દીવના દરિયામાં ન્હાવા પડેલો NRI યુવાન પાણીમાં ડૂબ્યો, શોધખોળ શરૂ

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 02:24 AM
NRI Youth drowning In Diu sea, Start searching

દીવ: દીવના મલાલા ગામનો એનઆરઆઈ વિપિન જેઠાલાલ ભાલિયા (ઉ.વ.32) છેલ્લાં બે મહિના પહેલાં લંડનથી દીવ આવ્યો હતો અને બુધવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં મલાલા ગામના સ્મશાન પાછળ આવેલા દરિયામાં ન્હાવા માટે ગયો હતો. એ સમયે વિશાળ‌ મોજું આવતા તેમને તાણી ગયો હતો. ત્યાં હાજર રહેલા રિતેશ પ્રકાશ બામણિયાની સામે જ આ ઘટના બનતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. છતાં તે હાથ લાગ્યો ન હતો. આ બનાવથી હાલ તો પરિવારજનો ચિંતિત બન્યા છે.

ચોમાસામાં ન્હાવાની મનાઈ છે


ચોમાસાની સિઝન દરમ્યાન દરિયામાં ભારે મોજા ઉછળતા હોવાથી ન્હાવા માટેની મનાઈ કરાઈ છે. અને ચેતવણી સૂચક બોર્ડ પર લગાવવામાં આવ્યા છે. છતાં પર્યટકો ન્હાવા જઈ રહ્યા છે. જેમને રોકવા જરૂરી છે.

X
NRI Youth drowning In Diu sea, Start searching
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App