• Home
  • NRG
  • Gujarat
  • Now you can get Gujarat card by completing NRI-NRG online Form Process

આણંદ / હવે NRI-NRG ઓનલાઇન ફોર્મ ભરીને ગુજરાત કાર્ડ મેળવી શકશે

DivyaBhaskar.com | Updated - Feb 04, 2019, 04:10 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • આણંદમાં મીટ યોજાઇ, અત્યાર સુધી 22 હજાર કાર્ડ ઇસ્યુ થયાં
  • નવી પેઢી માટે માટે 10 દિવસ ગુજરાત પ્રવાસ યોજાશે : ઇન્ચાર્જ ડિરેક્ટર

આણંદ: ગુજરાત બહાર વસતા NRG અને વિદેશમાં રહેતા NRIની ગુજરાતી હોવાની આગવી ઓળખ આપતુ ગુજરાત કાર્ડ મેળવવા માટે હવેથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમને ઘેરબેઠા ગુજરાત કાર્ડ મળી જશે. તેમને હવે NRG સેન્ટરમાં ફોર્મ આપવા નહીં પડે. એમ આણંદ ખાતેની એનઆરજી-એનઆરઆઇ મીટમાં ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ઇન્ચાર્જ ડિરેકટર એન.પી.લવિગિયાએ જણાવ્યું હતું.

અમે અહીંયાં બેઠા છીએ, કાલે આવજો એમ નહીં કહીએ
1.એનઆરજી સેન્ટર આણંદના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદના સેન્ટરને દસ વર્ષ પૂરા થયા છે. NRIના પ્રશ્નો ઉકેલવા માટે અમે અહીં બેઠા છે. તમને કોઇ પણ એવું નહીં બોલીએ કે કાલે આવજો. મુશ્કેલીઓનું નિરાકરણનો અમારો પ્રયાસ રહેશે.
22 હજાર કાર્ડ ઈસ્યું થયા
2.ગુજરાત કાર્ડ સરકારી કચેરીઓમાં અગ્રતા અપાવે છે, ગુજરાત ટુરિઝમ ગેસ્ટ હાઉસ, રણોત્સવ, સાપુતારા મહોત્સવમાં તથા 610 હોટલોમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 22 હજાર કાર્ડ ઇસ્યુ થયાં છે.
સંતાનોને 1 કલાક ગુજરાતી બોલવાની ફરજ પાડવી જોઇએ
3.

કાજલ ઓઝા-વૈધે જણાવ્યું હતું કે, તમે તમારી માતૃભાષા અને માતૃભૂમિનું સન્માન નહીં કરો તો માતૃભમિ તમારુ સન્માન નહીં કરે. ભલે વિદેશમાં વસતા હોય સંતાનોને એક કલાક ગુજરાતી બોલવાની ફરજ પાડવી જોઇએ.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App