Home » NRG » Gujarat » NRI બિઝનેસમેન સંગીતની ધૂન પર ડોલાવે છે ભલભલા લોકોને | Nri Business men Sing Song On Bollywood Style And Enjoy People

સુરતઃ NRI બિઝનેસમેન સંગીતની ધૂન પર ડોલાવે છે ભલભલા લોકોને

Divyabhaskar.com | Updated - May 15, 2018, 03:47 PM

સુરતના શાહપોરમાં મોસાળ ધરાવતાં શશાંકભાઈ ભટ્ટ USમાં કરે છે હીરાનો વેપાર

 • દેશ વિદેશમાં યોજાય છે શશાંકભાઈના સંગીતના કાર્યક્રમ

  સુરતઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ગીતોએ દેશ પરદેશમાં ઘેલું લગાડ્યું છે. ત્યારે વર્ષોથી અમેરિકામાં રહેતા એનઆરઆઈ છેલ્લા 45 વર્ષોથી ગીતો ગાઈને લોકોને મનોરંજન પુરૂં પાડે છે. અમેરિકામાં હીરાના વ્યસાય સાથે સંકળાયેલા આ બિઝનેસમેન એક પણ રૂપિયો લીધા વગર સંગીતની ધૂન પર લોકોને ડોલાવે છે. માનસિક તણાવમાં જીવતાં લોકો અને તેમાં ખાસ કરીને એકલવાયું જીવતાં સિનિયર સિટીઝન્સને ખુશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું તેમણે કહ્યું હતું.

  આઠ વર્ષની ઉમરથી ગાવાનું કર્યુ શરૂ

  રેલવેમાં ઉચ્ચ હોદ્દે ફરજ બજાવી ચુકેલા અને દિલ્હીમાં ગુજરાત ભવનનું નિર્માણ કરનારા નંદકિશોર ભટ્ટના સંતાન શશાંક ભટ્ટ (ઉ.વ.આ.73) હાલ અમેરિકામાં જેમ્સ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શશાંકભાઈએ આઠ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. રેડિયો પર આવતાં ગીતો સાંભળીને સૂર પકડી તેઓ પ્રેક્ટિસ કરતાં હતાં. મીઠું મધુરૂં ગાતા શશાંકભાઈની ગીત ગાવાનો પ્રવાસ ત્યારથી શરૂ થયો જે આજે અંદાજે 73 વર્ષની ઉંમરે પણ અવિરત પણ લોકો સુધી પહોંચી રહ્યો છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો શશાંકભાઈનું મોસાળ છે સુરતમાં

 • NRI બિઝનેસમેન સંગીતની ધૂન પર ડોલાવે છે ભલભલા લોકોને | Nri Business men Sing Song On Bollywood Style And Enjoy People
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  NRI બિઝનેસમેન સંગીતની ધૂન પર ડોલાવે છે ભલભલા લોકોને

  અડાજણમાં લોકોને ગાયકીથી કર્યા મોહિત

   

  અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતાં શશાંકભાઈ ભટ્ટનું ઘર મુંબઈના જુહુમાં છે. અને તેમનું મોસાળ સુરતના શાહપોરમાં છે. 45 વર્ષથી તેઓ પરદેશ જતાં રહ્યાં છે. શરૂઆતમાં થોડા વર્ષો કેનેડા રહ્યાં  બાદ તેઓ અમેરિકા જતાં રહ્યાં હતાં. અને ત્યાં હીરાનું કામકાજ કરતાં મૂનલિમ નામની કંપનીની સ્થાપના કરી છે. શશાંકભાઈ શરૂઆતમાં આરબીઆઈમાં કર્મચારી તરીકે જોડાયાં હતાં અને ત્યારબાદ અમદાવાદમાં ઈકોનોમિક્સના લેક્ચરર તરીકે પણ ફરજ બજાવી હતી. સોમવારે સાંજે શશાંકભાઈનો ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરતીઓ મોહિત થઈ ગયાં હતાં.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો દેશ વિદેશમાં યોજાય છે સંગીતના કાર્યક્રમ

 • NRI બિઝનેસમેન સંગીતની ધૂન પર ડોલાવે છે ભલભલા લોકોને | Nri Business men Sing Song On Bollywood Style And Enjoy People
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સુરતના શાહપોરમાં મોસાળ ધરાવતાં શશાંકભાઈ ભટ્ટ USમાં કરે છે હીરાનો વેપાર

  47 વર્ષમાં 150 વાર આવ્યા ભારત

   

  ભારતની મુલાકાતે અવારનવાર આવીને લોકોને સંગીત પીરસતાં શશાંકભાઈએ જણાવ્યું હતું કે, તેઓ 47 વર્ષમાં 150 વાર ભારત આવી ચુક્યાં છે. આઠ વર્ષથી ગાવાનું શરૂ કર્યું જેને હવે 65 વર્ષ થઈ ગયા છે. રેડિયો સાંભળીને ગીતો ગાવાની શરૂઆત કરનારા શશાંકભાઈ 4થી 5 કલાક ઉભા ઉભા ગાઈ શકે છે. શશાંકભાઈએ 14 ક્રૂઝમાં દેશ વિદેશના પ્રવાસ કરીને ગીતોગાયા છે. તેમને ખાસ આમંત્રણ આપીને પણ લોકો બોલાવી પ્રોગ્રામના આયોજન કરે છે. યુએસ, કેનેડા, હોલેન્ડ યુરોપ સહિતના દેશોમાં તેઓએ ગીતો ગાયા છે.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો પત્ની અને બાળકો પણ ગીતો ગાઈ છે

 • NRI બિઝનેસમેન સંગીતની ધૂન પર ડોલાવે છે ભલભલા લોકોને | Nri Business men Sing Song On Bollywood Style And Enjoy People
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શશાંકભાઈએ આઠ વર્ષની ઉમરથી ગાવાનું કર્યુ શરૂ

  આ ગીતો છે શશાંકભાઈને પ્રિય

   

  1937થી 1965ના સમય ગાળા દરમિયાન આવેલા ફિલ્મી ગીતો તેઓ ગાઈ છે. પત્ની અને બાળકો પણ સપોર્ટ કરવાની સાથે ગીતો ગાઈ છે. શશાંકભાઈને કે એલ સાયગલથી લઈને કિશોર, મન્ના ડે, શ્રીરામચંદ્રન, પ્રદીપજી, હેમતકુમાર સહિતના સંગીતકારોના અને ગાયકોના ગીતો પસંદ છે. તેમને આના મેરી જાન સન્ડે કે સન્ડે..શોલા જો ભડકે.. મૂડ મૂડ કે ના દેખ મૂડ મૂડ કે... યાદ કીયા દીલને.. પતલી કમર સહિતના ગીતો પસંદ છે.

   

  આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર

 • NRI બિઝનેસમેન સંગીતની ધૂન પર ડોલાવે છે ભલભલા લોકોને | Nri Business men Sing Song On Bollywood Style And Enjoy People
  અડાજણમાં લોકોને ગાયકીથી કર્યા મોહિત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ