ગામડાંના બાળકોને શિક્ષણની સાથે સારું જીવન જીવવાની શિક્ષા આપતા નીપા પટેલ

નિવેદિતા ફાઉન્ડેશન જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક જ્ઞાન સાથે સમાજમાં ઉન્નત શિરે જીવતા શીખવી રહ્યું છે

divyabhaskar.com | Updated - Aug 28, 2018, 05:01 PM
Nipa kamal patel is the founder of nivedita foundation

એનઆરજી ડેસ્કઃ રેખા વિનોદ પટેલ (વિનોદિની) ગુજરાતના આણંદ જિલ્લામાં નીપા અને તેમના પતિ કમલ પટેલે ઉભું કરેલું નિવેદિતા ફાઉન્ડેશન શિક્ષણને સાથ આપતી સંસ્થા છે. નિવેદિતા ફાઉન્ડેશન જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક જ્ઞાન સાથે સમાજમાં ઉન્નત શિરે જીવતા શીખવી રહ્યું છે. આ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીપા પટેલે આ કામને એકલા હાથે જ શરૂ કર્યુ. જેમાં તેમના પતિ કમલ પટેલનો મોટો ફાળો રહ્યો છે. કમલ પટેલ આણંદ અને અમદાવાદના જાણીતા આર્કિટેક્ચર છે.

એકલતાના કારણે આવ્યો વિચાર


- લગ્ન પછી કમલભાઇના આણંદ જીટોડિયા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં નીપા પટેલને એકલતાંનો ઘણીવાર અનુભવ થતો.
- આ દરમિયાન તેઓ આજુબાજુના ગરીબ અને મજૂર વર્ગના બાળકોને ઘરે લાવતા, સ્નાન કરાવતા અને સ્વચ્છતા શીખવડતાં.
- બાળકોને લખતા-વાંચવા શીખવવાની સાથે તેઓ નવા કપડાં આપતા. ઘણીવાર બધા માટે બધા માટે સરસ જમવાનું પણ બનાવતા અને સાંજ પડતા પહેલાં પાછા ઘરે પહોંચાડી દેતા.
- આ બધું કરવા માટે તેઓને બાળકોના માતાપિતાની મંજૂરી લેવી પડતી, છતાં નીપા બહેનને મળતો સંતોષ જોઇ કમલ પટેલ પણ તેઓને સપોર્ટ કરતા હતા.

ગવર્મેન્ટ સ્કૂલની હાલત જોઇ આપ્યો સમય અને ફાળો


- આ દરમિયાન નીપા બહેનને આણંદ જિલ્લાના સંદેસર ગામની એક સરકારી શાળામાં જવાનું થયું. અહીંની વ્યવસ્થા અને બાળકોનો દેખાવ, પહેરવેશ જોઇ આ બાળકો માટે શક્ય તેટલું કરી છૂટવાની ભાવનાનો તેમનામાં જન્મ થયો.
- આ જ સ્કૂલના ટીચર ઇલાબેન મેકવાનની સહાયથી આ સ્કૂલને તેઓએ સમય અને ફાળો આપવાની તૈયારી બતાવી. આ રીતે નિવેદિતા ફાઉન્ડેશનની શરૂઆત થઇ.
- દરેક સામાજિક સંસ્થાઓમાં માત્ર સમય આપવાથી કામ નથી બનતું, અહીં પૈસા પણ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે, આજે કોમ્પ્યૂટર યુગમાં નાના કે મોટાં કામમાં આર્થિક વિકાસ માટે રજિસ્ટ્રેશન બાદ ઓનલાઇન મુકવું જરૂરી બને છે.
- નીપાબહેનને આ કામમાં સૌપ્રથમ આર્થિક સહાયમાં નજીકના મિત્રોએ પણ ઘણો સાથ આપ્યો.

53થી વધુ શાળાઓમાં પ્રગટાવી સેવા જ્યોત


- એક શાળાથી શરૂ કરેલી આ સેવાની જ્યોત ખૂબ જ ઓછા સમયમાં આજે આણંદ તાલુકાની 53થી વધુ સ્કૂલોમાં પ્રજવલ્લે છે.
- આ બધી સ્કૂલોમાં આ ફાઉન્ડેશન દર વર્ષે પેપર, પેન્સિલથી લઇ બુક્સ, લંચ બોક્સ, સ્કૂલ યુનિફોર્મ, સ્લીપરનું વિતરણ કરે છે. સમયાંતરે ડોક્ટર સાથે લઇ જઇ બાળકોની તંદુરસ્તી માટે તપાસ કરાવે છે. સ્વચ્છતા વિશે જ્ઞાન આપે છે તથા તેમના માતા-પિતાને પણ આ અંગે માહિતી આપે છે.
- નીપા પટેલ દરેક સ્કૂલોમાં જઇ એવા બાળકો જેઓને સ્લીપર પહેરવાનું પણ જ્ઞાન નથી હોતું તેઓને બૂટ અને મોજા પહેરીને કેવી રીતે ચાલવું જોઇએ તે શીખવે છે. તેનાથી તેઓના આત્મવિશ્વાસમાં વધારો કરાવે છે.
- આ ઉપરાંત આ પ્રકારના કાર્યક્રમો દરમિયાન સ્ટેજ પર કેવી રીતે ચાલવું જોઇએ, કેવી રીતે વર્તન થાય તે બધું જ શીખવે છે.

જુન ૨૦૧૬માંમાં ૭૫,૦૦ જોડી સુઝ અને સોક્સ ૩૧ સ્કુલોમાં સ્કુલ જતા બાળકોમાં વિતરણ કરી પહેલું સૂઝ મિશનની શરૂઆત કરી હતી. જેમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી પરેશ રાવલને આમંત્રિત કરાયા હતા. જ્યાં નીપા પટેલે ગામડાનાં બાળકો સાથે પોતે પણ કેટવોક પણ કર્યું હતું. જેથી બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જળવાઈ રહે.

આ " મિશન શુઝ " જેમાં દરેક બાળકોના પગમાં શુઝ પહેરાવવાની કાર્યવાહી હાથઘરી હતી..આનું મુખ્ય કારણ છે કે આમ કરવાથી એ બાળકોને પગમાં ઈજા નાં થાય અને રોગ પ્રતિકારક શક્તિવધે , ખાસ કરી વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત થાય. આ બધા કાર્યમાં આણંદ તાલુકાના શિક્ષણ મંત્રી થી લઇને દરેક સ્કુલનાં ટીચર પ્રિન્સીપાલનો તથા ગામના માણસો નો ભરપુર સહકાર નીપાને મળ્યો હતો.

શૂઝ મિશનની કરી શરૂઆત


- જૂન 2016માં 75,00 જોડી શૂઝ અને સોક્સ 31 સ્કૂલોમાં બાળકોમાં વિતરણ કરી પ્રથમ શૂઝ મિશનની શરૂઆત કરી. જેમાં ચીફ ગેસ્ટ તરીકે પરેશ રાવલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં નીપા પટેલે ગામડાંના બાળકો સાથે પોતે પણ કેટવોક કર્યુ હતું.
- શૂઝ મિશનમાં દરેક બાળકોના પગમાં શૂઝ પહેરાવવાની કાર્યવાહી કરી હતી. જેથી બાળકોને પગમાં ઇજા ના થાય, તેઓને રોગ પ્રતિકારક શક્તિ વધે, ખાસ કરીને વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત થાય.
- આ તમામ કાર્યમાં આણંદ તાલુકાના શિક્ષણ મંત્રીથી લઇ દરેક સ્કૂલના ટીચર પ્રિન્સિપાલ તથા ગામના માણસોનો ભરપૂર સહકાર નીપાને મળ્યો હતો.
- આ વર્ષે તે સંખ્યાને દસ હજાર સુધી પહોંચાડી છે. જેને 50,000 હજાર સુધી લઇ જવાની તેમની ઈચ્છા છે. આ વખતે પદ્મશ્રી નેશનલ એવોર્ડ વિજેતા મધુર ભંડારકરને આમંત્રિત કરાયા છે. ૨૯ ઓગસ્ટના રોજ સરદાર પટેલ મેઓરીયલ હોલ આણંદમાં આયોજિત કરવામાં આવ્યું છે. આ સાથે સમાજના ઘણા જાણીતા લોકોને આમંત્રણ અપાયું છે.
- નીપા પટેલ કહે છે કે, ગરીબીમાં જન્મેલા બાળકોનું ગરીબીમાં મરવું જરૂરી નથી. આવા બાળકોને સમાજમાં ટટ્ટાર મસ્તકે જીવવા માટે શિક્ષણ જરૂરી છે. જે બાળકોને ભણવુ છે પણ આર્થક સ્થિતિ નથી એવા વિદ્યાર્થીઓને ભણવામાં કોઈ અવરોધ ઉભો ના થાય તેની માટે નિવેદિતા ફાઉન્ડેશન બનતા પ્રયાસ કરે છે.
- નીપા પટેલના આ કાર્યની નોંધ સરકાર સુધી લેવાઈ છે , જેના પરિણામ સ્વરૂપે નીપાપટેલને 'ક્વોલિટી માર્ક વિમેન એવોર્ડ' મળ્યો હતો.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

Nipa kamal patel is the founder of nivedita foundation
Nipa kamal patel is the founder of nivedita foundation
Nipa kamal patel is the founder of nivedita foundation
Nipa kamal patel is the founder of nivedita foundation
X
Nipa kamal patel is the founder of nivedita foundation
Nipa kamal patel is the founder of nivedita foundation
Nipa kamal patel is the founder of nivedita foundation
Nipa kamal patel is the founder of nivedita foundation
Nipa kamal patel is the founder of nivedita foundation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App