી લઇને પતિ દ્ધારા છોડી દેવા સુધીની બાબતોનો સામનો કરે છે. તેમાંથી ઘણી મહિલાઓની હાલત એટલી ખરાબ હોય છે કે તે જાતે ઘરે પણ આથી આવી શકતી. વિદેશ મંત્રાલયમાં કરવામાં આવેલી ફરિયાદના આંકડાઓનું વિશ્લેષણ કરતાં આ બાબત સામે આવી છે. આવો જાણીએ શું છે સમગ્ર બાબત....


  ત્રાસ આપે છે NRI પતિઓ


  ભારતમાં દરેક માતા-પિતા પોતાની પુત્રી માટે એવો પતિ ઇચ્છે છે જે તેની લાડકીને તમામ સુખ-સુવિધાઓ પ્રદાન કરી શકે જેને કારણે છેલ્લા કેટલાક સમયમાં એનઆરઆઇ મુરતિયાઓની ડિમાન્ડ વધી છે. વિદેશમાં રહેતા આ યુવકો ઉપર આંખ બંધ કરીને ભરોસો મુકી પોતાની પુત્રી પરણાવી દેતા હોય છે પરંતુ વિદેશ મંત્રાલયનો એક અકિલા રિપોર્ટ તમારી આંખ ખોલી દે તેવો છે. આ રિપોર્ટ અનુસાર દર ૮ કલાકે એક પુત્રી પોતાના વાલીઓની મદદ માંગવા માટે ફોન કરે છે. આની પાછળ ઘણા બધા કારણો છે. જેમાં પતિ દ્વારા છોડી દેવી, ખરાબ વર્તન કરવુ અને શારીરિક પીડા પહોંચાડવી મુખ્ય છે.


  (નોંટઃ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે થયો છે.)

 • One NRI wife calls home for help every 8 hours
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  વિદેશ મંત્રાલયને ૧લી જાન્યુઆરી ર૦૧પથી લઇને ૩૦ નવેમ્બર ર૦૧૭ની વચ્ચે ૩૩ર૮ ફરિયાદો મળી છે. જે અનુસાર દિવસમાં પુત્રીએ ત્રણથી વધુ વખત અને એક રાત્રીમાં પોતાના વાલીઓને ફોન કર્યો હોય. આમા મોટાભાગની મહિલાઓ પંજાબ, ગુજરાત, આંધ્ર-તેલંગાણાની છે. 


  અમેરિકાના ભારતીય દુતાવાસમાં કામ કરતી આરતી રાવે જણાવ્યુ છે કે મોટાભાગની મહિલાઓ આંધ્રપ્રદેશની હોય છે. જયાં આજે પણ દહેજ પ્રથા મજબુત છે. પોતાના મા-બાપ ખુશી માટે છોકરો સ્વદેશ આવી તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરે છે પરંતુ એ પછી સાથે રહેવાનો કોઇ ઇરાદો હોતો નથી. 

 • One NRI wife calls home for help every 8 hours
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  જો કે દરેક દેશમાં વિદેશ મંત્રાલય આવી મહિલાઓની મદદ માટે પ્રયાસ કરતુ હોય છે. દર ૮ કલાકે ઓછામાં ઓછી એક મહિલા પોતાના એનઆરઆઇ પતિથી કંટાળીને ભારત ફોન કરે છે કે જેથી તેને ઘરે પરત બોલાવી લેવાય. મહિલાઓ શારીરિક ટોર્ચર, ખરાબ વ્યવહારથી લઇને પતિ છોડી દયે તે બાબતનો સામનો કરતી હોય છે. આમાંથી અનેક મહિલાઓની હાલત એટલી ખરાબ હોય છે કે તેઓ ખુદ ઘરે પણ આવી શકતી નથી. 


  વિદેશ મંત્રાલયને ૧૦૬૪ દિવસોમાં ૩૩ર૮ કોલ્સ મળ્યા છે કે એટલે કે એક દિવસમાં ૩થી વધુ કોલ આવ્યા છે. મંત્રાલય પાસે આવેલી એક ફરિયાદમાં મહિલાએ કહ્યુ છે કે તે બહેરીનમાં ફસાઇ ગઇ છે કારણ કે પતિએ વિઝા ડોકયુમેન્ટ ફાડી નાખ્યા છે અને કોલ પણ કરવા દેતો નથી. 

 • One NRI wife calls home for help every 8 hours

  રિપોર્ટ અનુસાર ભારતના તમામ રાજયોમાં આવેલા દુતાવાસને આવી મહિલાઓની ફરિયાદો મળે છે. મંત્રાલયે આવી મહિલાઓની ફરિયાદો સાંભળવા માટે એક પોર્ટલ પણ બનાવેલ છે. જેનુ નામ એમએડીએડી છે. જો કે જાણકારોનું કહેવુ છે કે આ પ્રકારના મામલા સાથે જોડાયેલી ફરિયાદો મંત્રાલય પાસે નથી પહોંચતી તેથી વાસ્તવિક પીડિતોનો આંકડો ઘણો વધુ હોઇ શકે છે. એક સોશ્યોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે ભારતીય વાલીઓને એનઆરઆઇ વરરાજા સાથે દિકરીના લગ્ન કરવાનો શોખ વધુ હોય છે અને જે સમસ્યાનુ મુખ્ય કારણ હોય છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ