ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» કાયદા પંચે લગ્ન નોંધણી માટે સમય નિશ્ચિત કરવાની ભલામણ કરી | there is no time frame to register marriages in India

  NRI મૂરતિયાઓ હવે નહીં કરી શકે આ ક્રાઇમ, આવ્યો નવો કાયદો

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 07:37 PM IST

  એનઆરજી-એનઆરઆઇ મુરતિયાઓ વિદેશમાં પહેલેથી જ પરણેલાં હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે
  • NRI મૂરતિયાઓ હવે નહીં કરી શકે આ ક્રાઇમ, આવ્યો નવો કાયદો
   NRI મૂરતિયાઓ હવે નહીં કરી શકે આ ક્રાઇમ, આવ્યો નવો કાયદો

   એનઆરજી ડેસ્કઃ વિદેશમાંથી વતન આવી મસમોટી વાતો કરી લગ્ન કરે અને જ્યારે દીકરી પતિ સાથે વિદેશ પહોંચે ત્યારે ભાંડો ફૂટે કે તેણે જે વાત કરી હોય તેવું કશું જ નથી. કેટલાંક કિસ્સાઓમાં તો એનઆરજી-એનઆરઆઇ મુરતિયાઓ વિદેશમાં પહેલેથી જ પરણેલાં હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. આ પ્રકારની છેતરપિંડીને અટકાવવા માટે નવો કાયદો ઘડવામાં આવ્યો છે. વિદેશથી અહીં લગ્ન માટે આવેલા કોઇ પણ યુવક-યુવતીએ લગ્ન બાદ 48 કલાકમાં જ તેની સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત બનશે.


   મેનકા ગાંધીએ આપ્યું સુચન


   - કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ આ સૂચના આપતાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે લગ્નની નોંધણી કરાવવા માટે કોઈ સમયમર્યાદા નિશ્ચિત થયેલી નથી.
   - પરંતુ તાજેતરમાં જ કાયદા પંચે લગ્ન નોંધણી માટે સમય નિશ્ચિત કરવાની ભલામણ કરી છે.
   - વળી, એનઆરઆઈના લગ્નના કિસ્સાઓમાં પણ ગેરરીતિઓને અટકાવવા માટે આ પગલું ઉપયોગી સાબિત થાય તેમ છે.

   - પરિણામે, ટૂંક સમયમાં જ તમામ રજિસ્ટ્રારને યોગ્ય હુકમો કરવામાં આવશે.

   વિલંબના પ્રતિ દિવસ 5 રૂપિયા દંડની જોગવાઇ


   - કાયદા પંચે તમામ ભારતીય નાગરિકોનાં લગ્નની નોંધણી લગ્નના 30 દિવસમાં કરી દેવા અને જો ન થાય તો જેટલો વિલંબ થાય તેના પ્રત્યેક દિવસ દીઠ 5 રૂપિયાનો દંડ વસૂલવાની ભલામણ કરી છે.
   - આ ઉપરાંત, એનઆરઆઈના લગ્ન થાય તેના 48 કલાકમાં જ લગ્નની સત્તાવાર નોંધણી કરાવવી અને તેના વિના પાસપોર્ટ અને વિઝા ઇશ્યૂ નહીં થાય તેવો પણ નિયમ બનાવવામાં આવશે.

   - તમામ રજિસ્ટ્રારે આવા એનઆરઆઈની નોંધણી થયા બાદ તેનો ડેટા સેન્ટ્રલ ડેટાબેઝમાં અપડેટ કરવાનો રહેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાયદા પંચે લગ્ન નોંધણી માટે સમય નિશ્ચિત કરવાની ભલામણ કરી | there is no time frame to register marriages in India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `