Home » NRG » Gujarat » ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર | NRI Bharat Solanki got punished by his own cast members

'અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કેમ કર્યા?' કહી સમાજે ફટકાર્યો આકરો દંડ

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 04:42 PM

તારા દીકરા અને તેના પરિવારને લગ્નમાં નહીં બોલાવતો અને કંકોત્રીમાં પણ તેનું નામ નહીં લખતો

 • ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર | NRI Bharat Solanki got punished by his own cast members
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સમાજના આગેવાનો દ્વારા ભરતના માતા-પિતાએ આપી ધમકી

  એનઆરજી ડેસ્કઃ વેરાવળનાં એક એનઆરઆઇ કોળી યુવાને આંતરજ્ઞાતિય લગ્ન કર્યા બાદ છેલ્લાં 8 વર્ષથી સમાજે તેને નાત બહાર કાઢી મૂક્યો છે. યુવકને 51 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તાજેતરમાં જ તેના ભાઇના લગ્ન થતાં જ્ઞાતિના પટેલોએ તેના પિતાને બોલાવી 'તારા દીકરા અને તેના પરિવારને લગ્નમાં નહીં બોલાવતો અને કંકોત્રીમાં પણ તેનું નામ નહીં લખતો' એવી ધમકી આપતાં યુવાને સમાજનાં પટેલો સામે એસપીને લેખિતમાં અરજી આપી છે.

  ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર


  - મૂળ દિવના વણાંકબારાનો ભરત શામજી સોલંકી હાલ વેરાવળ જીઆઇડીસીમાં રહે છે. તેણે 2011માં બિન્દુ વાસુદેવભાઇ સોઢા નામની બીજી જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કર્યા હતા.
  - હાલ તેમને એક પુત્ર વંશ પણ છે. ભરતે બીજી જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરતાં તેનો ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર કરાયો છે. 7 સપ્ટેમ્બર 2012થી જ્ઞાતિનાં તત્કાલિન પટેલ ધનજી લખમણ વૈશ્યએ આ હુકમ અને ઠરાવ કર્યો હતો.
  - એ વખતે ભરતના માતા-પિતા સહિતનાનો પણ બહિષ્કાર કરાયો હતો. બાદમાં વર્ષ 2016માં રૂ. 51,000 દંડ લઇને એ શરતે સમાજમાં પરત લેવામાં આવ્યા કે તેમણે ભરત અને તેના પત્ની-પુત્ર સાથે કોઇ સંબંધ રાખવો નહીં. દંડની રસીદ પણ અપાઇ નહોતી.
  - ભરતની નજીકનાં સંબંધીઓ તેની સાથે સંબંધ રાખે તો તેઓને પણ વારંવાર સમાજના કાર્યાલયમાં બોલાવીને હેરાનગતિ કરી દંડની વસૂલાત કરવામાં આવે છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, સમાજના આગેવાનો દ્વારા ભરતના માતા-પિતાએ આપી ધમકી...

  (તસવીરોઃ રાજેશ ભજગોતર, વેરાવળ)

 • ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર | NRI Bharat Solanki got punished by his own cast members
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ભરત અને તેની પત્ની બિન્દુ

  નાના ભાઇના લગ્નમાં નહીં બોલાવવાની આપી ચેતવણી 


  - આગામી 17 અને 18 જૂનના રોજ ભરતના નાનાભાઇના લગ્ન થવાના છે, જેને ધ્યાનમાં રાખી માજી પટેલ ધનજી લખમણ વૈશ્ય અને અન્ય આગેવાઓનેએ ભરતના માતા-પિતાને સમાજમાં બોલાવીને ધમકી આપી કે, જો ભરત, તેની પત્ની અને બાળકો સાથે લગ્નમાં હાજરી આપશે તો તેઓ તેના ભાઇના લગ્ન નહીં થવા દે. 
  - આ ભરત તેના પરિવાર સાથે હાજરી આપશે તો તેની સામે કાર્યવાહી કરી જ્ઞાતિ બહાર મુકવામાં આવશે. 
  - ધનજી લખમણ અને દેવુન જેઠવાએ ભરતના પિતાને કંકોત્રીમાંથી તેનું નામ કાઢી નાખવાનું કહ્યું. 
  - કંકોત્રી છાપનારને પણ કહ્યું કે જો ભરતનું નામ તેમાંથી ન કાઢે તો તેની કંકોત્રી ન છાપી આપવી. આખરે ભરતે માજી પટેલ સહિતના આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, આગેવાનોએ શું દલીલ કરી... 

 • ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર | NRI Bharat Solanki got punished by his own cast members
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પુત્ર વંશ સાથે ભરત સોલંકી

  સમાજની પરંપરા અને ઓળખ જળવાઇ રહે એ માટે નિયમ


  - આંતરજ્ઞાતિય લગ્ન કરનારનો બહિષ્કાર કરવાનો નિયમ અમે એટલે બનાવ્યો છે કે અમારો સમાજ પછાત છે. 
  - આજના અધુનિક યુગમાં સમાજની દિકરીને લોકો ભણાવે અને તેને યોગ્ય ઠેકાણું મળે, આ રીતે સમાજ પ્રગતિ કરે. 
  - સમાજનાં છોકરા જો બહાર લગ્ન કરવા માંડે તો દીકરીઓ માટે છોકરા ક્યાં શોધવા જવા? સમાજની પરંપરા તેમજ ઓળખ જળવાઇ રહે એ માટે અમે આ નિયમ બનાવ્યો છે. - ધનજી લખમણ વૈશ્ય, માજી પટેલ, ભીડીયા સંયુક્ત કોળી સમાજ 

   

 • ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર | NRI Bharat Solanki got punished by his own cast members
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભરત શામજી સોલંકી હાલ વેરાવળ જીઆઇડીસીમાં રહે છે
 • ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર | NRI Bharat Solanki got punished by his own cast members
  ભરતે બીજી જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરતાં તેનો ભીડીયા સંયુક્ત કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સામાજીક બહિષ્કાર કરાયો છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ