ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» NRG-rich town gears up for 12th Dharmaj Day

  NRG ગામ ધર્મજમાં જાન્યુઆરીમાં ઉજવાશે 12મો ધર્મજ ડે

  divyabhaskar.com | Last Modified - Dec 25, 2017, 09:48 AM IST

  NRG ગામ તરીકે જાણીતા થયેલા આણંદના ધર્મજમાં આવતા મહિને 12 જાન્યુઆરીએ 12મો ધર્મજ ડે ઉજવાશે.
  • NRG ગામ ધર્મજમાં જાન્યુઆરીમાં ઉજવાશે 12મો ધર્મજ ડે
   NRG ગામ ધર્મજમાં જાન્યુઆરીમાં ઉજવાશે 12મો ધર્મજ ડે

   અમદાવાદઃ NRG ગામ તરીકે જાણીતા થયેલા આણંદના ધર્મજમાં આવતા મહિને 12 જાન્યુઆરીએ 12મો ધર્મજ ડે ઉજવાશે.


   સતત 12મા વર્ષે ઉજવાશે ધર્મજ ડે


   આ સતત 12મુ વર્ષ હશે જ્યારે આ ડેની ઉજવણી થશે. ધર્મજ ડેની ઉજવણીમાં એનઆરજીની આખા વિશ્વમાં રહેતી થર્ડ જનરેશન સામેલ થશે. લગભગ 1000 જેટલા NRD (નોન રેસિડેન્ટ ધર્મજીઅન્સ) કે જેઓ યૂકે, યુએસએ, ન્યૂઝિ લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને આફ્રિકા જેવા દેશોમાં વસવાટ કરે છે, તેઓ ધર્મજ ડે સેલિબ્રેશનમાં ભાગ લેવા આવે તેવી શક્યતા છે. 2007થી ધર્મજ ડે ઉજવાઇ રહ્યો છે.


   ધર્મજ ડે સેબિબ્રેશન કમિટીના રાજેશ પટેલે જણાવ્યું કે આ વખતે લોકલ અને એનઆરડી મળીને અંદાજે 3000 જેટલા લોકો ભેગા થશે. આ વખતે રેડ થીમ પર ધર્મજ ડેની ઉજવણી થશે. તેમણે વધુમાં કહ્યું કે આ વર્ષે ધર્મજ રત્ન એવોર્ડ નેરોબી હાઇકોર્ટના જજ તરીકે સેવા બજાવનાર સ્વ.વિનોદભાઇ પટેલને આપવામાં આવશે. વિનોદભાઇના પુત્ર કેતન પટેલ કેન્યામાં ઉદ્યોગપતિ છે અને ફેમિલીના અન્ય સભ્યો જેઓ લંડનમાં રહે છે તેઓ પણ આ એવોર્ડ પ્રસંગે હાજર રહેશે. આ ઉપરાંત, 1991ની બેચના આઇએએસ ઓફિસર ભાગ્યેશ ઝા મુખ્ય વક્તા તરીકે 'ચલો જીવન રિચાર્જ કરે' વિષય પર સંબોધન કરશે જ્યારે યૂએસના નરેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.


   રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે ધર્મજ ડેની ઉજવણીનો પ્રસંગ દિવસેને દિવસે મોટો થઇ રહ્યો છે. મોટાભાગની એનઆરડી ફેમિલીઝ દિકરા કે દિકરીના લગ્ન પ્રસંગે આ દિવસોમાં આવતા હોય છે અને ધમર્ડ ડેમાં ભાગ લઇને તેમજ ઉત્તરાયણની ઉજવણી કરીને પાછા વિદેશ જતા રહે છે. હવે તો આ દિવસ ચરોતર ડેમાં પણ ફેરવાઇ ગયો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: NRG-rich town gears up for 12th Dharmaj Day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top